સ્પોર્ટ્સ

વૈભવ સૂર્યવંશીથી પણ નાની ઉંમરે જાપાની બાળકે રચ્યો ઈતિહાસ, એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો

26 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
વૈભવ સૂર્યવંશીથી પણ નાની ઉંમરે જાપાની બાળકે રચ્યો ઈતિહાસ, એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો

Yuki Kurihara, Asian Games Esports Gold: એશિયન ગેમ્સમાં એક 11 વર્ષના ખેલાડીએ એવો અદ્ભુત કારનામો કરી બતાવ્યો છે, જેણે સમગ્ર રમત જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. જાપાનના પ્રાઈમરી સ્કૂલના વિદ્યાર્થી યુકી કુરીહારાએ ઈ-સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ જીતીને નવો ઈતિહાસ રચી દીધો છે. ખાસ વાત એ છે કે યુકી ભારતના ઉભરતા અને ચર્ચિત બેટર વૈભવ સૂર્યવંશી કરતા પણ નાની ઉંમરનો છે.

ફાઈનલ અને સેમીફાઈનલમાં એકચક્રી શાસન
યુકીએ ઈ-સ્પોર્ટ્સના પ્રખ્યાત 'પુયો પુયો ચેમ્પિયન્સ' ગેમના ફાઈનલ મુકાબલામાં દક્ષિણ કોરિયાના કાંગ ડોંગશિનને 10-2ની સરસાઈથી માત આપી હતી. આ અગાઉ સેમીફાઈનલમાં પણ તેણે પોતાનાથી ઘણી મોટી ઉંમરના અને થાઈલેન્ડના 28 વર્ષીય અનુભવી ખેલાડી તનારૂક વોંગકિતિકુનને 10-1થી ધૂળ ચાટતી કરી દીધી હતી.

બાળપણથી જ ગેમિંગનો અનોખો ક્રેઝ
યુકીને ખાવામાં ઈલ (Eel) નામની માછલી ખૂબ પસંદ છે અને તે પોતાના કિન્ડરગાર્ટનના દિવસોથી જ આ રમતમાં સક્રિય થઈ ગયો હતો. જાપાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે દરરોજ લગભગ 8 કલાક જેટલું આકરું ઈ-સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેશન લે છે અને સાથે જ પોતાની સ્કૂલના અભ્યાસ પર પણ પૂરેપૂરું ધ્યાન આપે છે.

એશિયન ગેમ્સના ઈતિહાસનો સૌથી યુવા ગોલ્ડ મેડાલિસ્ટ
યુકીને એશિયન ગેમ્સના ઐતિહાસિક સફરમાં અત્યાર સુધીનો સૌથી ઓછી ઉંમરનો ગોલ્ડ મેડલ વિજેતા માનવામાં આવી રહ્યો છે. વર્ષ 1951માં નવી દિલ્હીથી શરૂ થયેલી એશિયન ગેમ્સમાં જોકે સત્તાવાર રીતે સૌથી નાના વિજેતાઓનો કોઈ પબ્લિક રેકોર્ડ ઉપલબ્ધ નથી, પરંતુ યુકીની આ સિદ્ધિ અપ્રતિમ છે.

ગોલ્ડ મેડલ જોઈને વ્યક્ત કરી માસૂમ ખુશી
ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ 11 વર્ષના યુકીએ પોતાની ખુશી અત્યંત માસૂમ અંદાજમાં રજૂ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ગોલ્ડ મેડલ ખૂબ જ સુંદર, ચમકદાર અને વજનદાર છે. આ સાથે જ ગોલ્ડ મેડલ સાથે મળેલું ગોલ્ડન કલરનું સોફ્ટ પ્લશ ટોય પણ તેને ખૂબ જ પસંદ આવ્યું હતું.

એશિયન ગેમ્સમાં ઈ-સ્પોર્ટ્સનો વધતો ક્રેઝ
એશિયન ગેમ્સમાં ઈ-સ્પોર્ટ્સનો સમાવેશ અગાઉ ચીનના હાંગઝોઉમાં રમાયેલી સ્પર્ધામાં કરવામાં આવ્યો હતો. તે સમયે જ તેની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે મેચની ટિકિટો લોટરી સિસ્ટમ દ્વારા વેચવી પડી હતી. જાપાનમાં પણ હાલના સમયે ઈ-સ્પોર્ટ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે.

એશિયન રમતોમાં નાની વયના ખેલાડીઓનો દબદબો
હાલની એશિયન ગેમ્સમાં પણ યુવા ખેલાડીઓનું સુંદર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. હોંગકોંગનો 12 વર્ષનો કમુસ વોંગ સ્કેટબોર્ડિંગમાં ભાગ લઈ રહ્યો છે, તો ચીનની 13 વર્ષીય યુ જીદીએ સ્વિમિંગમાં એકસાથે ત્રણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે.

નાની વયે વૈશ્વિક મંચ પર ચમકેલા સ્ટાર્સ
અગાઉ વર્ષ 2018ની જર્કાતા એશિયન ગેમ્સમાં ઈન્ડોનેશિયાની બુંગા ન્યામસે માત્ર 12 વર્ષની ઉંમરે મહિલા સ્કેટબોર્ડિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ચીનની કુઈ ચેનશીએ 13 વર્ષની વયે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં મહિલા સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને સન્સેશન મચાવ્યું હતું.

Tags:
યુવાપ્રતિભાAsianChampionએશિયનચેમ્પિયનViralNewsવાયરલન્યૂઝ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026