સ્પોર્ટ્સ

'ભારતમાં વર્લ્ડ કપ રમો અથવા બહાર રહો!' ICCએ બાંગ્લાદેશને આપી ડેડલાઇન

19 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
'ભારતમાં વર્લ્ડ કપ રમો અથવા બહાર રહો!' ICCએ બાંગ્લાદેશને આપી ડેડલાઇન

Bangladesh participation deadline: ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત આવીને રમવું કે નહીં, તેનો નિર્ણય લેવા માટે સમયમર્યાદા આપી છે. બાંગ્લાદેશ સુરક્ષાના કારણો બતાવીને પોતાના મેચ ભારતની બહાર કરાવવા માંગે છે, પરંતુ ICCએ આ માંગને નકારી દીધી છે. જો બાંગ્લાદેશ ભારત આવીને રમવાની મનાઈ કરે છે, તો તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી શકાય છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટને લઈને તણાવ
ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત પહેલાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટને લઈને તણાવ વધી રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને ભારત મોકલવાની મનાઈ કરી હતી અને ICC પાસે માંગ કરી હતી કે, તેમના મેચ ભારતની બહાર રાખવામાં આવે. જોકે, ICCએ તેમની આ માંગ સ્વીકારી ન હતી. હવે આ મામલે ICCએ બાંગ્લાદેશને સ્પષ્ટ ડેડલાઇન આપી છે. ICCએ નક્કી કર્યું છે કે, 21 જાન્યુઆરી સુધીમાં બાંગ્લાદેશે નક્કી કરવું પડશે કે તે ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં? જોકે, આ વચ્ચે બાંગ્લાદેશે ફરી એક વખત ICCને જણાવ્યું છે કે, તેઓ વર્લ્ડ કપમાં ભાગ લેવા માંગે છે, પરંતુ તેમની ટીમ ભારત નહીં જાય, એટલે કે બાંગ્લાદેશના મેચોના વેન્યૂ બદલી દેવામાં આવે.

21 જાન્યુઆરી સુધી બાંગ્લાદેશે નિર્ણય લેવો પડશે: ICC
રિપોર્ટ મુજબ, મીટિંગ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, ICCએ બાંગ્લાદેશને 21 જાન્યુઆરી સુધીની સમયમર્યાદા આપી છે. બાંગ્લાદેશને કહેવામાં આવ્યું છે કે, તે ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેવા ઈચ્છે છે કે નહીં, તેનો નિર્ણય 21 જાન્યુઆરી સુધીમાં લઈ અને ICCને જાણ કરે. સાથે સાથે એ પણ જણાવવું પડશે કે તેઓ ભારત આવીને મેચ રમશે કે નહીં? ત્યારબાદ 21 જાન્યુઆરીના રોજ ICC પોતે અંતિમ નિર્ણય લેશે.

શું ICC બાંગ્લાદેશને બહાર કરી દેશે?
જો બાંગ્લાદેશની ટીમ ભારત આવીને મેચ રમવાની મનાઈ કરે છે, તો ICC તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેશે. ત્યારબાદ બાંગ્લાદેશની જગ્યાએ ICC કોઈ અન્ય દેશને રિપ્લેસમેન્ટ તરીકે જાહેર કરશે. હાલની રેન્કિંગ મુજબ, આ સ્થાન સ્કોટલેન્ડને મળી શકે છે.

વિવાદ કેવી રીતે શરૂ થયો?
ટી20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ભારત ન આવવાના નિર્ણયને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. BCBએ 4 જાન્યુઆરીએ ICCને પત્ર લખીને પોતાના મેચ ભારતની બહાર ખસેડવાની માંગ કરી હતી. ભારતમાં વધી રહેલા વિરોધ બાદ BCCIના નિર્દેશ પર KKR દ્વારા બાંગ્લાદેશી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL 2026 માંથી મુક્ત કરવામાં આવ્યા બાદ આ માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ BCBએ સુરક્ષાના કારણો બતાવીને બાંગ્લાદેશી ખેલાડીઓને ભારત ન મોકલવાનો નિર્ણય લીધો હતો. તેમનો દાવો છે કે, ICCની સ્વતંત્ર સિક્યુરિટી એજન્સી દ્વારા કરાવવામાં આવેલી સુરક્ષા તપાસમાં ભારત ખાતે ટી20 વર્લ્ડ કપ મેચ દરમિયાન હુમલાનું જોખમ હોવાનું માનવામાં આવ્યું છે.

ICCનો જવાબ
આ અંગે ICCએ જણાવ્યું હતું કે, ટી20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલા તમામ 20 દેશોને એક એડવાઇઝરી મોકલવામાં આવી છે, જેમાં ભારત માટે મધ્યમથી ઊંચા સ્તરના જોખમની સંભાવના દર્શાવવામાં આવી છે, પરંતુ તે એડવાઇઝરીમાં કોઈ પણ દેશનું નામ સ્પષ્ટ રીતે લેવામાં આવ્યું નથી. આ રીતે ICCએ BCBની ભારત બહાર મેચ ખસેડવાની માંગને નકારી દીધી હતી.

Tags:
Cricket 2026ક્રિકેટ 2026ICC DecisionICC નિર્ણયGujarati Sports
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026