સ્પોર્ટ્સ

પાકિસ્તાની નકવીની ફરી ફજેતી! એશિયા કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ફરી ટ્રોફી સ્વીકારવાનો કર્યો ઇનકાર

14 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
પાકિસ્તાની નકવીની ફરી ફજેતી! એશિયા કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ફરી ટ્રોફી સ્વીકારવાનો કર્યો ઇનકાર

Women's Asia Cup Final Controversy: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દુબઈમાં રમાયેલી ફાઇનલમાં શ્રીલંકાને 72 રને હરાવીને મહિલા એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. જોકે મેચ બાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમનીમાં મોટો વિવાદ સર્જાયો હતો. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને પાકિસ્તાન સરકારના મંત્રી મોહસિન નકવીના હાથે ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

ભારતના વલણથી પ્રેઝન્ટેશન સેરેમની અધૂરી રહી
મેચમાં જીત બાદ ભારતીય ટીમના વલણને કારણે મોહસિન નકવી માત્ર શ્રીલંકાની રનર-અપ ટીમને ચેક આપીને સ્ટેજ પરથી નીકળી ગયા હતા. પરિણામે ભારતીય ટીમને ટ્રોફી એનાયત કર્યા વિના જ પ્રેઝન્ટેશન સેરેમની પૂર્ણ થઈ હતી. ભારતીય ટીમના મુખ્ય કોચ અમોલ મજુમદારે જણાવ્યું હતું કે ટીમ BCCIના નિર્ણય સાથે સંપૂર્ણપણે છે અને તેમના માટે ચેમ્પિયન બનવું જ સૌથી મહત્ત્વનું છે.

BCCIએ નકવીને આપ્યા હતા બે વિકલ્પ
BCCIના સચિવ દેવાજીત સૈકિયાના જણાવ્યા મુજબ, ભારતીય ટીમ શરૂઆતથી જ મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવા માંગતી નહોતી. વિવાદ ટાળવા માટે BCCI તરફથી બે વિકલ્પ સૂચવવામાં આવ્યા હતા. પ્રથમ વિકલ્પ તરીકે ACCના ઉપાધ્યક્ષ ખાલિદ અલ ઝરૂની ભારતીય ટીમને ટ્રોફી આપે અને બીજા વિકલ્પ તરીકે તાજેતરની પરંપરા મુજબ વિજેતા દેશના ક્રિકેટ બોર્ડનો પ્રતિનિધિ પોતાની ટીમને ટ્રોફી આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો, કે સૈકિયાના જણાવ્યા મુજબ, મોહસિન નકવીએ બંને વિકલ્પો સ્વીકાર્યા નહોતા અને પોતે જ ટ્રોફી આપવાનો આગ્રહ રાખ્યો હતો. આ કારણે પ્રેઝન્ટેશન સેરેમનીમાં ગતિરોધ સર્જાયો અને અંતે ભારતીય ટીમ ટ્રોફી લીધા વિના જ રહી હતી.

પુરુષ એશિયા કપમાં પણ બની હતી આવી ઘટના
ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા રાજકીય સંબંધોની અસર ક્રિકેટના મેદાન બહાર પણ જોવા મળી રહી છે. સપ્ટેમ્બર 2025માં યોજાયેલી પુરુષ એશિયા કપની ફાઇનલ બાદ પણ ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તે સમયે પણ નકવી પોતાની ભૂમિકા પર અડગ રહ્યા હતા અને ભારતીય ટીમને ટ્રોફી આપ્યા વિના જ જતા રહ્યા હતા. હવે મહિલા એશિયા કપની ફાઇનલમાં ફરી આવી જ સ્થિતિ સર્જાતા આ વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે.

Tags:
#TrendingNews#IndiaPakistan#AsiaCupFinal#SportsNewsGujarat#ACC
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026