ટેકનોલોજી

ઘરે બેઠા WhatsApp પર ચેક કરો પોતાનું PF બેલેન્સ અને ડાઉનલોડ કરો પાસબુક, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

18 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
ઘરે બેઠા WhatsApp પર ચેક કરો પોતાનું PF બેલેન્સ અને ડાઉનલોડ કરો પાસબુક, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

How to check PF balance on WhatsApp: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ હાલમાં જ WhatsApp આધારિત સર્વિસ લોન્ચ કરી છે. આ લેટેસ્ટ અપડેટ સાથે મેમ્બર્સ હવે પોતાના ફોન પર જ સરળતાથી PF ની જાણકારી મેળવી શકે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા વિભાગ તેમજ રમત-ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 74માં EPFO ફાઉન્ડેશન ડે ના દિવસે આ નવી સર્વિસ શરૂ કરી છે. આ નવી સુવિધા PF સબ્સ્ક્રાઇબર્સને સીધું જ WhatsApp દ્વારા પોતાનું EPF બેલેન્સ ચેક કરવું, છેલ્લાં ટ્રાન્ઝેક્શન જોવા અને પાસબુક ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે.

EPFO ની WhatsApp સેવાઓ

ડેડિકેટેડ EPFO WhatsApp નંબર +91 87964 41800 છે અને તેનો ઉપયોગ EPF એકાઉન્ટમાં હાજર બેલેન્સ જોવા, છેલ્લાં પાંચ ટ્રાન્ઝેક્શન ચેક કરવા અને EPF પાસબુક ડાઉનલોડ કરવા જેવી સર્વિસનો ઉપયોગ કરી શકો છો. આ સર્વિસ હિન્દી, મરાઠી, તમિળ, તેલુગુ, બંગાળી, ગુજરાતી તેમજ ઉર્દૂ જેવી ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. તેના માટે મેમ્બર યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) થી લિંક્ડ મોબાઇલ નંબર દ્વારા OTP વેરિફિકેશનની જરૂર પડશે. EPFO એ એક QR કોડ પણ લોન્ચ કર્યો છે, જેને મેમ્બર્સ ઓફિશિયલ WhatsApp એકાઉન્ટ સાથે ચેટ શરૂ કરવા માટે સ્કેન કરી શકાય છે.

WhatsApp પર EPF બેલેન્સ ચેક કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસઃ

  1. તમારા ફોનના કોન્ટેક્ટ્સમાં EPFO WhatsApp નંબર +91 8796441800 સેવ કરો.

  2. WhatsApp ખોલો અને EPFO કોન્ટેક્ટ સાથે ચેટ શરૂ કરો.

  3. 'Hi' મોકલો.

  4. ઓફિશિયલ EPFO WhatsApp એકાઉન્ટ એક વેલકમ મેસેજ સાથે જવાબ આપશે.

  5. પોતાની ભાષા પસંદ કરો.

  6. આપેલા મેન્યૂને બ્રાઉઝ કરો અને પોતાના લેટેસ્ટ EPF એકાઉન્ટ બેલેન્સ જાણવા માટે Check Balance સિલેક્ટ કરો.

  7. પોતાનું PF એકાઉન્ટ સિલેક્ટ કરો.

  8. જો તમારા UAN થી એક વધુ મેમ્બર ID અથવા પ્રોવિડન્ટ ફન્ડ એકાઉન્ટ લિંક્ડ છે, તો તમારૂ બેલેન્સ જોવા માટે સંબંધિત એકાઉન્ટ સિલેક્ટ કરવાનું રહેશે.

  9. વેરિફિકેશન પ્રોસેસ પૂરી થયા બાદ, માંગવામાં આવેલી PF બેલેન્સની ડિટેલ WhatsApp ચેટમાં જોવા મળશે. બેલેન્સ સાથે ત્રણ ઓપ્શન દેખાશેઃ Download Passbook, Change Member ID અને Return to Main Menu.

  10. અહીંથી તમે સંબંધિત પાસબુક PDF એક્સેસ કરવા માટે Download Passbook પર ટેપ કરી શકો છો.

WhatsApp પર છેલ્લાં 5 EPF ટ્રાન્ઝેક્શન કેવી રીતે ચેક કરવું?

  • છેલ્લાં 5 EPF ટ્રાન્ઝેક્શન જોવા માટે EPF મેમ્બર્સ EPFO નંબર સાથે ચેટ શરૂ કરી શકે છે અને સર્વિસ મેન્યૂમાંથી Last 5 Transactions ઓપ્શન પસંદ કરી શકે છે. OTP વેરિફિકેશન પૂરૂ કર્યા બાદ, તાજેતરની ટ્રાન્ઝેક્શન ડિટેલ જોવા માટે સંબંઘિક PF એકાઉન્ટ પસંદ કરો.

  • જે મેમ્બર્સ પાસે એકથી વધુ UAN અથવા મેમ્બર ID છે, તેની યોગ્ય જાણકારી કાઢવા માટે પ્રોસેસની અલગ-અલગ સ્ટેજ પર યોગ્ય એકાઉન્ટ સિલેક્ટ કરવાની જરૂર પડી શકે છે.

Tags:
utility news Gujaratiemployee provident fund balance checkEPF passbook download onlinestep by step PF balance check WhatsAppcheck PF balance without UAN password
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026