સ્પોર્ટ્સ

'ગિલની સદી થાય તો લોકો મને ટોણા મારે', વેંકટેશ અય્યરે વ્યક્ત કરી નારાજગી

6 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
'ગિલની સદી થાય તો લોકો મને ટોણા મારે', વેંકટેશ અય્યરે વ્યક્ત કરી નારાજગી

Venkatesh Iyer Opens Up On KKR Trolling: ભારતીય ઓલરાઉન્ડર વેંકટેશ ઐય્યરે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સાથેના પોતાના જૂના અનુભવને યાદ કરતાં મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે શુભમન ગિલને KKRમાંથી રિલીઝ કરવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેને લાંબા સમય સુધી ટ્રોલિંગ અને નફરતનો સામનો કરવો પડ્યો હતો. ગિલ જ્યારે પણ સદી ફટકારે છે, ત્યારે કેટલાક KKR સમર્થકો વેંકટેશને નિશાન બનાવી ટોણા મારવાનું શરૂ કરી દે છે. આ સિલસિલો છેલ્લા કેટલાક વર્ષોથી ચાલુ છે.

શુભમન ગિલની સદી બાદ KKR ફેન્સ કરે છે ટ્રોલ
ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાના પોડકાસ્ટમાં વેંકટેશ ઐય્યરે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું કે શુભમન ગિલના સારા પ્રદર્શન બાદ પણ KKRના કેટલાક ચાહકો તેને નિશાન બનાવે છે. વેંકટેશે કહ્યું, "મારે લાંબા સમય સુધી ઘણી નફરત સહન કરવી પડી છે. આજે પણ જ્યારે શુભમન ગિલ સદી ફટકારે છે, ત્યારે KKRના ઓફિશિયલ પેજ પર લોકો કમેન્ટ કરે છે કે 'સોનાની શોધમાં આપણે હીરો ગુમાવી દીધો'."

IPL 2022માં ગિલને રિલીઝ કરવાનો નિર્ણય બન્યો ચર્ચાનો વિષય
IPL 2022 પહેલાં કોલકાતા નાઇટ રાઇડર્સે શુભમન ગિલને પોતાની ટીમમાંથી રિલીઝ કરી દીધો હતો. ત્યારબાદ નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે ગિલને ₹8 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આગળ જતાં ગિલે ગુજરાત ટાઇટન્સની કમાન સંભાળી અને પોતાની શાનદાર બેટિંગથી સતત પ્રભાવિત કર્યા. જોકે, KKRના કેટલાક ચાહકો ફ્રેન્ચાઇઝીના ગિલને રિલીઝ કરવાના નિર્ણય માટે વેંકટેશ ઐય્યરને જવાબદાર માનવા લાગ્યા હતા. તેના કારણે વેંકટેશને સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરવો પડ્યો હતો. વેંકટેશે IPL 2026ની હરાજી પહેલાં KKR દ્વારા પોતાને રિલીઝ કરવાના અનુભવ વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે ટીમના સહ-માલિક શાહરૂખ ખાનને પણ મળ્યો હતો અને નિર્ણય બદલાય તેવી આશા રાખતો હતો.

RCBમાં મળ્યો નવો અનુભવ, ચાહકોના જુસ્સાથી પ્રભાવિત
IPL 2026ની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ વેંકટેશ ઐય્યરને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. નવી ફ્રેન્ચાઇઝી સાથેના અનુભવ વિશે વાત કરતાં તેણે બેંગલુરુના ચાહકોના અનોખા ઉત્સાહનો ઉલ્લેખ કર્યો હતો. વેંકટેશે કહ્યું, "તમે વિશ્વાસ નહીં કરો, પરંતુ મેં મેચ પહેલાં લોકોને RCBની જર્સીની પૂજા કરતાં જોયા છે. ચાહકોનો ઉત્સાહ એક અલગ જ સ્તર પર છે."

IPL 2026માં વેંકટેશનું પ્રદર્શન
સિઝનની શરૂઆતની મેચોમાં વેંકટેશને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું અને તેને બેન્ચ પર બેસવું પડ્યું હતું. જોકે, બાદમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે તેને તક મળી હતી. એક મેચમાં તેણે માત્ર 15 બોલમાં અણનમ 29 રન બનાવ્યા હતા અને ટીમનો સ્કોર 201/8 સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ત્યારબાદ પંજાબ કિંગ્સ (PBKS) સામે તેણે 40 બોલમાં અણનમ 73 રનની મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી. સમગ્ર સિઝનમાં વેંકટેશે 7 મેચમાં 52.25ની સરેરાશથી કુલ 209 રન બનાવ્યા હતા. તેના આ પ્રદર્શને RCBના સતત બીજા ખિતાબી વિજયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

Tags:
ગુજરાતવંદનવેંકટેશ ઐય્યરનો ખુલાસોક્રિકેટ સમાચારKKR ફેન્સKKR ટ્રોલિંગ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026