ટેકનોલોજી

દુનિયાભરમાં માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન, Outlook અને Microsoft 365ની સેવાઓ ખોરવાતાં યુઝર્સ પર અસર

13 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
દુનિયાભરમાં માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન, Outlook અને Microsoft 365ની સેવાઓ ખોરવાતાં યુઝર્સ પર અસર

Microsoft Server Down Latest News: ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટની સેવાઓમાં ગુરુવારે મોડી રાત્રે અચાનક મોટી ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. કંપનીની ઈમેલ સેવા આઉટલુક (Outlook) અને માઇક્રોસોફ્ટ 365 (Microsoft 365)નું સર્વર ઠપ થતાં ભારત સહિત વિશ્વભરના લાખો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આઉટેજના કારણે યુઝર્સ ઈમેલ મોકલી કે પ્રાપ્ત કરી શકતા નહોતા. આ ઉપરાંત, એકાઉન્ટમાં લોગ-ઈન કરવામાં પણ સમસ્યાઓ સર્જાઈ હતી. આ વૈશ્વિક ખામીએ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્પોરેટ જગતના દૈનિક કામકાજને અસર પહોંચાડી હતી.

લાખો યુઝર્સે નોંધાવી ફરિયાદો
ઓનલાઈન સેવાઓની સ્થિતિ પર નજર રાખતા પ્લેટફોર્મના આંકડા અનુસાર, આ સમસ્યાની શરૂઆત અમેરિકાના ઈસ્ટર્ન ટાઈમ મુજબ બપોરે આશરે 1 વાગ્યે થઈ હતી. ત્યારબાદ થોડા જ સમયમાં યુઝર્સની ફરિયાદોમાં મોટો વધારો નોંધાયો હતો. માત્ર આઉટલુક સેવા ઠપ થવા અંગે 1 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ હતી. જ્યારે માઇક્રોસોફ્ટ 365ના સર્વર ડાઉન હોવાની 15 હજારથી વધુ ફરિયાદો સામે આવી હતી. ઈમેલ મોકલવા, ઈમેલ રિસીવ કરવા અને એકાઉન્ટમાં પ્રવેશવામાં મુશ્કેલીને કારણે અનેક યુઝર્સનું કામ અટકી ગયું હતું.

માઇક્રોસોફ્ટે આઉટેજની કરી પુષ્ટિ
આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી આપતાં માઇક્રોસોફ્ટે સર્વિસ આઉટેજની પુષ્ટિ કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં આ સમસ્યા માત્ર અમેરિકામાં જ સીમિત હોવાનું જણાતું હતું, પરંતુ ત્યારબાદ તેની અસર વિશ્વના અન્ય ભાગોમાં પણ જોવા મળી હતી. કંપનીની ટેક્નિકલ ટીમ સર્વર ડાઉન થવા પાછળનું મૂળ કારણ શોધવા માટે કામે લાગી હતી. સાથે જ સેવાઓની કનેક્ટિવિટી વહેલી તકે પૂર્વવત્ કરવા માટે પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

સરકારી કચેરીઓથી લઈને કંપનીઓના કામકાજ પર અસર
આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365નો ઉપયોગ દુનિયાભરની સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી કંપનીઓમાં મોટા પ્રમાણમાં થાય છે. આવી સ્થિતિમાં બંને સેવાઓ ઠપ થતાં અનેક જગ્યાએ ઈમેલ આધારિત કામકાજ ખોરવાયું હતું. જોકે, સર્વર ડાઉન થવાનું ચોક્કસ કારણ અને તમામ સેવાઓ સંપૂર્ણપણે ક્યારે પૂર્વવત્ થશે તે અંગે કંપની તરફથી વધુ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.

Tags:
ટેક ન્યૂઝMicrosoft IssuesOutlook Problemsસેવાઓ ખોરવાઈવૈશ્વિક સર્વર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026