ટેકનોલોજી

બ્રાઉઝર ખોલવાની ઝંઝટ ખતમ, વિન્ડોઝ માટે લોન્ચ થયું ગૂગલનું ઓફિશિયલ Gemini ડેસ્કટોપ એપ

12 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
બ્રાઉઝર ખોલવાની ઝંઝટ ખતમ, વિન્ડોઝ માટે લોન્ચ થયું ગૂગલનું ઓફિશિયલ Gemini ડેસ્કટોપ એપ

Google Gemini Windows App: ગૂગલે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે પોતાનું ડેડિકેટેડ ગૂગલ જેમિની ડેસ્કટોપ એપ લોન્ચ કરી દીધું છે. આ નવી એપ આવ્યા બાદ હવે વિન્ડોઝ યુઝર્સને AI આસિસ્ટન્ટનો ઉપયોગ કરવા માટે બ્રાઉઝર ખોલીને અલગ ટેબ ચાલુ રાખવાની જરૂર રહેશે નહીં. ગૂગલે આ એપને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે, તે કમ્પ્યુટરમાં ચાલતી અન્ય એપ્લિકેશન્સ સાથે કામ કરી શકે, જેથી યુઝર્સ ડોક્યુમેન્ટ્સ, પ્રેઝન્ટેશન કે અન્ય કામ કરતી વખતે સીધા જ સ્ક્રીન પર વિન્ડોમાં જેમિનીનો ઉપયોગ કરી શકે છે.

શોર્ટ કી અને ફ્લોટિંગ વિન્ડોની અનોખી સુવિધા
આ એપનું સૌથી મોટું અને ખાસ ફીચર તેની સિસ્ટમ-વાઇડ કી બોર્ડ શોર્ટ કી છે. યુઝર્સ પોતાના PC પર કોઈ પણ કામ કરી રહ્યા હોય ત્યારે માત્ર 'Alt + Space' દબાવતા જ એક ફ્લોટિંગ વિન્ડોમાં જેમિની ઓપન થઈ જશે. બ્રાઉઝર પર સ્વિચ કર્યા વિના જ યુઝર્સ આ સુવિધાથી ઝડપી પ્રશ્નો પૂછી શકે છે, કોઈપણ વિગતનું ફેક્ટ-ચેક કરી શકે છે અથવા નવા આઇડિયા જનરેટ કરી શકે છે. જવાબ મળ્યા બાદ યુઝર્સ તરત જ પોતાની વિન્ડો બંધ કરીને મૂળ કામ પર પરત ફરી શકે છે.

જીમેલ, ગૂગલ ડ્રાઇવ અને એડવાન્સ્ડ AI કનેક્ટિવિટી
મોટા અને ઊંડાણપૂર્વકના કામ માટે આ એપમાં ડેડિકેટેડ વર્કસ્પેસ આપવામાં આવ્યો છે, જેમાં જેમિની વેબ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં તાજેતરમાં જ સામેલ કરવામાં આવેલ જેમિની સ્પાર્ક પર્સનલ AI એજન્ટ પણ સામેલ છે, જે એકસાથે મલ્ટિ-સ્ટેપ ટાસ્ક પૂરા કરી શકે છે. આ સિવાય યુઝર્સ પોતાના જીમેલ (Gmail) અને ગૂગલ ડ્રાઇવ (Google Drive) ને સીધા એપ સાથે કનેક્ટ કરી શકે છે, જેથી AI આસિસ્ટન્ટ આપમેળે જરૂરી માહિતી મેળવીને પ્રોજેક્ટની સમરી તૈયાર કરી આપે છે.

ઇમેજ અને વીડિયો જનરેશન ટૂલ્સ તથા ગ્લોબલ રોલઆઉટ
વિન્ડોઝ માટેનું આ જેમિની એપ ડેસ્કટોપ પર જ ક્રિએટિવ ટૂલ્સ પૂરા પાડે છે. તેમાં યુઝર્સ 'નેનો બનાના' (Nano Banana) ની મદદથી હાઇ-ક્વોલિટી ઇમેજ જનરેટ કરી શકે છે, જ્યારે વીડિયો જનરેશનનું કામ 'જેમિની ઓમની' (Gemini Omni) દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. ગૂગલના જણાવ્યા અનુસાર આ એપ ખૂબ જ લાઇટવેઇટ છે, જેથી કમ્પ્યુટર કે પીસીની સ્પીડ પર કોઈ નકારાત્મક અસર પડતી નથી. આ એપ ગ્લોબલી ઉપલબ્ધ થઈ ગયું છે અને તે વિન્ડોઝ-10 અને વિન્ડોઝ-11 સપોર્ટ કરતા તમામ પીસી પર સરળતાથી કામ કરે છે.

માઇક્રોસોફ્ટ કો-પાઇલોટ સાથે સીધી સ્પર્ધા
ટેક જગતમાં માઇક્રોસોફ્ટના પોતાના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં 'કોપાઇલોટ' (Copilot) ઇન્ટિગ્રેટેડ છે. ગૂગલ દ્વારા પોતાનું અલગ વિન્ડોઝ એપ લોન્ચ કરવાનો હેતુ ડેસ્કટોપ AI માર્કેટમાં માઇક્રોસોફ્ટના શાસનને ટક્કર આપવાનો છે. આ પહેલા યુઝર્સે ગૂગલ ક્રોમ કે એજ બ્રાઉઝરમાં જઈને જેમિનીનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ હવે સિસ્ટમ લેવલ પર શોર્ટ કી ઇન્ટિગ્રેશન આપવાથી ગૂગલ જેમિનીનો ઉપયોગ યુઝર્સ માટે વધુ ઝડપી અને વિન્ડોઝ ઇકોસિસ્ટમમાં જ સહેલો બની જશે.

Tags:
વાયરલExclusive NewsAI ક્રાંતિAlt+SpaceDigital Assistant
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026