Apple and Google: Apple અને Google વચ્ચેની નવી ડીલે ટેક જગતમાં હલચલ મચાવી દીધી છે. iPhoneમાં Siri, Googleના Gemini AI સાથે વધુ સ્માર્ટ બનવાની તૈયારીમાં છે. પરંતુ આ અપડેટ જેટલું મહત્વપૂર્ણ છે, તે યુઝરની પ્રાઇવસી અંગે ચિંતા વધારે છે. જ્યારે Apple તેની મજબૂત પ્રાઈવસી પોલિસી માટે જાણીતું છે, તે Googleનું AI ડેટા પર ટ્રેનિંગ પામેલ છે. પ્રશ્ન એ છે કે શું Siri સાથેની વાતચીત Googleને ટ્રાન્સમિટ કરવામાં આવશે. Google અને Apple બંનેએ આ મુદ્દા પર માહિતી જાહેર કરી છે.
Apple અને Googleની AI ડીલ શું છે?
Appleએ Google સાથે મલ્ટી-ઈયર AI પાર્ટનરશિપ કરી છે, જે હેઠળ Gemini ટેકનોલોજીને Apple Intelligenceમાં ઇન્ટીગ્રેટેડ કરવામાં આવશે. આની સૌથી મોટી અસર Siri પર પડશે, જે છેલ્લા બે વર્ષથી એડવાંન્સ વર્જન મારે તૈયાર થઈ રહ્યું છે. Gemini હવે Siriના જવાબો અને સમજને વધુ સ્માર્ટ બનાવશે. Appleનો હેતુ આઇફોનના AI ફીચર્સ વધુ શક્તિશાળી બનાવવાનો છે. જોકે, Googleનું નામ જોડાવા સાથે જ પ્રાઈવસીની ચિંતાઓ ઉભી થવા લાગી છે.
પ્રાઈવસી પર વિવાદ શા માટે ઉભો થયો?
Apple સામાન્ય રીતે ડિવાઇસની બહાર યુઝર ડેટા મોકલતું નથી, ઓન-ડિવાઇસ પ્રોસેસિંગને પ્રાથમિકતા આપે છે. Google વેબ ડેટા અને યુઝર ઇન્ટરેક્શનનો ઉપયોગ કરીને તેના Gemini જેવા AI મોડેલ્સને તાલીમ આપે છે. Gemini ચેટ્સ ડિફોલ્ટ રૂપે 18 મહિના માટે સાચવવામાં આવે છે અને તેનો ઉપયોગ મોડેલને સુધારવા માટે કરી શકાય છે. આનાથી ડર છે કે Siri વાતચીતો Googleના સર્વર સુધી પહોંચી રહી છે, જે યુઝર્સ માટે એક મોટી ચિંતા બની ગઈ છે.
પ્રાઈવસી પર Appleએ શું કહ્યું?
Apple અને Googleની સંયુક્ત જાહેરાતમાં જણાવાયું છે કે Apple Intelligence ફક્ત Apple ડિવાઇસ અને ખાનગી ક્લાઉડ કમ્પ્યુટિંગ પર ચાલશે, જ્યારે કંપનીની ઇન્ડસ્ટ્રી-લીડીંગ પ્રાઈવસી જાળવી રાખશે. આનો અર્થ એ થયો કે Siri સંબંધિત ડેટા Appleના નિયંત્રણ હેઠળ રહેશે. એવું માનવામાં આવે છે કે ગૂગલ Apple માટે કસ્ટમ Gemini મોડેલ વિકસાવશે. આ મોડેલ ફોન પર અથવા Appleના ખાનગી સર્વર પર ચાલશે, જે ગૂગલને ડેટાને સીધો ઍક્સેસ કરવાથી અટકાવશે.
સોદો ટેક ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો મુખ્ય વિષય
Appleએ હજુ સુધી તેના ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સંપૂર્ણ વિગતો શેર કરી નથી. એવું માનવામાં આવે છે કે આ વર્ષે ઓગસ્ટમાં એડવાન્સ્ડ Siriના લોન્ચ સમયે વિગતો આપવામાં આવશે. ત્યારબાદ, Gemini અને Apple Intelligence કેવી રીતે સાથે કામ કરશે તે સ્પષ્ટ થશે. જો Appleના દાવા સાચા સાબિત થાય છે, તો યુઝર્સ પ્રાઈવસીનો ભોગ આપ્યા વિના સુધારેલ AI પ્રાપ્ત કરશે. ત્યાં સુધી, આ સોદો ટેક ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો મુખ્ય વિષય રહેશે.








