5kW Solar System: જો તમે ઘરની છત પર સોલર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, તો 5kWનું સોલર સિસ્ટમ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. 5kW સિસ્ટમથી એક સામાન્ય 3BHK ઘરના અનેક મોટા ઇલેક્ટ્રિક ઉપકરણો ચલાવી શકાય છે. સાથે જ સોલર એનર્જીથી વીજળીના બિલમાં દર મહિને સારી એવી બચત કરી શકાય છે. કેન્દ્ર સરકારની PM Surya Ghar યોજના અને કેટલીક રાજ્ય સરકારોની સબસિડીને કારણે સોલર સિસ્ટમ લગાવવાનો ખર્ચ પણ ઘટી શકે છે.
5kW સોલર સિસ્ટમનો કેટલો ખર્ચ થશે?
ઘરની છત પર 5kWનું સોલર સિસ્ટમ લગાવવા માટે સામાન્ય રીતે આશરે ₹2.5 લાખથી ₹3.5 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે. જો, કે આ ખર્ચ સોલર પેનલની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. તેમાં પેનલ ઉપરાંત DCDB, ACDB, વાયર, અર્થિંગ સહિતના જરૂરી કમ્પોનન્ટ્સનો ખર્ચ પણ સામેલ હોય છે. જો તમે બેટરી બેકઅપ ઇચ્છતા હોવ તો તેનો ખર્ચ અલગથી થશે અને કુલ ખર્ચ આશરે ₹4 લાખથી ₹5 લાખ સુધી પહોંચી શકે છે.
5kW સોલર પર કેટલો લોડ ચલાવી શકાય?
5kW સોલર સિસ્ટમથી 1.5 ટનના બે ઇન્વર્ટર AC ઉપરાંત ગીઝર, પાણીની મોટર, વોશિંગ મશીન, ફ્રિજ અને ઇન્ડક્શન જેવા ઘરેલુ ઉપકરણો ચલાવી શકાય છે. સામાન્ય રીતે 5kWનું સોલર સિસ્ટમ દર મહિને આશરે 400થી 500 યુનિટ સુધી વીજળી જનરેટ કરી શકે છે. વાસ્તવિક ઉત્પાદન સૂર્યપ્રકાશ, હવામાન અને સિસ્ટમની કામગીરી પર આધાર રાખે છે.
સરકાર કેટલી સબસિડી આપે છે?
PM Surya Ghar-મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ માટે કેન્દ્ર સરકાર સબસિડી આપે છે. યોજના મુજબ 1kW સિસ્ટમ પર આશરે ₹30,000, 2kW પર ₹60,000 અને 3kW કે તેનાથી વધુ સિસ્ટમ પર મહત્તમ ₹78,000 સુધીની સબસિડી મળી શકે છે. કેટલીક રાજ્ય સરકારો પણ વધારાની સબસિડી આપે છે. સબસિડી મેળવવા માટે નવી ALMM એટલે કે Approved List of Models and Manufacturers હેઠળના યોગ્ય પેનલનો ઉપયોગ કરવાની જરૂરિયાત હોઈ શકે છે. આ ઉપરાંત, PM Surya Ghar યોજનાનો હેતુ ઘરોને રૂફટોપ સોલર દ્વારા વીજળીના ખર્ચમાં રાહત આપવાનો છે. 5kW સિસ્ટમ લગાવવાથી સબસિડી બાદ તમારો વાસ્તવિક ખર્ચ ઘટી શકે છે અને સોલરથી ઉત્પન્ન થતી વીજળીના આધારે દર મહિને વીજળીના બિલમાં નોંધપાત્ર બચત થઈ શકે છે.








