ટેકનોલોજી

જોન ટર્નસ કોણ છે? શું તે બનશે ટિમ કુકની જગ્યાએ Appleના નવા CEO?

15 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
જોન ટર્નસ કોણ છે? શું તે બનશે ટિમ કુકની જગ્યાએ Appleના નવા CEO?

Next Apple CEO: Appleના આગામી CEOની ચર્ચા ઝડપથી વધી રહી છે. માનવામાં આવે છે કે ટિમ કુક આવતા વર્ષે Appleના CEO પદેથી હટી શકે છે. તેમની જગ્યાએ જોન ટર્નસને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે હજી સુધી આ બાબતે કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. જોન ટર્નસે વર્ષ 2001માં Apple સાથે પોતાની શરૂઆત કરી હતી અને હાલમાં તેઓ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ છે.

કોણ બનશે Appleના નવા CEO?
Apple ટૂંક સમયમાં જ પોતાના નવા CEOના નામની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ મુજબ Appleના CEO ટિમ કુક આવતા વર્ષે પોતાનું પદ છોડી શકે છે. તેમની જગ્યાએ જોન ટર્નસ આવી શકે છે. 50 વર્ષના જોન ટર્નસ Appleના આગામી CEO બનવાની દોડમાં સૌથી આગળ માનવામાં આવે છે, પરંતુ હજી સુધી તેમના નામ પર સત્તાવાર મોહર લાગી નથી. હાલ ટિમ કુક જ Appleના CEO છે. જોન પાસે ટેક્નિકલ નિષ્ણાતતા છે અને Appleમાં કામ કરવાનો તેમને બે દાયકાનો અનુભવ છે. આ ક્ષમતા અને અનુભવનાં આધારે તેમને Appleના આગામી CEO માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

જોન ટર્નસ કોણ છે?
જોન ટર્નસ હાલમાં Appleના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ છે. તેમના પર Appleની તમામ હાર્ડવેર ટીમોની જવાબદારી છે, જેમાં iPhone, iPad, Mac અને AirPods જેવી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. 50 વર્ષના જોનને ટિમ કુકના સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે.

Apple સાથે તેમની સફર
જોન ટર્નસે વર્ષ 2001માં Apple સાથે જોડાયા હતા. તેમણે પ્રોડક્ટ ડિઝાઇન ટીમ સાથે પોતાની શરૂઆત કરી હતી. સફળતાની સીડી ચઢતા ચઢતા, વર્ષ 2013માં તેમને હાર્ડવેર એન્જિનિયરિંગના વાઈસ પ્રેસિડેન્ટની જવાબદારી મળી. વર્ષ 2021માં તેમને પ્રમોશન આપી સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા, ત્યારથી તેઓ હાર્ડવેર એન્જિનિયરિંગ ડિવિઝનના વડા તરીકે કાર્યરત છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં તેઓ Appleના ઇવેન્ટ્સમાં સૌથી વધુ દેખાતા ચહેરાઓમાંના એક બની ગયા છે. તેમની વધતી હાજરીને એક સંકેત તરીકે જોવામાં આવે છે કે Apple તેમને નેતૃત્વની ભૂમિકા માટે તૈયાર કરી રહ્યું છે. હવે જોવું રહ્યું કે Apple ક્યારે સત્તાવાર રીતે તેમને CEO બનાવવાનો નિર્ણય કરે છે.

ટિમ કુક ક્યાં જઈ રહ્યા છે?
Appleના CEO ટિમ કુક છેલ્લા 14 વર્ષથી આ પદ પર છે. તેમની ઉંમર હવે 65 વર્ષ થઈ છે. માનવામાં આવે છે કે, ટિમ કુક હવે નિવૃત્ત થવાની તૈયારીમાં છે. તેમને 24 ઓગસ્ટ 2011ના રોજ Appleના CEO બનાવવામાં આવ્યા હતા. સ્ટીવ જોબ્સ પછી Appleને ઊંચાઈ પર પહોંચાડવાનો શ્રેય ટિમ કુકને જાય છે. તેમના નેતૃત્વમાં કંપનીએ માત્ર હાર્ડવેર ક્ષેત્રમાં જ નહીં, પરંતુ સર્વિસ બિઝનેસમાં પણ વિશાળ વૃદ્ધિ નોંધાવી છે.

Tags:
NewsTechnologyJohnTernusTimCookApple
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026