સ્પોર્ટ્સ

LPL 2026માં IPLના વિવાદાસ્પદ નિયમની એન્ટ્રી, સચિન ઉઠાવી ચૂક્યા છે સવાલો

2 જૂન, 2026•
GVGujaratvandan team
LPL 2026માં IPLના વિવાદાસ્પદ નિયમની એન્ટ્રી, સચિન ઉઠાવી ચૂક્યા છે સવાલો

Lanka Premier League 2026: શ્રીલંકાની લોકપ્રિય ટી20 ટૂર્નામેન્ટ લંકા પ્રીમિયર લીગ (LPL)ની છઠ્ઠી સિઝન 17 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રમાશે. ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા તમામ પાંચ ટીમોએ પોતાના સ્ક્વોડ જાહેર કરી દીધા છે. આ વખતે માત્ર ખેલાડીઓ અને ટીમોના નવા સંયોજન જ નહીં, પરંતુ એક ખાસ નિયમ પણ ચર્ચાનો વિષય બન્યો છે. LPL 2026માં પ્રથમ વખત ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમનો અમલ કરવામાં આવશે, જેનો ભારતીય ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકર ખુલ્લેઆમ વિરોધ કરી ચૂક્યા છે. LPL 2026માં કુલ પાંચ ટીમો ભાગ લેશે, જેમાં SC જાફના કિંગ્સ, કોલંબો કેપ્સ, કેન્ડી રોયલ્સ, ગોલ ગેલન્ટ્સ અને દંબુલા સિક્સર્સનો સમાવેશ થાય છે. હાલની ચેમ્પિયન જાફના કિંગ્સ આ વખતે નવા નામ ‘SC જાફના કિંગ્સ’ સાથે મેદાનમાં ઉતરશે.

ઈમ્પેક્ટ પ્લેયર નિયમ ફરી ચર્ચામાં આવ્યો
ભારતીય પ્રીમિયર લીગ (IPL)માં અમલમાં આવેલા ઈમ્પેક્ટ પ્લેયર નિયમને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. સચિન તેંડુલકરે તાજેતરમાં આ નિયમ હટાવવાની માંગ કરી હતી. તેમનું માનવું છે, કે ટી20 ક્રિકેટમાં પહેલેથી જ બેટ્સમેનને વધુ ફાયદો મળે છે. આવી સ્થિતિમાં વધારાના ખેલાડીની તક મળવાથી બોલરો માટે પડકાર વધુ વધી જાય છે અને રમતનું સંતુલન બગડી શકે છે. સચિનના આ નિવેદન બાદ હવે LPLમાં પણ આ નિયમનો અમલ થવાથી ક્રિકેટ જગતમાં નવી ચર્ચા શરૂ થઈ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડને આશા છે, કે આ નિયમથી મેચ વધુ રોમાંચક બનશે અને ટીમોને વ્યૂહાત્મક વિકલ્પો મળશે.

ચાર ટીમોએ બદલ્યા નામ
LPL 2026માં પાંચમાંથી ચાર ટીમો નવા માલિકો અને નવા સપોર્ટ સ્ટાફ સાથે મેદાનમાં ઉતરશે. તેના કારણે ટીમોના નામોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જાફના કિંગ્સ હવે SC જાફના કિંગ્સ તરીકે ઓળખાશે, જ્યારે ગોલ ટીમનું નામ ગોલ ગેલન્ટ્સ રાખવામાં આવ્યું છે. કેન્ડીની ટીમ હવે કેન્ડી રોયલ્સ અને કોલંબોની ટીમ કોલંબો કેપ્સ તરીકે ઓળખાશે.

97 ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં રમશે
1 જૂને કોલંબોમાં યોજાયેલા પ્લેયર ડ્રાફ્ટ બાદ તમામ ટીમોએ પોતાના અંતિમ સ્ક્વોડ તૈયાર કર્યા છે. ટૂર્નામેન્ટમાં કુલ 97 ખેલાડીઓ ભાગ લેશે. દંબુલા સિક્સર્સ પાસે 18 ખેલાડીઓનો સ્ક્વોડ છે, જ્યારે SC જાફના કિંગ્સે 19 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. બાકીની ત્રણેય ટીમોએ 20-20 ખેલાડીઓ સાથે પોતાની ટીમ તૈયાર કરી છે.

ભારતીય ખેલાડીઓ પર રહેશે નજર
LPL 2026માં ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકર કેન્ડી રોયલ્સ તરફથી રમતો જોવા મળશે. તેના પ્રદર્શન પર ભારતીય ક્રિકેટ ચાહકોની ખાસ નજર રહેશે. આ ઉપરાંત લીગમાં શાકિબ અલ હસન, મોઈન અલી, વાનિન્દુ હસરંગા, રહમાનુલ્લાહ ગુરબાઝ, લિટન દાસ, જિમી નિશામ અને દાસુન શનાકા જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓ પણ રમતા જોવા મળશે. નવી ટીમો, નવા નામો અને ઈમ્પેક્ટ પ્લેયર જેવા ચર્ચાસ્પદ નિયમ સાથે LPL 2026 વધુ રોમાંચક બનવાની સંભાવના છે. હવે ક્રિકેટપ્રેમીઓની નજર 17 જુલાઈથી શરૂ થનારી આ ટી20 લીગ પર ટકેલી છે.

Tags:
સ્પોર્ટ્સ અપડેટક્રિકેટ રણનીતિSachin on RulesLPL 2026 સમાચારક્રિકેટ વિવાદ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026