ટેકનોલોજી

Instagram નું નવું ફીચર! હવે સ્ટોરી ડિલીટ કર્યા વિના જ ટેક્સ્ટ અને મ્યુઝિકમાં કરી શકશો સુધારો, જાણો કેવી રીતે

20 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
Instagram નું નવું ફીચર! હવે સ્ટોરી ડિલીટ કર્યા વિના જ ટેક્સ્ટ અને મ્યુઝિકમાં કરી શકશો સુધારો, જાણો કેવી રીતે

Instagram new feature edit story text and music without deleting: શું તમે Instagram પર સ્ટોરી લગાવતા સમયે ઘણીવાર ખોટું ગીત સિલેક્ટ કરી લો છો? અથવા ફરી પોસ્ટ કર્યા બાદ અમુક બદલાવ કરવાની જરૂર લાગે છે? જો હા, તો ઇન્સ્ટાગ્રામે તમારી મુશ્કેલીઓ દૂર કરી દીધી છે. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે બે નવા અને કામના ફીચર રોલઆઉટ થવા લાગ્યા છે. જેનાથી હવે યુઝર્સને સ્ટોરી મૂક્યા બાદ નાની-મોટી ભૂલ સુધારવા માટે આખી સ્ટોરી ડિલીટ કરવાની જરૂર નહીં પડે, આ સાથે જ ઇન્સ્ટાગ્રામ પર સાંભળેલું કોઈ ગીત સીધું એપ્પલ મ્યુઝિકમાં સેવ કરવાની સુવિધા પણ શરૂ થઈ ગઈ છે. ઇન્સ્ટાગ્રામ ચીફ એડ મોસેરીએ સ્ટોરી એડિટ અને એપ્પલ મ્યુઝિકવાળા ફીચરની જાણકારી આપી છે.

15 મિનિટ સુધી એડિટ કરી શકશો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
ઇન્સ્ટાગ્રામની આ નવી અપડેટ બાદ હવે યુઝર્સ કોઈપણ સ્ટોરી પોસ્ટ કર્યા બાદ 15 મિનિટ સુધી તેમાં એડિટિંગ કરી શકશે. તેના માટે લાઇવ સ્ટોરીની નીચે રાઇટ સાઇડ પર આપવામાં આવેલા ત્રણ ડૉટવાળા મેન્યૂમાં જવું પડશે. અહીં આ Edit Story નું નવું ઓપ્શન મળશે. તેના પર ટેપ કરીને યુઝર પોતાની સ્ટોરીમાં હાજર ટેક્સ્ટ, મ્યુઝિક, સ્ટિર અને ડ્રોઇંગને ચેન્જ કરી શકો છો.

હવે સ્ટોરી ડિલીટ નહીં કરવી પડે
આ નવા ફીચરની સૌથી ખાસ વાત એ છે કે, સ્ટોરીમાં એડિટિંગ કર્યા બાદ તેના જૂના વ્યુઝ, લાઇક્સ અને રિપ્લાઇ ગુમ નહીં થાય. એટલે જો કોઈ સ્ટોરીને પોસ્ટ કર્યાની થોડી મિનિટ બાદ તેમાં કોઈ ભૂલ દેખાય છે, તો તેને ડિલીટ કરવાની જરૂર નહીં પડે. પરંતુ, ઇન્સ્ટાગ્રામે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે, આ સુવિધા ફક્ત 15 મિનિટ સુધી જ મળશે. ત્યારબાદ સ્ટોરીને એડિટ કરવાનું ઓપ્શન દૂર થઈ જશે. અન્ય એક ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, આ ફીચરથી ફોટો કે વીડિયોને બદલી નહીં શકાય. જો તમે ખોટો ફોટો કે વીડિયો પોસ્ટ કર્યો છે, તો તેને દૂર કરીને ફરી પોસ્ટ કરવાનો રહેશે.

એડિટ કરેલી સ્ટોરીની આવી રીતે થશે ઓળખ
ઇન્સ્ટાગ્રામે પારદર્શિતા જાળવી રાખવા માટે એક વ્યવસ્થા કરી છે. જો કોઈ યુઝર પોતાની સ્ટોરીમાં એડિટિંગ કરે છે, તો તેના ઉપર જમણી બાજુએ Edited નું લેબલ જોવા મળશે. જેનાથી સ્ટોરી જોનાર લોકોને જાણ થશે કે, આ પોસ્ટ કર્યા બાદ તેમાં અમુક બદલાવ કરવામાં આવ્યા છે.

Apple Music માં સીધા સેવ થશે ઇન્સ્ટાગ્રામના ગીત
આ સાથે જ ઇન્સ્ટાગ્રામે એપ્પલ યુઝર્સ માટે નવું ફીચર ઉમેર્યું છે. ઇન્સ્ટાગ્રામના બીજા અપડેટ મ્યુઝિક પસંદ કરનારા યુઝર્સ માટે છે. હવે કોઈ પોસ્ટ અથવા સ્ટોરીમાં લગાવેલું ગીત પસંદ આવે તો તેને સીધું જ Apple Music માં સેવ કરી શકશો. જેના માટે યુઝર્સને પોસ્ટ અથવા સ્ટોરીમાં આપવામાં આવેલા ગીતના નામ પર ટેપ કરવાનું રહેશે. પહેલીવાર આવું કરવાથી Apple Music એકાઉન્ટને ઇન્સ્ટાગ્રામથી કનેક્ટ કરવાનું ઓપ્શન મળશે. એકવાર એકાઉન્ટ કનેક્ટ થયા બાદ ગીતના નામ પર ટેપ કરતા જ Add to Apple Music નું ઓપ્શન જોવા મળશે. આ પ્રકારે સેવ કરવામાં આવેલા તમામ ગીત Apple Music ની લાઇબ્રેરીમાં Instagram Songs નામની પ્લેલિસ્ટમાં એડ થઈ જશે. જેનાથી યુઝર્સને ઇન્સ્ટાગ્રામ પર પસંદ આવેલા ગીતને અલગથી સર્ચ કરવાની જરૂર નહીં પડે.

Tags:
social media tech news Gujarati todayInstagram story update newshow to edit Instagram story after postingInstagram new feature edit story text and music without deleting#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026