ટેકનોલોજી

ક્રિકેટના ભગવાન હવે AIની પીચ પર, માસ્ટર બ્લાસ્ટરે કરી OpenAI સાથે પાર્ટનરશિપ

29 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ક્રિકેટના ભગવાન હવે AIની પીચ પર, માસ્ટર બ્લાસ્ટરે કરી OpenAI સાથે પાર્ટનરશિપ

Sachin Tendulkar OpenAI partnership: ક્રિકેટની પીચ પર પોતાની બેટિંગથી સમગ્ર દુનિયાને ચોંકાવનાર સચિન તેંડુલકર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. સચિને OpenAI સાથે પોતાની પાર્ટનરશિપની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે સચિને ChatGPTનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ જણાવ્યું. AI હવે તેમના માટે માત્ર સવાલોના જવાબ આપનારું ટૂલ નથી, પરંતુ રોજિંદા કામોમાં પણ મદદગાર સાબિત થઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર કરી ભાગીદારીની જાહેરાત
સચિને સોમવારે X પર પોસ્ટ કરીને આ પાર્ટનરશિપની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે OpenAI સાથે મળીને કેટલીક રસપ્રદ બાબતો પર કામ કરવામાં આવી રહ્યું છે અને તેઓ જલદી જ આ અંગે વધુ માહિતી લોકો સાથે શેર કરશે. હજુ સુધી આ પાર્ટનરશિપની સંપૂર્ણ યોજનાનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

સચિન આ રીતે કરે છે ChatGPTનો ઉપયોગ
સચિને જણાવ્યું કે, તેઓ હંમેશાં નવી વસ્તુઓ જાણવા માટે ઉત્સુક રહે છે. તેમના મનમાં એક પ્રશ્ન આવે તો તેની પાછળ બીજો પ્રશ્ન પણ આવી જાય છે. આ જ રીતે કોઈ વિષયને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે તેઓ ChatGPTનો ઉપયોગ કરે છે પરંતુ, તેંડુલકર માત્ર માહિતી મેળવવા માટે જ ChatGPTનો ઉપયોગ નથી કરતા. તેમણે જણાવ્યું કે, તાજેતરમાં જ તેમણે પોતાની ફેમિલી ટ્રિપ પ્લાન કરવા માટે પણ ChatGPTની મદદ લીધી હતી એટલે કે ટ્રિપના આયોજન જેવા રોજિંદા કામોમાં પણ AI તેમને ખૂબ ઉપયોગી સાબિત થયું છે.

ટેક એક્સપર્ટ બનવાની જરૂર નથી: સચિન
સચિનનું કહેવું છે કે, આ પાર્ટનરશિપ દરમિયાન તેઓ ChatGPTના વધુ ઉપયોગોને એક્સપ્લોર કરશે. આ પછી તેઓ પોતાના અનુભવો લોકો સાથે શેર કરશે. તેમનો હેતુ એ પણ બતાવવાનો છે કે AIનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ ટેક એક્સપર્ટ બનવાની જરૂર નથી. તમારા મનમાં કોઈ પ્રશ્ન, કોઈ આઈડિયા કે એવી કોઈ વસ્તુ હોય જેને તમે એક્સપ્લોર કરવા માંગતા હોવ, તો તેની શરૂઆત ત્યાંથી જ કરી શકાય છે.

ChatGPT સાથે રમ્યા મજેદાર ગેમ
આ જાહેરાતની સાથે જ તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ ChatGPT સાથે એક ગેસિંગ ગેમ રમતા નજરે પડે છે. તેમણે AIને માત્ર 10 સવાલો પૂછીને તેમની ઓળખ કરવા કહ્યું હતું. ChatGPT એ એક પછી એક સવાલો પૂછ્યા અને અંતે સાચી ઓળખ કરીને સચિનનું નામ જણાવી દીધું.

ભારતમાં પોતાનો વેપાર વધારવાનો પ્રયાસ કરી રહી છે OpenAI
આ પાર્ટનરશિપ એવા સમયે સામે આવી છે જ્યારે OpenAI ભારતમાં પોતાની હાજરી વધારવા પર કામ કરી રહી છે. કંપનીએ ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે ભારતમાં ChatGPTના 100 મિલિયનથી વધુ વીકલી યુઝર્સ થઈ ગયા છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ડેવલપર્સ અને બિઝનેસ સાથે જોડાયેલા લોકો સામેલ છે. OpenAI એ 'OpenAI for India' પહેલ પણ શરૂ કરી છે, જેમાં AI એક્સેસ, એજ્યુકેશન અને વર્કફોર્સ સ્કિલ્સ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

ક્રિકેટ અને AIનું કનેક્શન
ભારતમાં ક્રિકેટ અને AIનું કનેક્શન અગાઉ પણ જોવા મળ્યું છે. BCCIએ પણ ભારતમાં યોજાતી ઘરેલુ મેચો માટે ChatGPT સાથે ભાગીદારી કરી છે. હવે સચિનની OpenAI સાથેની પાર્ટનરશિપ બાદ એ જોવું રસપ્રદ રહેશે કે, તેઓ AI સાથે કયા નવા પ્રયોગો કરે છે અને પોતાના અનુભવો લોકો સાથે કેવી રીતે વહેંચે છે.

Tags:
Cricket AITech News IndiaArtificial IntelligenceOpenAISachin Tendulkar
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026