સ્પોર્ટ્સ

27મા જન્મદિવસે ગિલને મળી અનોખી ભેટ! અભિષેક શર્માની ગિફ્ટ અને બર્થડે સેલિબ્રેશનનો VIDEO વાયરલ

8 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
27મા જન્મદિવસે ગિલને મળી અનોખી ભેટ! અભિષેક શર્માની ગિફ્ટ અને બર્થડે સેલિબ્રેશનનો VIDEO વાયરલ

Shubman Gill Birthday: ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલ આજે એટલે કે 8 સપ્ટેમ્બર 2026ના રોજ પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સ્કૂલ ક્રિકેટથી લઈને અંડર-19 વર્લ્ડકપ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી ગિલે પોતાની આગવી છાપ છોડી છે. હવે તે ભારતીય ક્રિકેટના મહત્વના સ્ટાર તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે. ગિલના બર્થડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગિલ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળે છે. આ પ્રસંગે તેનો પરિવાર પણ તેની સાથે જોવા મળ્યો હતો, જેમાં તેના માતા-પિતા અને બહેનનો સમાવેશ થાય છે.

અભિષેક શર્માએ ગિલને શું ગિફ્ટ આપી?
જન્મદિવસની ઉજવણી પહેલાં ગિલને તેના બાળપણના મિત્ર અને ક્રિકેટર અભિષેક શર્મા તરફથી એક અનોખી ગિફ્ટ મળી હતી. બંનેની મિત્રતા બાળપણથી છે અને તેઓ અંડર-14 ક્રિકેટના દિવસોથી સાથે રમ્યા છે. ખાસ વાત એ છે કે બર્થડે સેલિબ્રેશન પહેલાં બંને વચ્ચે ક્રિકેટ મેચ પણ રમાઈ હતી. અભિષેક શર્માની ટીમ અમૃતસર સુરમા અને ગિલની ટીમ ફાઝિલ્કા ફાલ્કન્સ વચ્ચે રમાયેલી મેચમાં અભિષેકની ટીમે ગિલની ટીમને હરાવી હતી. એટલું જ નહીં, મેચમાં ગિલની વિકેટ પણ અભિષેકની ટીમે ઝડપી હતી. એટલે જન્મદિવસ પહેલાં જ અભિષેકે પોતાના મિત્રને ક્રિકેટના મેદાન પર હરાવીને જાણે અનોખી બર્થડે ગિફ્ટ આપી હતી.

મેચ બાદ ગિલે શું કહ્યું?
મેચમાં હાર્યા બાદ પણ ગિલે પોતાના બાળપણના મિત્ર સાથેની ક્રિકેટ સ્પર્ધાને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તેને અભિષેક સાથે ક્રિકેટ રમવાની અને તેમની વચ્ચેની સ્પર્ધા ખૂબ ગમે છે. બાળપણથી શરૂ થયેલી બંનેની મિત્રતા આજે પણ ક્રિકેટના મેદાન પર જોવા મળે છે. ગિલના 27મા જન્મદિવસે પરિવાર સાથેના સેલિબ્રેશન અને અભિષેક શર્મા સાથેની આ અનોખી ક્રિકેટ સ્પર્ધાએ તેના બર્થડેને વધુ ખાસ બનાવી દીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને ચાહકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Tags:
#BirthdaySurprise#TrendingNow#LatestNews#CricketerLife#FriendshipGoals
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026