World Fastest Rumanoid Robot: ચીનની એક રોબોટ કંપની MirrorMe ટેક્નોલોજીએ દાવો કર્યો છે કે તેનો બોલ્ટ નામનો હ્યુમન રોબોટ દુનિયામાં સૌથી ઝડપી દોડનારો રોબોટ છે. અહીં હ્યુમન રોબોટ એટલે એવા રોબોટ જે સામાન્ય માણસની જેમ બે પગ પર ચાલી શકે છે. મિરરમી ટેક્નોલોજીનું કહેવું છે કે બોલ્ટ માત્ર એક સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપી લે છે. 75 કિલો વજન ધરાવતા આ રોબોટની લંબાઈ 5 ફૂટ 7 ઈંચ છે.
1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપી ગયો
મિરરમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે માણસ અને રોબોટ વચ્ચે રેસ યોજાઈ તો માણસ દોડતા-દોડતા લથડિયું ખાઈને પડી ગયો, જ્યારે બોલ્ટે એવી તેજી બતાવી કે તે 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપી ગયો. બોલ્ટની આ કાબેલિયત તેને ભીડમાં બાકીના રોબોટ્સ કરતા અલગ પાડે છે.
આ રોબોટની ખાસિયતો:
આ 10 મીટર પ્રતિ સેકન્ડની ટોપ સ્પીડથી દોડી શકે છે.
ટેસ્ટ દરમિયાન રોબોટે માણસને પાછળ છોડી દીધો.
બોલ્ટનું વજન 75 કિલો અને લંબાઈ 5 ફૂટ 7 ઈંચ છે.
બોલ્ટની ચાલ માણસો જેવી છે.
આ પોતાનું બેલેન્સ જાળવી રાખવા માટે હાથ અને માથું હલાવે છે.
કંપની સુપર રોબોટ બનાવવા માંગે છે
મિરરમીએ બોલ્ટને એટલા માટે બનાવ્યો છે કારણ કે કંપની માત્ર રોબોટ નહીં પણ સુપર રોબોટ બનાવવા માંગે છે. તે એવા રોબોટ તૈયાર કરવા માંગે છે જે રમતગમતમાં માણસો જેવું અથવા તેનાથી પણ વધારે સારું પ્રદર્શન કરીને આપે. રિપોર્ટ અનુસાર, X પર જે વીડિયો શેર કરવામાં આવ્યો છે, તેમાં રોબોટ સાથે ટ્રેડમિલ પર દોડનાર વ્યક્તિ કંપનીના માલિક પોતે છે.
100 મીટરની દોડ માત્ર 13.17 સેકન્ડમાં પૂરી કરી
મિરરમીનો જ એક અન્ય રોબોટ 'બ્લેક પેન્થર II' ભૂતકાળમાં 100 મીટરની દોડ માત્ર 13.17 સેકન્ડમાં પૂરી કરી ચૂક્યો છે. જાણીતી કંપની બોસ્ટન ડાયનેમિક્સના રોબોટને પણ આટલી સ્પીડ હાંસલ થઈ નથી. એવું માનવામાં આવે છે કે બોલ્ટ જેવા રોબોટ ભવિષ્યમાં એથલીટ્સની પ્રેક્ટિસમાં મદદ કરી શકે છે. જોકે આ સ્ટોરીમાં ખાસ વાત એ છે કે બોલ્ટને હાલ લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યો છે. અસલ સંજોગોમાં તે કેટલી રફ્તાર પકડી શકે છે, તે જોવું રહેશે.
દુનિયાની પહેલી હ્યુમન રોબોટ ગેમ્સ
દુનિયાની પહેલી હ્યુમન રોબોટ ગેમ્સનું આયોજન ચીનમાં ગયા વર્ષે કરવામાં આવ્યું હતું. ત્યાં Tien Kung નામના હ્યુમન રોબોટે 100 મીટર રેસ 21.5 સેકન્ડમાં પૂરી કરી હતી. મિરરમી બહુ જૂની કંપની નથી. તેની સ્થાપના 2024માં થઈ હતી. હેડક્વાર્ટર શાંઘાઈમાં છે. Zhejiang યુનિવર્સિટી તેની કોર ટીમમાં સામેલ છે. મિરરમી પાસે બાઓબાઓ, અપોલો અને બ્લેક પેન્થર II જેવા રોબોટ છે. જોકે હાલ કોઈ પણ કમર્શિયલ ઉપયોગ માટે નથી.








