ટેકનોલોજી

હવે બદલી શકાશે જૂનું Gmail એડ્રેસ, ગૂગલે આપ્યું મોટું અપડેટ

26 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
હવે બદલી શકાશે જૂનું Gmail એડ્રેસ, ગૂગલે આપ્યું મોટું અપડેટ

Google launch new feature: ઘણાં લોકો એવા હશે જેમણે તેમની યુવાનીમાં 'કૂલ' દેખાવા માટે થોડું અજીબ કે મજાકીયું Gmail એડ્રેસ બનાવી દીધું હોય. સમય જતા જ્યારે વ્યાવસાયિક જીવન શરૂ થાય છે ત્યારે એ જ ઇમેલ એડ્રેસનો ઉપયોગ કરવો થોડી શરમજનક સ્થિતિ બની જાય છે. અત્યાર સુધી Gmail યુઝર્સ માટે પોતાનું @gmail.com એડ્રેસ બદલવું અશક્ય હતું, પરંતુ હવે ગૂગલ આ મોટી સમસ્યાનો ઉકેલ લાવતું મહત્વપૂર્ણ ફીચર લોન્ચ કરવાની તૈયારીમાં છે.

પોતાનું Gmail યુઝરનેમ બદલી શકશે
ગૂગલ દ્વારા રજૂ કરવામાં આવનાર આ નવા અપડેટ હેઠળ યુઝર્સ હવે પોતાનું Gmail યુઝરનેમ બદલી શકશે. મહત્વની વાત એ છે કે ઇમેલ એડ્રેસમાં @gmail.com ડોમેન યથાવત રહેશે, પરંતુ યુઝરનેમ બદલવાની છૂટ મળશે, જે પહેલાં ક્યારેય શક્ય નહોતી. આ અપડેટ અંગેની માહિતી ગૂગલના અધિકૃત સપોર્ટ પેજ પર જોવા મળી છે અને તેને તબક્કાવાર તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે.

સપોર્ટ પેજ પર શું કહે છે ગૂગલ?
ગૂગલના સપોર્ટ પેજ મુજબ, યુઝર્સ ટૂંક સમયમાં તેમના ગૂગલ એકાઉન્ટ સાથે જોડાયેલા Gmail એડ્રેસને બદલવાની સુવિધા મેળવી શકશે. આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે ઉપયોગી બનશે, જેમને પોતાનું જૂનું ઇમેલ એડ્રેસ હવે વ્યાવસાયિક કે વ્યક્તિગત રીતે યોગ્ય લાગતું નથી. સરળ શબ્દોમાં કહીએ તો, યુઝર પોતાનું વર્તમાન Gmail એકાઉન્ટ જાળવી રાખીને તેના યુઝરનેમમાં ફેરફાર કરી શકશે. આ ફીચરની ખાસિયત એ છે કે ઓરિજિનલ ઇમેલ એડ્રેસ સંપૂર્ણ રીતે બંધ નહીં થાય. જૂના એડ્રેસ પર આવતાં ઇમેલ્સ યથાવત મળતા રહેશે અને લોગિન તેમજ અન્ય ગૂગલ સર્વિસ માટે પણ જૂના એડ્રેસનો ઉપયોગ શક્ય રહેશે. એટલે કે એકાઉન્ટની ઍક્સેસમાં કોઈ ખલેલ નહીં પડે.

ફીચર સાથે જોડાયેલા નિયમો
ગૂગલે આ નવા ફીચર માટે કેટલાક સ્પષ્ટ નિયમો નક્કી કર્યા છે. કોઈ પણ યુઝર પોતાના @gmail.com એડ્રેસને મહત્તમ ત્રણ વાર બદલી શકશે, એટલે કુલ ચાર ઇમેલ એડ્રેસ બની શકશે, જેમાંથી એક વર્તમાન એડ્રેસ હશે. એકવાર યુઝરનેમ બદલ્યા બાદ, આગામી 12 મહિના સુધી ફરી કોઈ ફેરફાર કરી શકાશે નહીં. આ ઉપરાંત, જૂનું ઇમેલ એડ્રેસ કેટલીક જગ્યાએ દેખાતું રહેશે. ઉદાહરણ તરીકે, અગાઉ બનાવવામાં આવેલા કેલેન્ડર ઇવેન્ટ્સમાં જૂનો એડ્રેસ યથાવત દેખાશે. સાથે જ, યુઝર જૂના એડ્રેસનો ઉપયોગ ઇમેલ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે પણ કરી શકશે.

'માય એકાઉન્ટ'માંથી થશે પ્રક્રિયા
આ ફીચર સંપૂર્ણ રીતે લાઇવ થયા બાદ, યુઝર્સ તેને ગૂગલના 'My Account' વિભાગમાંથી એક્સેસ કરી શકશે. આ અપડેટથી યુઝર્સને પોતાના ઇમેલ એડ્રેસને વધુ પર્સનલાઇઝ કરવાની તક મળશે, જેનાથી તેમની વ્યાવસાયિક ઓળખ વધુ મજબૂત બની શકે છે. હાલમાં આ ફીચર તમામ યુઝર્સ માટે લાઇવ કરવામાં આવ્યું નથી, પરંતુ ગૂગલ ટૂંક સમયમાં તેની અધિકૃત જાહેરાત કરે તેવી શક્યતા છે. ટેક જગતમાં આ અપડેટને Gmail યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ અને લાંબા સમયથી રાહ જોવાતી સુવિધા તરીકે જોવામાં આવી રહી છે.

Tags:
ઇમેઇલ સરનામુંEmail AddressGujarati Techગુજરાતી ટેકGoogle Update
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026