સ્પોર્ટ્સ

28 છગ્ગા, 7 ચોગ્ગા... વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બૉલમાં ફટકારી બેવડી સદી

24 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
28 છગ્ગા, 7 ચોગ્ગા... વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બૉલમાં ફટકારી બેવડી સદી

Vaibhav Suryavanshi fastest List A double century: ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026માં મંગળવારે (24 નવેમ્બર) ઈન્ડિયા-એ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે રમાયેલી મેચમાં 15 વર્ષના યુવા બેટર વૈભવ સૂર્યવંશી એ બેટથી તબાહી મચાવી દીધી હતી. દોહાના 'યુનિવર્સિટી ઓફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્રિકેટ ગ્રાઉન્ડ' ખાતે રમાયેલી આ મેચમાં 'બેબી બૉસ' તરીકે જાણીતા વૈભવ સૂર્યવંશીએ માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારીને લિસ્ટ-એ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદીનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

52 બૉલમાં ફટકારી બેવડી સદી

વૈભવે કુલ 53 બોલમાં 204 રન ફટકાર્યા, જેમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. પ્રોફેશનલ ક્રિકેટ મેચના ઈતિહાસમાં કોઈ બેટર દ્વારા એક ઇનિંગ્સમાં ફટકારવામાં આવેલા આ સૌથી વધુ છગ્ગા છે. આખરે વૈભવની વિકેટ બાસિલ હમીદે ઝડપી હતી.

શરૂઆતથી જ આક્રમક તેવર: 16 બૉલમાં ફિફ્ટી, 28 બૉલમાં સદી

ઈન્ડિયા-એ ની ઇનિંગ્સની શરૂઆતથી જ વૈભવ સૂર્યવંશીએ પોતાના આક્રમક ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા:

  • પહેલી ઓવર: જાહિદ અલીના બૉલ પર સતત ત્રણ છગ્ગા ફટકારીને ધમાકેદાર શરૂઆત કરી.

  • બીજી ઓવર: ઈબરાર અહેમદ સામે 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો.

  • 16 બોલમાં અડધી સદી: ત્રીજી ઓવર ફેંકનાર UAE ના બાસિલ હમીદ સામે 3 છગ્ગા ફટકારીને વૈભવે માત્ર 16 બૉલમાં 8 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી.

  • 28 બૉલમાં સૌથી ઝડપી લિસ્ટ-એ સદી: વૈભવે 14 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી માત્ર 28 બોલમાં સદી પૂરી કરીને લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે 2023 માં સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી તસ્માનિયા સામે 29 બોલમાં સદી ફટકારનાર જેક ફ્રેઝર-મેકગર્કનો રેકોર્ડ તોડ્યો.

લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી (બૉલના આધારે)

પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઈનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા

લિસ્ટ-એ ઈનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા

સૌથી ઝડપી લિસ્ટ-એ સદી (બૉલના આધારે)

વૈભવ સૂર્યવંશી: પ્રોફેશનલ ક્રિકેટમાં સદી માટે લીધેલા બૉલ

બંને ટીમોની પ્લેઈંગ XI

  • ઈન્ડિયા-એ પ્લેઈંગ XI: વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, હર્ષ દુબે, હર્ષિત રાણા અને અરશદ ખાન.

  • સંયુક્ત આરબ અમીરાત (UAE) પ્લેઈંગ XI: આર્યાંશ શર્મા, અંશ ટંડન, હરપ્રીત સિંહ ભાટિયા, મુહમ્મદ શાહદાદ, એમ. આફતાબ આલમ (વિકેટકીપર), બાસિલ હમીદ (કેપ્ટન), ઈથન ડિસૂઝા, ઉદિશ સૂરી, ઈબરાર અહેમદ, સિમરનજીત સિંહ અને જાહિદ અલી.

Tags:
sports and cricket news Gujarati todaymost sixes in an innings professional cricket 28 Vaibhav Suryavanshifastest List A century 28 balls Vaibhav Suryavanshi recordVaibhav Suryavanshi fastest List A double century 52 balls 204 runs 28 sixes India A vs UAE 2026#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026