ટેકનોલોજી

તત્કાલ કન્ફર્મ ટિકિટ જોઈએ છે? IRCTC પર પહેલા કરી લો આ 5 જરૂરી સેટિંગ્સ

18 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
તત્કાલ કન્ફર્મ ટિકિટ જોઈએ છે? IRCTC પર પહેલા કરી લો આ 5 જરૂરી સેટિંગ્સ

How to book confirmed Tatkal ticket IRCTC: જો તમે ટ્રેનથી મુસાફરી કરવાના છો અને કન્ફર્મ ટિકિટ નથી મળી, તો તત્કાલ ટિકિટ તમારા કામ આવી શકે છે. પરંતુ, IRCTC પર તત્કાલ ટિકિટ બુક કરવું એટલું સરળ નથી હોતું. બુકિંગ શરૂ થતાની અમુક જ મિનિટોમાં મોટાભાગની સીટ ભરાઇ જાય છે. એવામાં અનેકવાર પેમેન્ટ કરતા સમયે અથવા પેસેન્જરની ડિટેલ ભરવામાં મોડું થઈ જાય છે અને ટિકિટ બુક નથી થઈ શકતી. જો તમે ટિકિટ બુક કરતા પહેલાં અમુક જરૂરી સેટિંગ્સ કરી લો છો, તો તમારો સમય બચી શકે છે. ચાલો જાણીએ એ 5 જરૂરી સેટિંગ્સ વિશે જેની મદદદથી તમે IRCTC પર તત્કાલ ટિકિટ બુક કરાવતા સમયે પોતાનો સમય બચાવી શકો છો.

1. Aadhaar Authentication જરૂર કરો
IRCTC પર તત્કાલ ટિકિટ બુક કરવા માટે Aadhaar Authentication જરૂરી છે. તેના માટે IRCTC ની વેબસાઇટ અથવા એપ પર જઇને My Account માં Authentication User ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમારો આધાર નંબર નાંખીને OTP દ્વારા વેરિફિકેશન પૂરૂ કરો. ધ્ચાન રહે કે, આધારથી લિંક મોબાઇલ નંબર તમારી પાસે હોવો જોઈએ.

2. Master List માં પહેલાંથી સેવ કરો પેસેન્જર ડિટેલ
તત્કાલ ટિકિટ બુક કરાવતા સમયે પેસેન્જરનું નામ, ઉંમર અને જેન્ડર ભરવામાં સમય લાગી શકે છે. તેનાથી બચવા માટે IRCTC ની My Master List માં પહેલાથી યાત્રીઓની ડિટેલ સેવ કરી લો. તેનાથી ટિકિટ બુક કરતા સમયે વારંવાર જાણકારી ભરવાની જરૂર નહીં પડે.

3. મોબાઇલ નંબર અપડેટ રાખો
IRCTC એકાઉન્ટમાં પોતાનું યોગ્ય નામ નંબર જરૂર રાખો. ટિકિટ બુકિંગ દરમિયાન OTP ની જરૂર પડી શકે છે. તેથી એવા નંબરનો ઉપયોગ કરો જે તમારી પાસે હોય અને જેના પર તમને સરળતાથી ઓટીપી મળી શકે.

4. પેમેન્ટની રીત પહેલાથી તૈયાર રાખો
તત્કાલ ટિકિટ બુક કરતા સમયે પેમેન્ટમાં મોડું થવાના કારણે પણ પરેશાની થઈ શકે છે. તેથી પહેલાંથી જ પોતાની UPI એપ તૈયાર રાખો. બેન્ક એકાઉન્ટમાં પર્યાપ્ત બેલેન્સ રાખો અને UPI PIN પણ યાદ રાખો. જેનાથી પેમેન્ટ સમયે તમારો સમય બચશે.

5. ટ્રેન અને સીટની જાણકારી પહેલાંથી તૈયાર રાખો
ટિકિટ બુકિંગ શરૂ થતા પહેલાં જ ટ્રેન નંબર, યાત્રાની તારીખ, બોર્ડિંગ સ્ટેશન અને ડેસ્ટિનેશન નક્કી કરી લો. સાથે જ પોતાની પસંદનો ક્લાસ અને બર્થ પણ પહેલાંથી વિચારી લો. જેનાથી બુકિંગ દરમિયાન તમારે વારંવાર જાણકારી નહીં શોધવી પડે.

ક્યારે શરૂ થશે તત્કાલ ટિકિટ બુકિંગ?
IRCTC પર AC ક્લાસ માટે તત્કાલ ટિકિટ બુકિંગ સવારે 10 વાગ્યે અને નૉન-AC ક્લાસ માટે સવારે 11 વાગ્યે શરૂ થાય છે. આ બુકિંગ યાત્રાની તારીખથી એક દિવસ પહેલા ખુલે છે. તેથી સમય પહેલાં લોગિન કરીને તમામ જાણકારી તૈયાર રાખો.

Tags:
utility news GujaratiIRCTC master list auto payment settingsIndian Railways confirmed Tatkal ticket guideIRCTC Tatkal booking tricks and tips5 important IRCTC settings for Tatkal booking
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026