Shikhar Dhawan: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને બાંગ્લાદેશમાં હિન્દુ માઈનોરીટી વિરુદ્ધ વધતી હિંસા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે . સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, તેણે એક હિન્દુ વિધવા પર થયેલા ક્રૂર હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ હિંસા ક્યાંય પણ સહન કરી શકાતી નથી. ધવને પીડિતા માટે ન્યાય અને સમર્થન માટે પણ પ્રાર્થના કરી . આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશમાં માઈનોરીટી સમુદાયો, ખાસ કરીને હિન્દુઓ પર હુમલા સતત વધી રહ્યા છે. તાજેતરના સમયમાં, એક વિધવા પર સામૂહિક દુષ્કર્મ , તેના વાળ કાપવા અને તેને ઝાડ સાથે બાંધવાની ક્રૂરતાની દુ:ખદ ઘટના સામે આવી છે.
બાંગ્લાદેશમાં હિંસા પર શિખર ધવન થયો ગુસ્સે
ડિસેમ્બરથી બાંગ્લાદેશમાં ઓછામાં ઓછા 6 હિન્દુ પુરુષોની હત્યા કરવામાં આવી છે. આમાં વેપારીઓ, દુકાનદારો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે જેમને છરી મારીને, ગોળી મારીને અથવા આગ લગાવીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન, એક હિન્દુ મહિલા પર બે પુરુષો દ્વારા સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો, પછી તેને ઝાડ સાથે બાંધીને તેના વાળ કાપી નાખવામાં આવ્યા. શિખર ધવને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, 'બાંગ્લાદેશમાં એક હિન્દુ વિધવા પર થયેલા ક્રૂર હુમલા વિશે વાંચીને હૃદયદ્રાવક. કોઈપણ સામે, ગમે ત્યાં, આવી હિંસા અસ્વીકાર્ય છે. પીડિતા માટે ન્યાય અને સમર્થન માટે પ્રાર્થના .'
કેમ થઈ રહ્યી છે બાંગ્લાદેશમાં હિંસા?
સિંગાપોરમાં જુલાઈમાં શરીફ ઉસ્માન હાદીના મૃત્યુથી પડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા . બાંગ્લાદેશમાં અસંખ્ય હિન્દુ વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને હેરાન કરવામાં આવ્યા હતા, જે વલણ ચાલુ છે. બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે, માઈનોરીટી ભયમાં જીવે છે . માનવાધિકાર સંગઠનો અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં આવી સેંકડો ઘટનાઓ નોંધાઈ છે, જેમાં મંદિરો પર હુમલા, લૂંટફાટ અને જાતીય હુમલાનો સમાવેશ થાય છે.








