ટૉપ ન્યૂઝ

સોમનાથ અમૃત પર્વ નિમિતે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ-A to Z

8 મે, 2026•
GVGujaratvandan team
સોમનાથ અમૃત પર્વ નિમિતે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ-A to Z

Somnath Amrit Parv,PM Modi Visit ; આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમા શ્રદ્ધાના કેન્દ્ર સમા દ્વાદશ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પર અનેક આક્રમણો થવા છતાં, આસ્થા અને અસ્મિતાને ડગાવી શક્યા નથી અને તે અડિખમ અને અવિચલ રહ્યું છે.એવા સોમનાથ ભગવાનના સાન્નિધ્યમાં આગામી તા.11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યાં છે. જેના ઉપલક્ષમાં કૃષિ અને પ્રવક્તામંત્રી જીતુભાઈ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.આ અવસરે શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

11 મી એ સવારે રોડ-શો

કૃષિમંત્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેક આક્રાંતાઓએ હુમલો કર્યાં છતાં આજે પણ સોમનાથ મંદિર સનાતન ધર્મની અડગ શ્રદ્ધા અને વધુ ભવ્યતા સાથે અડિખમ ઉભું છે.

ત્યારે આ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યાં છે, ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓ તેમને આવકારવા ઉત્સુક છે અને આનંદની લાગણી અનુભવી રહ્યાં છે.સરકારના શાસનમાં વિશ્વાસ દર્શાવતાં દેશના ત્રણ રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે, ખાસ કરીને, પશ્ચિમ બંગાળમાં મેળવેલી ઐતિહાસિક જીત એ ભારતની આઝાદી બાદની બીજી આઝાદી સમાન છે. વડાપ્રધાનના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોને લોકોએ આ જીત દ્વારા સ્વીકૃતિ આપી છે.

સરદાર વલ્લભભાઇ પટેલનો ઉલ્લેખ કરતાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે સરદાર સાહેબે સોમનાથની મુલાકાત કરી એ સમયે સોમનાથ મંદિરનાં જીર્ણશીર્ણ અવશેષો જોઈ સરદાર દ્રવિત થઈ ઉઠ્યા અને સમુદ્ર જળ હાથમાં લઇ સોમનાથનાં પુન: નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો અને 11 મે 1951 ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદજીના કરકમળો દ્વારા સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ હતી. જેને તા11 મેના રોજ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. તેના ઉપલક્ષમાં આ 'અમૃત પર્વ'ની ઉજવણી કરવામાં આવી રહી છે.

જામનગરથી આવશે સોમનાથ

વધુમાં જણાવાયું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.11 મેના રોજ જામનગરથી સવારે સોમનાથ પધારશે. અહીં હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શો યોજીને જનતાનું અભિવાદન ઝીલશે. માર્ગમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે.

રોડ શો અંગે વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનત્રિવેણી હેલિપેડ થી વીર હમિરજી ગોહિલની પ્રતિમા સુધી 1 કિલોમીટરનો રોડ શો કરશે. જેમાં 12 જ્યોતિર્લિંગ બેકડ્રોપ સહિત વિવિધ રાજ્યોની સંસ્કૃતિને રજૂ કરતાં નૃત્યો પણ દર્શાવવામાં આવશે.

જનસભાને પણ સંબોધશે PM
મંદિર પરિસરના કાર્યક્રમો અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ઋષિકુમારો અને આહિર બહેનો પરંપરાગત પહેરવેશમાં વડાપ્રધાનનું મંદિર પરિસરમાં રંગેચંગે સ્વાગત કરશે. બંગાળી પરિવારો પણ પરંપરાગત પરિવેશમાં આ અવસરે વડાપ્રધાનનું સ્વાગત કરશે. મંદિરમાં વડાપ્રધાન દ્વારા કુંભાભિષેક, ધ્વજ પૂજા, મહાપુજા કરવામાં આવશે. આ દરમિયાન સૂર્યકિરણ વિમાનનો એર-શૉ અને મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે.મંદિર પરિસરના કાર્યક્રમો પછી વડાપ્રધાન સદભાવના મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે. આ રીતે, વડાપ્રધાનની ગરિમામય ઉપસ્થિતિમાં આસ્થા અને અસ્મિતાના દિવ્ય 75 વર્ષ નિમિત્તે 'સોમનાથ અમૃત પર્વ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સોમનાથ મંદિર પરિસરમાં અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

સોમનાથથી સીધા જ વડોદરા
વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને રાષ્ટ્રીય આત્મગૌરવનું જીવંત પ્રતિક બનીને ઊભું છે. ત્યારે ‘સોમનાથ અમૃત પર્વ’ની ઉજવણી થકી શ્રદ્ધાળુઓ આદ્યાત્મિક અનુભવ મેળવશે એવી અભિલાષા મંત્રીએ વ્યક્ત કરી હતી.સોમનાથના કાર્યક્રમ બાદ વડાપ્રધાન વડોદરા જઈ સરદાર ધામ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે.

Tags:
bjp4gujaratharsh sanghavi cmogujarat#ઇતિહાસ#સંસ્કૃતિ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026