ByteDance AI phone: TikTokની પેરેન્ટ કંપનીએ 'AI ફોન' અનાવરણ કરી દીધો છે. આ AI ફોન એવું કામ કરે છે જેમ કોઈ માનવી મોબાઇલ ચલાવી રહ્યો હોય, તે પણ હાથ લગાવ્યા વગર. તેનો એક ડેમો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ સામાન્ય વોઈસ અસિસ્ટન્ટથી એકદમ જુદો છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
સ્માર્ટફોન કરશે માનવી જેવુ કાર્ય!
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર ચેટિંગ સુધી સીમિત નથી. TikTokની પેરેન્ટ કંપની ByteDanceએ તાજેતરમાં 'AI ફોન' રજૂ કર્યો છે, જે હજી પ્રોટોટાઇપ છે. આ સ્માર્ટફોન માનવી જેવું કામ કરવાની નજીક પહોંચી ગયો છે, જેને ઘણા લોકો ખતરનાક પણ કહી રહ્યા છે.
Doubao AI એજન્ટ તૈયાર
ByteDanceએ પોતાનો Doubao AI એજન્ટ તૈયાર કર્યો છે, જે યૂઝરની મોબાઇલ સ્ક્રીન જોઈ પણ શકે છે અને તેને કંટ્રોલ પણ કરી શકે છે. આ એજન્ટ એપ્સ ઓપન કરી શકે છે અને યૂઝર્સ માટે ઓર્ડર પણ કરી શકે છે, તે પણ કોઈ માનવીય ટેક્નિકલ ટચ વગર. AI ફોનથી કોલ્સ, મેસેજ વગેરે પણ કરી શકાશે. એટલું જ નહિ, AI ફોનથી ટિકિટ બુકિંગ પણ કરી શકાય છે. આ બધું એક સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી લાગણી આપે છે.
કેવી રીતે કામ કરશે? વાયરલ થયો વીડિયો
શેનઝેનના બિઝનેસમેન ટેલર ઓગનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ AI ફોનનો ડેમો બતાવે છે. તેઓ AI ફોનને વોઈસ કમાન્ડ આપે છે, અને ત્યારબાદ સ્માર્ટફોન પોતે જ કાર્ય પૂર્ણ કરે છે. વીડિયો સાથે ઘણા લોકોએ ચિંતા પણ વ્યક્ત કરી છે.
AI ફોન્સના ફીચર્સમાં ઘટાડો કરવામાં આવશે
રિપોર્ટ્સ મુજબ ByteDance ટૂંક સમયમાં AI ફોનના કેટલાક ફીચર્સ ઘટાડશે, જેથી તે સંવેદનશીલ ડેટા સુધી પહોંચી ન શકે. જોકે તેને કોમર્શિયલ રીતે ક્યારે લોન્ચ કરાશે તેની માહિતી હાલમાં જાહેર કરાઈ નથી.
અહીં જુઓ વાયરલ વીડિયો
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, ByteDanceએ તૈયાર કરેલ AI સિસ્ટમ હાલમાં ZTEની Nubia બ્રાન્ડમાં ઇન્સ્ટોલ કરાયું છે. તે કસ્ટમાઈઝ્ડ એન્ડ્રોઈડ વર્ઝન પર ચાલે છે અને ByteDanceનો ઇન-હાઉસ લાર્જ લેંગ્વેજ મોડલ ઇકોસિસ્ટમ Doubaoને તેમાં સામેલ કરવામાં આવ્યું છે.
Siri, Alexa જેવા વોઈસ અસિસ્ટન્ટથી જુદો
આ AI ફોન હકીકતમાં સામાન્ય વોઈસ અસિસ્ટન્ટથી અલગ છે. Siri, Alexa અથવા Google Assistantમાં કોઈ એપ વોઈસ કમાન્ડથી માત્ર એક્ટિવેટ થાય છે અને તે સીમિત ફીચર્સ જ ઍક્સેસ કરી શકે છે, પરંતુ AI ફોનમાં વોઈસ કમાન્ડ પછી મોબાઇલ એવા કામ કરે છે, જાણે કોઈ માનવી મોબાઇલ ચલાવી રહ્યો હોય.








