ટેકનોલોજી

આગ અને વીજળી કરતાં પણ શક્તિશાળી: ગૂગલના CEO સુંદર પિચાઈએ AIને માનવ ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો

1 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
આગ અને વીજળી કરતાં પણ શક્તિશાળી: ગૂગલના CEO સુંદર પિચાઈએ AIને માનવ ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો

Sunder Pichai On AI: ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈએ તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિશે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે AI એ માનવજાતના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી શોધ છે, એટલી પાવરફુલ કે જેને આગ અને વિજળી જેવી મહાન શોધોથી પણ મોટી ગણાવી શકાય. પિચાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે AI માત્ર ટેક્નોલોજીનું અપગ્રેડ નથી, પરંતુ માનવજાત માટેનો એક ટર્નિંગ પોઈન્ટ છે.

AIની શક્તિ અને જોખમ
સુંદર પિચાઈએ પોતાના નિવેદનમાં ગ્રીક માઇથોલોજીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જેમ પ્રોમેથિયસે દેવતાઓ પાસેથી આગ ચોરીને માનવજાતને આપીને તેમની પ્રગતિનો માર્ગ ખોલ્યો હતો, તેમ જ AI પણ માનવજાતને એક નવી દિશામાં લઈ જઈ શકે છે. પરંતુ, જેમ આગનો ખોટો ઉપયોગ વિનાશ લાવી શકે છે, તેમ AIનો ખોટો ઉપયોગ પણ જોખમી સાબિત થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ, AIનો ઉપયોગ સકારાત્મક રીતે કરવામાં આવે તો તે ઉદ્યોગો, રોજગાર, આરોગ્યસેવા, શિક્ષણ અને માનવ જીવનની દરેક વ્યવસ્થામાં ક્રાંતિ લાવી શકે છે. પરંતુ જો એ ખોટા હાથોમાં જાય, તો એનો દુરુપયોગ અટકાવવો અતિ મુશ્કેલ બની શકે છે.

સુપર-પાવર આસિસ્ટન્ટ તરીકે AI
સુંદર પિચાઈએ AIને "સુપર-પાવર આસિસ્ટન્ટ" તરીકે વર્ણવ્યું છે. તેમના કહેવા મુજબ, AI એવી ટેક્નોલોજી છે જે માનવ જીવનના દરેક ક્ષેત્રમાં મદદરૂપ બની શકે છે, ડોક્ટર માટે મેડિકલ એનાલિસિસમાં, વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં, ઓફિસમાં કાર્યક્ષમતામાં, રસોઈ કે ઘરનાં રોજિંદા કાર્યોમાં પણ. તેમણે ઉદાહરણ આપ્યું કે AIની મદદથી લખાણ, એકાઉન્ટિંગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવા કામ સરળતાથી થઈ શકે છે. આ ટેક્નોલોજી દરેક માટે સમય અને ઉર્જાની બચત કરશે, તેમજ સર્જનાત્મકતા વધારશે.

AIની ચેલેન્જ અને જવાબદારી
પિચાઈએ AIના ખતરાઓ પર પણ ખાસ ભાર મૂક્યો. તેમના જણાવ્યા મુજબ, હાલ દુનિયામાં અનેક પ્રકારના AI આધારિત સ્કેમ વધી રહ્યા છે, જેમાં ડીપફેક, ફેક કોલ્સ અને ફિશિંગ જેવી પ્રવૃત્તિઓ સામેલ છે. આથી જરૂરી છે કે AI મોડલ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે તે માનવને નુકસાન ન પહોંચાડે. પિચાઈએ જણાવ્યું કે "શક્તિ સાથે હંમેશાં જવાબદારી પણ આવે છે," એટલે આ ટેક્નોલોજીના વિકાસ સાથે એના પર કડક કન્ટ્રોલ રાખવો જરૂરી છે.

AI શીખવું હવે જરૂરિયાત બની ગયું
સુંદર પિચાઈએ અંતમાં સ્પષ્ટ જણાવ્યું કે AI હવે પસંદગીનો વિષય નથી, એ હવે દરેક માટે અનિવાર્ય છે. તેમની દ્રષ્ટિએ, જેમ ટેક્નોલોજી ઝડપી ગતિએ આગળ વધી રહી છે, તેમ દરેક વ્યક્તિએ પોતાનો વિકાસ કરીને આ નવી દુનિયામાં એડજસ્ટ થવું પડશે. AI વિશે જાણકારી રાખવી માત્ર કારકિર્દી માટે નહીં, પણ પોતાને સ્કેમ અને ખોટી માહિતીથી બચાવવા માટે પણ જરૂરી છે.

પિચાઈનો સંદેશ
સુંદર પિચાઈનો સંદેશ સ્પષ્ટ છે AI એ માનવ ઇતિહાસની સૌથી શક્તિશાળી શોધ છે. એ માનવજાતને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે, પરંતુ એના ઉપયોગમાં સંતુલન, નૈતિકતા અને જવાબદારી જરૂરી છે. યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે તો AI આગ અને વિજળીની જેમ માનવ વિકાસનો સ્તંભ બની રહેશે.

Tags:
Machine LearningSearch EnginesInnovationAI RevolutionTech Updates
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026