ટેકનોલોજી

ઈલોન મસ્ક અને રાહુલ ગાંધી વચ્ચેની 'X' પોસ્ટ વાયરલ: સ્ટારલિંકના લાયસન્સ મુદ્દે ભારતમાં ગરમાયું રાજકારણ

9 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ઈલોન મસ્ક અને રાહુલ ગાંધી વચ્ચેની 'X' પોસ્ટ વાયરલ: સ્ટારલિંકના લાયસન્સ મુદ્દે ભારતમાં ગરમાયું રાજકારણ

Elon Musk Questions Starlink License Delay in India: દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ અને ટેસ્લા તેમજ સ્પેસએક્સના વડા ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરીને ભારતીય બિઝનેસ માર્કેટમાં મોટો ધમાકો કર્યો છે. ડૉ. અનિરુદ્ધ નામના યુઝરની 'ક્રોની કેપિટલિઝમ' સંદર્ભિત પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા મસ્કે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, સ્ટારલિંક સેવાને વિશ્વના 165થી વધુ દેશોમાં લાયસન્સ મળી ચૂક્યું છે અને ભારતમાં પણ તમામ સરકારી નિયમો અને ગાઈડલાઈન્સનું છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. આટલી તૈયારીઓ છતાં લાયસન્સ કેમ અટકાવી રાખવામાં આવ્યું છે તેવો પ્રશ્ન ઉઠાવતા તેમણે સીધું પૂછ્યું કે, "શું અંબાણી ભારતના અસલી બોસ છે?" મસ્કના આ નિવેદને સેટેલાઇટ ઇન્ટરનેટ માર્કેટમાં ચાલતી સ્પર્ધાને જાહેરમાં લાવી દીધી છે.

રાહુલ ગાંધીની એન્ટ્રી અને મસ્કનો 'ચિંતાજનક' જવાબ
મસ્કની આ વિવાદસ્પદ પોસ્ટ સામે આવતા જ ભારતીય રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો હતો. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મસ્કની પોસ્ટ પર કટાક્ષ કરતા લખ્યું કે, "ઈલોન, ભારતમાં તમારું સ્વાગત છે. જ્યારે તમે અન્ય વ્યક્તિને મળશો ત્યારે તમને વધુ બાબતો જાણવા મળશે." રાહુલ ગાંધીના આ રહસ્યમય અને કટાક્ષપૂર્ણ જવાબ પર ઈલોન મસ્કે આભાર માનતા વળતો જવાબ આપ્યો કે, "આ બાબત ખરેખર ખૂબ જ ચિંતાજનક છે." વિપક્ષ અને વૈશ્વિક ઉદ્યોગપતિ વચ્ચેની આ સીધી વાતચીત સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

મોનોપોલી અને 'ક્રોની કેપિટલિઝમ'નો જૂનો વિવાદ
ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે ઈલોન મસ્કે ભારતીય બજારને લઈને સવાલો ઉઠાવ્યા હોય. આ અગાઉ પણ તેમણે કોઈ ઉદ્યોગપતિનું નામ લીધા વિના ઈશારા-ઈશારામાં આરોપ લગાવ્યો હતો કે કેટલાક શક્તિશાળી વર્ગ પોતાના એકાધિકાર (મોનોપોલી)ને બચાવી રાખવા માટે સ્ટારલિંકને ભારતીય બજારમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે. હવે સીધા મુકેશ અંબાણીનું નામ લઈને કરવામાં આવેલા આક્ષેપ બાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, કારણ કે રિલાયન્સ જીઓ અને સ્ટારલિંક વચ્ચે ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમની ફાળવણીની પદ્ધતિને લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે.

કેન્દ્ર સરકાર અને મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
ઈલોન મસ્કના ગંભીર આરોપો બાદ ભારત સરકાર તરફથી પણ તાત્કાલિક અને કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં આ આરોપોને ફગાવી દેતા જણાવ્યું છે કે દેશમાં સેટેલાઇટ કમ્યુનિકેશન માટે નક્કી કરવામાં આવેલા નિયમો તમામ કંપનીઓ માટે એકસરખા અને પારદર્શક છે. સંચાર રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાસીએ માહિતી આપતા જણાવ્યું કે આ પ્રક્રિયા હાલ ગૃહ મંત્રાલય પાસે સુરક્ષા ક્લિયરન્સ (Security Clearance) માટે પેન્ડિંગ છે. સિક્યોરિટી રિવ્યૂ એ દેશની સુરક્ષા સાથે જોડાયેલી બાબત છે અને તે કોઈપણ એક ચોક્કસ કંપની માટે અલગ નથી હોતી

સમાન તક અને ભવિષ્યની પ્રક્રિયા
સરકારે વધુમાં ઉમેર્યું કે હાલમાં અરજી કરનારી તમામ સેટેલાઇટ ઇન્ટરનેટ કંપનીઓ સમાન રેગ્યુલેટરી સ્ટેજ પર છે. ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા તપાસ પૂર્ણ થઈ ગયા બાદ જ આગળની સ્પેક્ટ્રમ એલોકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ, સરકારે કોઈ પણ પ્રકારના પક્ષપાત કે ભેદભાવના આરોપોને પાયાવિહોણા ગણાવીને દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને નિયમોનું પાલન પ્રથમ પ્રાથમિકતા હોવાનું સ્પષ્ટ કર્યું છે.

Tags:
Gujarat News#IndiaPolitics#StarlinkInternetConnectivityTechControversy
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026