સ્પોર્ટ્સ

વૈભવ સૂર્યવંશીએ દોહામાં મચાવ્યું તોફાન, 305ના સ્ટ્રાઇક રેટથી ફટકારી શાનદાર ફિફ્ટી

14 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
વૈભવ સૂર્યવંશીએ દોહામાં મચાવ્યું તોફાન, 305ના સ્ટ્રાઇક રેટથી ફટકારી શાનદાર ફિફ્ટી

IND vs UAE: એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં ભારત A અને UAE વચ્ચે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. બિહારના આ ખેલાડીએ ભારત A માટે પોતાની પહેલી મેચમાં માત્ર 17 બોલમાં જ ઝડપી અડધી સદી ફટકારી હતી. જોકે, તેનો કેચ પહેલા જ બોલ પર પડી ગયો હતો. તેને જીવનદાન આપવું UAE માટે મોંઘુ સાબિત થયું. વૈભવે ભારતને ધમાકેદાર શરૂઆત અપાવી. તેણે 305ના સ્ટ્રાઇક રેટથી માત્ર 17 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા.

ઈન્ડિયા A ટોચ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો
ઇન્ડિયા A એ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. મોહમ્મદ ફરાઝુદ્દીનના પહેલા જ બોલ પર વૈભવ સૂર્યવંશીને કવર પર લાઈફ આપવામાં આવી. આ બોલ પર વૈભવે પોતાનું ખાતું ખોલાવ્યું. તે પછી બીજી ઓવરમાં સ્ટ્રાઈક પર આવ્યો, તેણે મોહમ્મદ રોહિદ ખાનને બીજા બોલ પર ફોર ફટકારી. બીજા બોલ પર એક સિંગલ રન ફટકાર્યો. ત્યારબાદ પ્રિયાંશ આર્ય રન આઉટ થયો. વૈભવે છેલ્લા બોલ પર છગ્ગો ફટકાર્યો.

વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ
વૈભવ સૂર્યવંશીએ અયાન અફઝલ ખાનની ત્રીજી ઓવરમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગા ફટકારીને 21 રન બનાવ્યા. ત્રીજી ઓવર પછી, વૈભવ ક્રીઝ પર હતો, તેણે 9 બોલમાં 28 રન બનાવ્યા. ત્યારબાદ તેણે પાંચમી ઓવરમાં મોહમ્મદ જાવદુલ્લાહની બોલ પર 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકારીને 20 રન ઉમેર્યા. આ ઓવર પછી તેનો સ્કોર 15 બોલમાં 48 રન સુધી પહોંચી ગયો.

છઠ્ઠી ઓવરમાં વૈભવની અડધી સદી
વૈભવ સૂર્યવંશીએ છઠ્ઠી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે મોહમ્મદ જાવદુલ્લાહના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. વૈભવે પોતાની અડધી સદીની ઇનિંગમાં ચોગ્ગા અને છગ્ગા સહિત 48 રન બનાવ્યા. તે પછી પણ તેણે પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી. આ ભારત A માટે વૈભવની પહેલી મેચ હતી.

Tags:
UAEયુએઈક્રિકેટ સમાચારStrike RateYoung Cricketer
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026