ટેકનોલોજી

સોફ્ટવેર એન્જિનિયરની વાયરલ પોસ્ટથી વિશ્વ હેરાન, 'ક્લોડ કોડ'ના કારણે ડેવલોપર્સ હવે કોડ સમજવાનું પણ ભૂલી રહ્યા છે

24 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
સોફ્ટવેર એન્જિનિયરની વાયરલ પોસ્ટથી વિશ્વ હેરાન, 'ક્લોડ કોડ'ના કારણે ડેવલોપર્સ હવે કોડ સમજવાનું પણ ભૂલી રહ્યા છે

AI Coding Software Engineer Viral Post: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIનો પ્રાથમિક હેતુ સોફ્ટવેર એન્જિનિયરોનું કામ સરળ બનાવવાનો અને તેમની ઉત્પાદકતા વધારવાનો હતો. વર્તમાન સમયમાં કોડ લખવાથી લઈને ટેસ્ટિંગ, પ્રોડક્ટ ડોક્યુમેન્ટેશન અને ટિકિટ રિઝોલ્યુશન સુધીના દરેક તબક્કે AI મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ટેક કંપનીઓનો દાવો રહ્યો છે કે નિયમિત અને પુનરાવર્તિત કામ AI સંભાળી લેશે, જેનાથી એન્જિનિયરો પાસે સર્જનાત્મક અને માનવ તર્કની જરૂર હોય તેવા જટિલ કાર્યો માટે વધુ સમય બચશે.

એન્જિનિયરોની નવી ચિંતા અને 'X' પર વાયરલ થયેલી પોસ્ટ
જોકે, હવે સિક્કાની બીજી બાજુ સામે આવી રહી છે અને ઘણા ડેવલપર્સને ડર સતાવી રહ્યો છે કે વાસ્તવિકતા આ દાવાઓથી બિલકુલ અલગ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર 'voxium' નામના એક સોફ્ટવેર એન્જિનિયરે એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે એક મોટી કંપનીમાં કામ શરૂ કર્યાના થોડા જ દિવસોમાં તેમને જાણવા મળ્યું કે એન્થ્રોપિકના AI ટૂલ 'ક્લોડ કોડ' દ્વારા તમામ સ્પેક્સ, કોડ, ટેસ્ટ્સ અને રીપોર્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. ડેવલપર્સ હવે પ્રોબ્લેમ સોલ્વિંગ કે સિસ્ટમ આર્કિટેક્ચર સમજવાને બદલે માત્ર AIને કમાન્ડ આપીને આઉટપુટ આગળ મોકલી રહ્યા છે.

શ્રીધર વેમ્બુ અને એલોન મસ્કની તીખી પ્રતિક્રિયા
જોહો (Zoho) ના સહ-સ્થાપક શ્રીધર વેમ્બુએ આ વાયરલ પોસ્ટ પર ચિંતા વ્યક્ત કરતા તેને અત્યંત દૂખદ સ્થિતિ ગણાવી છે. તેમણે ટેક ઉદ્યોગની તુલના એક ફાસ્ટ કાર સાથે કરતા કહ્યું કે, આપણે એવી લક્ઝરી કાર ખૂબ જ ઝડપથી ચલાવી રહ્યા છીએ જે ચલાવવાનું આપણે ભાગ્યે જ જાણીએ છીએ, જે કોઈ મોટા અકસ્માતને નોતરું આપી શકે છે. તેમણે એન્જિનિયરોને AIનો ઉપયોગ કરવાની સાથે પોતાની બુદ્ધિ અને સમજશક્તિ AIને સમર્પિત ન કરવા સલાહ આપી હતી. આ ચર્ચામાં ટેક અબજોપતિ એલોન મસ્કે પણ 'Yikes' (ડરાવનું/ચિંતાજનક) લખીને પોતાની સહમતી દર્શાવી હતી.

સોફ્ટવેર ક્ષેત્રે 'ક્લોડ કોડ' જેવા AI એજન્ટ્સનો વધતો પ્રભાવ
એન્થ્રોપિક દ્વારા રજૂ કરવામાં આવેલું 'ક્લોડ કોડ' (Claude Code) જેવા આધુનિક ટૂલ્સ જટિલ સોફ્ટવેર ડેવલપમેન્ટ ટાસ્ક આપોઆપ પૂર્ણ કરવામાં સક્ષમ છે. કમાન્ડ લાઈન ઈન્ટરફેસ (CLI) પર કામ કરતા આ એજન્ટ્સ સમગ્ર કોડબેઝને સમજીને બગ્સ ફિક્સ કરી શકે છે અને નવી સુવિધાઓ ઉમેરી શકે છે. આનાથી કોડિંગની ઝડપ ચોક્કસ વધી રહી છે, પરંતુ માનવીય મોનિટરિંગ અને કોડિંગ આર્કિટેક્ચરની ઊંડી સમજ વિના પ્રોડક્શન લેવલના સોફ્ટવેરમાં સુરક્ષા અને કામગીરી સંબંધિત ગંભીર જોખમો ઊભા થઈ શકે છે.

Tags:
#ViralTech#ClaudeCode#AI#TechNewsGujarati#DeveloperSkills
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026