ટેકનોલોજી

WhatsApp તમારી વાતો કોઈ વાંચી રહ્યું છે? ચેટ એન્ક્રિપ્ટેડ હોવા છતાં આ વાતોનું રાખો ધ્યાન, નહીંતર...

17 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
WhatsApp તમારી વાતો કોઈ વાંચી રહ્યું છે? ચેટ એન્ક્રિપ્ટેડ હોવા છતાં આ વાતોનું રાખો ધ્યાન, નહીંતર...

WhatsApp privacy safety tips: આજકાલ આપણે સૌ કોઈ WhatsApp નો ઉપયોગ મિત્રો સાથે અંગત વાતો કરવા, પરિવાર સાથે ઘરની ચર્ચાઓ કરવા કે ઓફિસનું જરૂરી કામકાજ શેર કરવા માટે કરીએ છીએ. આપણને એવું લાગે છે કે આ બધી જ વાતચીત માત્ર આપણા અને સામે વાળા વ્યક્તિ વચ્ચે જ સીમિત છે. મોટાભાગે આ સાચું પણ છે. WhatsAppમાં 'એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન' (End-to-End Encryption) ની સુવિધા છે, જેના કારણે કંપનીનો દાવો છે કે તે આપણી અંગત ચેટ કે કૉલ વાંચી કે સાંભળી શકીતી નથી. પરંતુ, તેનો અર્થ એવો નથી કે તમારી ચેટ દરેક સ્થિતિમાં સુરક્ષિત છે.

શું સંપૂર્ણ સુરક્ષિત છે ચેટ?
જો તમારી ચેટ ભૂલથી કોઈ એવા લેપટોપ પર ખુલ્લી રહી ગઈ હોય જ્યાં તમે ક્યારેક WhatsApp Web વાપર્યું હોય, કોઈ તમારા ફોનનો એક્સેસ મેળવી લે, તમારૂ ક્લાઉડ બેકઅપ સુરક્ષિત ન હોય કે પછી કોઈ ખતરનાક સ્પાયવેર (જાસૂસી સોફ્ટવેર) તમારા ફોનમાં ઘૂસી ગયો હોય, તો તમારી સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. એટલે કે પ્રશ્ન માત્ર એ નથી કે WhatsApp તમારો મેસેજ વાંચી શકે છે કે નહીં, પરંતુ એ પણ છે કે તમારા ફોન અને અકાઉન્ટ સુધી કોની-કોની પહોંચ છે. વો જાણીએ એ 5 મોટા રસ્તાઓ વિશે, જેનાથી તમારા વોટ્સએપ મેસેજ સુરક્ષિત હોવા છતાં લીક થઈ શકે છે:

1 WhatsApp Web કે લિંક્ડ ડિવાઈસ (Linked Devices)
જો તમે ક્યારેય ઓફિસના કમ્પ્યુટર, મિત્રના લેપટોપ કે અન્ય કોઈ ડિવાઇસ પર વોટ્સએપ ચલાવ્યું હોય અને કામ પૂરું થયા પછી લોગ આઉટ કરવાનું ભૂલી ગયા હોવ, તો તે ડિવાઇસ પર તમારું અકાઉન્ટ એક્ટિવ રહી શકે છે. WhatsApp એક અકાઉન્ટને મુખ્ય ફોન ઉપરાંત અન્ય ચાર ઉપકરણો (કમ્પ્યુટર, ટેબ્લેટ વગેરે) સાથે જોડવાની મંજૂરી આપે છે. જો કોઈ અજાણી વ્યક્તિ પાસે તે લિંક થયેલા ડિવાઈસનો એક્સેસ હોય, તો તે તમારી તમામ વાતચીત વાંચી શકે છે.
શું કરવું?: સમય-સમય પર તમારા 'લિંક્ડ ડિવાઈસ' ચેક કરતા રહો. એન્ડ્રોઈડમાં ઉપર જમણી બાજુના ત્રણ ટપકાં પર ક્લિક કરીને આઈફોનમાં સેટિંગ્સમાં જઈને Linked Devices ચેક કરો. જો કોઈ શંકાસ્પદ ડિવાઈસ દેખાય, તો તરત જ Log Out કરી દો.

2. જો કોઈને તમારો અનલોક ફોન મળી જાય
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન એવા વ્યક્તિને રોકી શકતું નથી જેના હાથમાં તમારો અનલોક ફોન છે. જો કોઈ થોડીવાર માટે પણ તમારો ફોન મેળવી લે, તો તે તમારી ચેટ વાંચી શકે છે, સ્ક્રીનશોટ લઈ શકે છે અથવા માહિતી આગળ મોકલી શકે છે.
શું કરવું?: ફોનમાં સ્ક્રીન લોક ઉપરાંત વોટ્સએપ પર App Lock (એન્ડ્રોઈડમાં ફિંગરપ્રિન્ટ અને આઈફોનમાં Face ID) નો ઉપયોગ કરો. વધુ સંવેદનશીલ ચેટ માટે વોટ્સએપના Chat Lock ફીચરનો પણ ઉપયોગ કરી શકાય છે.

3. સ્પાયવેર અને હેકિંગનું જોખમ
ઘણીવાર જોખમ કોઈ અજાણી લિંક કે નકલી એપ દ્વારા આવે છે. સાયબર ગુનેગારો એવી લિંક્સ મોકલે છે જે સામાન્ય દેખાય છે, પરંતુ ક્લિક કરવાથી ફોનમાં ખતરનાક સોફ્ટવેર ઘૂસી જાય છે. કેટલીકવાર 'ઝીરો-ક્લિક એટેક' (Zero-Click Attack) દ્વારા યૂઝરે લિંક પર ક્લિક કર્યા વગર પણ હેકર્સ ફોનની માહિતી ચોરી લેતા હોય છે. જાન્યુઆરી 2025 માં વોટ્સએપે 'પેરાગોન'(Paragon) નામની સ્પાયવેર કંપનીના આવા જ એક અભિયાનને નિષ્ફળ બનાવ્યું હતું.

4 Google Drive અને iCloud પર સેવ ચેટ બેકઅપ
વોટ્સએપ ચેટનો બેકઅપ ગૂગલ ડ્રાઇવ કે આઇક્લાઉડ પર સેવ થાય છે, પરંતુ તેની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ સેટિંગ છે. જો તમે 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ બેકઅપ' (End-to-end Encrypted Backup) ચાલુ નથી કર્યું, તો તમારા ક્લાઉડ બેકઅપને વોટ્સએપ જેવી સુરક્ષા મળતી નથી.
શું કરવું?: WhatsApp Settings > Chats > Chat Backup માં જઈને End-to-end Encrypted Backup ચાલુ કરો અને તેનો પાસવર્ડ કે રિકવરી કી સુરક્ષિત રાખો.

5 બિઝનેસ ચેટ અને Meta AI સાથે વાતચીત
કોઈ દુકાન, બેંક કે કંપની સાથે બિઝનેસ ચેટ કરતી વખતે એ વાત ધ્યાનમાં રાખવી કે તમામ બિઝનેસ ચેટ એન્ક્રિપ્ટેડ હોતી નથી કારણ કે કેટલાક વ્યવસાયો મેટાની ક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, જ્યારે તમે Meta AI સાથે વાત કરો છો, ત્યારે તે માહિતી Meta સુધી પહોંચે છે. તેથી, બેંકિંગ વિગતો, પાસવર્ડ કે અંગત દસ્તાવેજો AI સાથે શેર કરવાનું ટાળો.

શું સરકાર કે પોલીસ પણ વોટ્સએપ મેસેજ વાંચી શકે છે?
કંપનીનો દાવો છે કે તે અંગત મેસેજનું કન્ટેન્ટ (લખાણ) વાંચી શકતી નથી, તેથી તે મેસેજ આપી શકાતા નથી. પરંતુ, કાયદાકીય આદેશ મળવા પર કંપની યુઝરનો ફોન નંબર, IP એડ્રેસ, પ્રોફાઇલ ઇન્ફોર્મેશન અથવા કનેક્શનના ટેકનિકલ રેકોર્ડ (મેટાડેટા) જેવી અન્ય માહિતી તપાસ એજન્સીઓ સાથે શેર કરી છે.

Tags:
tech news todayWhatsApp security news Gujaratiprotect WhatsApp from hackingWhatsApp chat backup securityWhatsApp linked devices check
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026