ટેકનોલોજી

ઈન્સ્ટાગ્રામના 1.75 કરોડ યુઝર્સનો ડેટા લીક: ડાર્ક વેબ પર ખાનગી માહિતીની હરાજી

12 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
ઈન્સ્ટાગ્રામના 1.75 કરોડ યુઝર્સનો ડેટા લીક: ડાર્ક વેબ પર ખાનગી માહિતીની હરાજી

Data leak of Instagram users: દુનિયા ઝડપથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ યુગ તરફ આગળ વધી રહી છે, ત્યારે તેની સાથે જોડાયેલા સાયબર જોખમો પણ સતત વધી રહ્યા છે. આવા સંજોગોમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના 1.75 કરોડથી વધુ યુઝર્સનો ડેટા લીક થયો હોવાના અહેવાલ સામે આવતા યુઝર્સમાં ભારે ચિંતા અને હોબાળો મચી ગયો છે. આ ચોંકાવનારો ખુલાસો જાણીતી સાયબર સિક્યોરિટી કંપની માલવેરબાઈટ્સ દ્વારા કરવામાં આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ યુઝર્સની પ્રાઇવસી ગંભીર જોખમમાં
માલવેરબાઈટ્સના જણાવ્યા અનુસાર, લીક થયેલો આ વિશાળ ડેટાસેટ હેકર ફોરમ્સ અને ડાર્ક વેબ પર ખુલ્લેઆમ શેર કરવામાં આવી રહ્યો છે. કંપનીએ જણાવ્યું કે રૂટિન ડાર્ક વેબ મોનિટરિંગ દરમિયાન તેમને આ ડેટા મળ્યો હતો. આ ડેટા લીકના કારણે વિશ્વભરના લાખો ઈન્સ્ટાગ્રામ યુઝર્સની પ્રાઇવસી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. લીક થયેલા ડેટામાં ઈન્સ્ટાગ્રામ યુઝર્સના યુઝરનેમ, સંપૂર્ણ નામ, ઈ-મેલ એડ્રેસ, મોબાઇલ નંબર, કેટલાક કિસ્સાઓમાં ફિઝિકલ એડ્રેસ તેમજ અન્ય સંપર્ક વિગતોનો સમાવેશ થાય છે. જો કે, આ ડેટામાં પાસવર્ડ્સ અથવા નાણાકીય માહિતી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમ છતાં, આ પ્રકારની સંવેદનશીલ માહિતીનો દુરુપયોગ થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.

થ્રેટ એક્ટરે બ્રીચફોરમ્સ પર આ ડેટાસેટ પોસ્ટ કર્યો
માલવેરબાઈટ્સે ચેતવણી આપી છે કે આ ડેટાનો ઉપયોગ સાયબર ગુનેગારો દ્વારા ઓળખની ચોરી (Identity Theft), ફિશિંગ કેમ્પેઈન, ખોટા ઈ-મેલ અને SMS મોકલવા તેમજ યુઝર્સના એકાઉન્ટ હાઇજેક કરવા માટે થઈ શકે છે. ખાસ કરીને, ઈન્સ્ટાગ્રામના પાસવર્ડ રીસેટ મિકેનિઝમનો દુરુપયોગ કરીને હેકર્સ યુઝર્સના એકાઉન્ટ્સ પર કબજો મેળવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ડેટા લીક 2024 દરમિયાન ઈન્સ્ટાગ્રામના એક API (Application Programming Interface) લીક સાથે સંકળાયેલો હોઈ શકે છે. 7 જાન્યુઆરીએ ‘સોલોનિક’ નામના એક થ્રેટ એક્ટરે બ્રીચફોરમ્સ પર આ ડેટાસેટ પોસ્ટ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમાં JSON અને TXT ફોર્મેટમાં 1.7 કરોડથી વધુ ઈન્સ્ટાગ્રામ યુઝર્સનો રેકોર્ડ છે. આ ડેટા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે, જેનાથી જોખમ વધુ વધી ગયું છે.

સત્તાવાર પુષ્ટિ કે પ્રતિક્રિયા આપવામાં આવી
સાયબર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, લીક થયેલો ડેટા API રિસ્પોન્સની જેમ સ્ટ્રક્ચર્ડ લાગે છે, જેનાથી સંકેત મળે છે કે આ માહિતી ડેટા સ્ક્રેપિંગ, એક્સપોઝ્ડ API એન્ડપોઈન્ટ અથવા ખોટી રીતે કન્ફિગ્યુર કરાયેલી સિસ્ટમ મારફતે એકત્ર કરાઈ હોઈ શકે છે. ડેટા લીક થયા બાદ અનેક યુઝર્સે ઈન્સ્ટાગ્રામ તરફથી અનિચ્છિત પાસવર્ડ રીસેટ ઈ-મેલ મળ્યાની ફરિયાદ પણ કરી છે. આ સમગ્ર મામલે ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો કે, આ ઘટનાએ ફરી એકવાર ડિજિટલ સુરક્ષા અને યુઝર ડેટાના રક્ષણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતો યુઝર્સને સલાહ આપી રહ્યા છે કે તેઓ તાત્કાલિક પોતાનો પાસવર્ડ બદલે, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન સક્રિય કરે અને કોઈ શંકાસ્પદ લિંક કે સંદેશથી દૂર રહે.

Tags:
Online Fraudઓનલાઈન છેતરપિંડીPhishingફિશિંગIdentity Theft
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026