India AI Global Ranking: AI ક્ષેત્રમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની હાલની રિપોર્ટ મુજબ ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષે ભારત આ યાદીમાં સાતમા ક્રમે હતું. ગ્લોબલ AI વાઈબ્રન્સી ટૂલમાં ભારતનો સ્કોર 21.59 છે, જે માત્ર અમેરિકા અને ચીનથી ઓછો છે. ચાલો જાણીએ કે આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચવાનું ભારત માટે શું મહત્વ છે.
ભારતનો AI ક્ષેત્રમાં મોટો કૂદકો
ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં મોટો કૂદકો માર્યો છે. Stanford Universityની 2025 Global AI વાઈબ્રન્સી ટૂલ રિપોર્ટ મુજબ ભારત દુનિયામાં ત્રીજા સ્થાને છે. રિપોર્ટ અનુસાર ભારતને 21.59નો સ્કોર મળ્યો છે. આ યાદીમાં ભારત માત્ર અમેરિકા અને ચીનથી પાછળ છે. જ્યાં અમેરિકાનો સ્કોર 78.6 છે, ત્યાં ચીનનો સ્કોર 36.95 છે. એક વર્ષ પહેલા ભારત સાતમા સ્થાને હતું અને માત્ર એક જ વર્ષમાં તે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
સ્ટેનફોર્ડનું ગ્લોબલ AI વાઈબ્રન્સી ટૂલ શું છે?
આ ટૂલ એક ઓનલાઇન ડેશબોર્ડ છે, જે દેશોને તેમના AI ઇકોસિસ્ટમમાં પ્રવૃત્તિ અને સ્પર્ધાત્મકતાના આધાર પર રેન્ક કરે છે. આ ડેશબોર્ડ દેશોનું મૂલ્યાંકન 7 પિલર પર કરે છે. જેમાં રિસર્ચ, ટેલેન્ટ, ઇકોનોમી, પોલિસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિસ્પોન્સિબલ AI અને પબ્લિક ઓપિનિયન સામેલ છે. જ્યાં ગયા વર્ષે ભારત સાતમા સ્થાને હતું, ત્યાં આ વર્ષે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતે દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ કિંગડમને પાછળ છોડી દીધા છે.
માત્ર એક વર્ષમાં ભારત સાતમા સ્થાનેથી ત્રીજા સ્થાને કેવી રીતે પહોંચ્યું?
ભારતના ઝડપી વિકાસ પાછળ અનેક કારણો છે. રિપોર્ટ અનુસાર મજબૂત નીતિઓ, ઝડપથી વિકસતું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને AI ટેલેન્ટનો મોટો ભંડાર ભારતને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ કારણે ભારત અનેક મોરચાઓ પર મજબૂત બન્યું છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, AI ક્ષેત્રમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ભારતને "નવી અને મોટી પહેલો" નો સીધો લાભ મળ્યો છે. આ પગલાંઓના કારણે ભારતે અનેક વિકસિત દેશોને પાછળ છોડી ગ્લોબલ AI રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે.
સ્ટાર્ટઅપ અને પ્રાઇવેટ સેક્ટર પુશ કેટલો મહત્વનો છે?
ભારતની AI વાઈબ્રન્સી ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રાઇઝ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલી છે. સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રાઇઝ ફાઇનાન્સથી લઈને હેલ્થકેર, એજ્યુકેશન અને લોજિસ્ટિક્સ સુધી વિવિધ ક્ષેત્રોમાં AIનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતનું મોટું ડિજિટલ માર્કેટ અને સક્રિય કંપનીઓ તેને ઉભરતા બજારોમાં સૌથી વધુ સ્પર્ધાત્મક AI અર્થવ્યવસ્થાઓમાંની એક બનાવે છે.
ભારતનો ટેલેન્ટ એડવાન્ટેજ કેટલો મોટો છે?
ભારત AI ટેલેન્ટનું વૈશ્વિક પાવર હાઉસ છે. AI હાયરિંગમાં ભારતે દુનિયામાં સૌથી વધુ વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2024માં AI સંબંધિત GitHub પ્રોજેક્ટ્સમાં સૌથી વધુ યોગદાન આપનાર દેશોમાં ભારત બીજા ક્રમે રહ્યું છે. AI સ્કિલ પેનેટ્રેશનના મામલે પણ ભારત દુનિયાના ટોચના દેશોમાં સામેલ છે. આ રેન્કિંગ ભારતની મજબૂત એન્જિનિયરિંગ વર્કફોર્સને દર્શાવે છે.
શું ભારત ખરેખર AI રિસર્ચ અને ઇનોવેશનમાં મજબૂત છે?
ભલે ભારત અમેરિકા અને ચીનથી પાછળ હોય, પરંતુ AI પબ્લિકેશન અને પેટન્ટિંગમાં ભારતનો સુધારો સ્પષ્ટ રીતે દેખાય છે. આ બંને ફેક્ટર R&D પિલર માટે મહત્વપૂર્ણ છે. સ્ટેનફોર્ડના AI ઇન્ડેક્સ અનુસાર ભારત સતત પોતાની AI આઉટપુટ ક્ષમતા વધારી રહ્યું છે અને પોતાને એક સ્ટ્રેટેજિક AI ડેવલપમેન્ટ હબ તરીકે સ્થાપિત કરી રહ્યું છે. ખાસ કરીને એકેડેમિક અને ઇન્ડસ્ટ્રી વચ્ચે વધતો સહયોગ ભારતને વધુ મજબૂત બનાવે છે.
સરકારની શું ભૂમિકા છે?
IndiaAI Mission એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ મિશનને કેન્દ્રિય કેબિનેટ દ્વારા આગામી 5 વર્ષ માટે લગભગ 10,300–10,372 કરોડ રૂપિયાના બજેટ સાથે મંજૂરી આપવામાં આવી છે. આ હેઠળ 10 હજારથી વધુ GPUs કમ્પ્યુટિંગ ક્ષમતા વધારવા માટે લગાવવામાં આવશે, એક નેશનલ નોન-પર્સનલ ડેટા પ્લેટફોર્મ વિકસાવવામાં આવશે અને સુરક્ષિત તથા વિશ્વસનીય AI માટે ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે. જેની સીધી અસર પોલિસી, ગવર્નન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પિલર્સ પર થઈ છે.
હાય રેન્કિંગ છતાં ભારત હજુ ક્યાં પાછળ છે?
એનાલિસ્ટ્સને અહીં હજુ કેટલાક ગેપ્સ દેખાય છે. cutting-edge AI રિસર્ચ અને વૈશ્વિક સ્તરે ઓળખાતા ફાઉન્ડેશનલ મોડેલ્સ, ચીન અને અમેરિકાની તુલનામાં ઓછું હાઇ-વેલ્યુ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્લો, ડેટા ક્વોલિટી અને એડવાન્સ R&D ક્ષમતામાં અવરોધ જેવી સમસ્યાઓ મોટો પડકાર છે. ભારતને મુખ્ય શહેરી કેન્દ્રોથી આગળ રિસ્પોન્સિબલ AI રેગ્યુલેશન અને એક્સેસ પર વધુ કામ કરવાની જરૂર છે.
ભારતના AI ભવિષ્ય માટે આ રેન્કિંગનો શું અર્થ છે?
ત્રીજા સ્થાને હોવું એ દર્શાવે છે કે ભારત દુનિયાની સૌથી વધુ સ્પર્ધાત્મક AI શક્તિઓમાંની એક છે. સાથે સાથે ભારત લોવર અને મિડલ ઇન્કમ ધરાવતા દેશો કરતા ઘણી આગળ છે. જોકે ફ્રન્ટિયર ક્ષમતાના મામલે ભારત હજુ અમેરિકા અને ચીનથી ઘણું પાછળ છે. નિષ્ણાતો માને છે કે, જો ભારત AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ ચાલુ રાખે, રિસર્ચ અને ઇનોવેશન પર બમણો ભાર મૂકે અને એથિકલ તથા ઇન્ક્લૂસિવ AI ગવર્નન્સને મજબૂત કરે, તો આવનારા દાયકામાં ભારતનો AI ગ્રોથ રેટ ઘણો તેજ બની શકે છે.








