ટેકનોલોજી

પીએમ યોજના હેઠળ રૂ. 8,000 ના દિવાળી બોનસનો વાયરલ મેસેજ સંપૂર્ણપણે ફેક, એક ક્લિકથી બૅંક ખાતું થઈ જશે ખાલી

12 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
પીએમ યોજના હેઠળ રૂ. 8,000 ના દિવાળી બોનસનો વાયરલ મેસેજ સંપૂર્ણપણે ફેક, એક ક્લિકથી બૅંક ખાતું થઈ જશે ખાલી

Diwali Bonus Message Fraud : તહેવારોની મોસમ શરૂ થતાં જ સાયબર ઠગોએ લોકોને છેતરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી લીધી છે. હાલમાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વડાપ્રધાન યોજના હેઠળ નાગરિકોને રૂ. 8,000 નું દિવાળી બોનસ મળવાનો દાવો કરતો એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગે આ અંગે ગંભીર નોંધ લઈને સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકાર કે સત્તાવાર તંત્ર દ્વારા આવી કોઈ જ યોજના જાહેર કરવામાં આવી નથી. આ પ્રકારના મેસેજ માત્ર સામાન્ય નાગરિકોને આર્થિક ફસાણમાં ફસાવવા માટે ચાઈનીઝ કે અજાણ્યા સાયબર ગઠિયાઓ દ્વારા ફેલાવવામાં આવતું એક મોટું ફિશિંગ સ્કેમ છે.

લિંક પર ક્લિક કરતા જ એપીકે (APK) ફાઈલ દ્વારા હેક થાય છે ફોન
આ ફ્રોડનો ભોગ બનાવનાર ગેંગ મેસેજ સાથે એક આકર્ષક લિંક મોકલે છે. જ્યારે યુઝર લોભ કે લાલચમાં આવીને તે લિંક પર ક્લિક કરે છે, ત્યારે ફોનમાં ગુપ્ત રીતે એક એપીકે (APK) ફાઇલ ડાઉનલોડ થઈ જાય છે. આ ફાઇલ ખુલ્લ્યા બાદ નવું વેબ પેજ ખુલે છે જેમાં અરજી કરવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ યુઝરનું વોટ્સએપ કે ટેલિગ્રામ અકાઉન્ટ અન્ય કોઈ ડિવાઈસ સાથે લિંક થઈને હેક થઈ જવાનું ગંભીર જોખમ ઊભું થાય છે, જેના કારણે ઠગ્સ તમારા નામનો ઉપયોગ કરીને તમારા સ્વજનોને પણ મેસેજ મોકલી શકે છે.

બેંક ખાતાની ખાનગી વિગતો ચોરી ખાતું ખાલી કરવાનું કાવતરું
આ સ્કેમમાં આગળ વધતા બોનસના 8,000 રૂપિયા તમારા ખાતામાં જમા થતા દેખાડવા માટે વધુ એક પ્રોસેસ કરવાનું કહેવામાં આવે છે. જેવું યુઝર આગળ ક્લિક કરે કે તરત જ બીજી કોઈ ફેક લિંક કે એપ્લિકેશન ખુલે છે અને બેંકિંગ ક્રેડેન્શિયલ્સ (યુઝરનેમ, પાસવર્ડ, યુપીઆઈ પિન કે ઓટીપી) હેકર્સના હાથમાં પહોંચી જાય છે. આ માહિતી મળતાં જ સાયબર ગુનેગારો ક્ષણવારમાં બેંક ખાતામાંથી આખી રકમ સેરવી લે છે. ખાસ કરીને તહેવારોના સમયમાં નાણાકીય જરૂરિયાત ધરાવતા કે અજાણ્યા વર્ગને આર્થિક લાલચ આપીને ફસાવવાનું આ એક સુવ્યવસ્થિત કાવતરું છે.

સાયબર ઠગાઈથી બચવા માટે કઈ કઈ બાબતોનું રાખશો ધ્યાન?
સરકાર કે કોઈ અધિકૃત એજન્સી ક્યારેય પણ આવા સોશિયલ મીડિયા મેસેજ દ્વારા કે લિંક મોકલીને નાણાકીય સહાય કે બોનસ આપતી નથી. જો તમારે કોઈ સરકારી યોજનાની માહિતી જોઈતી હોય તો હંમેશાં તેની સત્તાવાર વેબસાઇટ પર જઈને જ તપાસ કરવી જોઈએ. કોઈપણ અજાણી અથવા શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. જો અજાણતાં ભૂલથી આવી કોઈ લિંક ખુલી જાય કે એપીકે ફાઇલ ડાઉનલોડ થઈ જાય, તો તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરવો અથવા પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જેથી સમયસર નાણાં સુરક્ષિત થઈ શકે.

Tags:
ઇન્ટરનેટ સુરક્ષાસરકારી યોજના ફ્રોડનાણાકીય સુરક્ષાસુરક્ષિત રહોસાવચેત રહો
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026