સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપ 2026 પહેલા સંજુ સેમસનનું સતત ખરાબ પ્રદર્શન, ઘર આંગણે પણ રહ્યો ફ્લોપ

31 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
T20 વર્લ્ડ કપ 2026 પહેલા સંજુ સેમસનનું સતત ખરાબ પ્રદર્શન, ઘર આંગણે પણ રહ્યો ફ્લોપ

T20 World Cup 2026 : ભારતીય ટીમને 2026ના T20 વર્લ્ડ કપ પહેલા એક સમસ્યાનો ઉકેલ મળી રહ્યો નથી. 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા આ ટુર્નામેંટથી પહેલા સંજુ સેમસન હજુ સુધી પોતાનું ફોર્મ પાછું મેળવી શક્યો નહીં. ન્યુઝીલેન્ડ સામે પાંચમા T20 મુકાબલામાં શનિવારે સંજુ સેમસન ફરી એક વાર નિષ્ફળ રહ્યો. તિરુવંતપુરમના ગ્રીનફિલ્ડ ઈંટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં બેટિંગ કરતાં સંજુએ 6 બોલમાં 1 ચોગ્ગા ફટકારી ફક્ત 6 રન બનાવી આઉટ થઈ ગયો.

મોટો શૉટ મારવાનો પ્રયાસમાં આઉટ
સંજુ આ મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યો હતો, તેથી ચાહકોને આશા હતી કે વિકેટકીપર-બેટ્સમેન તેનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવશે. જોકે એવું બન્યું નહીં. લોકિ ફર્ગ્યુસનની બોલ પર મોટો શૉટ મારવાનો પ્રયાસ કરતી વખતે સંજુએ બેવૉન જૈકબ્સના હાથે કેચ થઈ ગયો.

સીરિઝમાં સંજુ રહ્યો ફેલ
સંજુ સેમસન ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની સીરિઝમાં શાંત રહ્યો છે. તેણે પાંચ ઇનિંગ્સમાં 9.20 ની સરેરાશથી 46 રન બનાવ્યા છે. તે પાંચ મેચની T20 સીરિઝમાં 50 થી ઓછા રન બનાવનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો છે.

T20 સીરિઝમાં સૌથી ઓછા રન બનાવનાર ભારતીય વિકેટકીપર

  • 46 રન: સંજુ સેમસન, 2026

  • 51 રન: સંજુ સેમસન, 2025

  • 58 રન: ઋક્ષભ પંત , 2022

  • 85 રન: મહેન્દ્ર સિંઘ ધોની, 2010

  • 85 રન: દિનેશ કાર્તિક, 2018

  • 86 રન: મહેન્દ્ર સિંઘ ધોની, 2009

  • 89 રન: મહેન્દ્ર સિંઘ ધોની, 2016

કેવું હતું સંજુનું પ્રદર્શન
નાગપુરમાં રમાયેલી પહેલી T20 મેચમાં તેણે 7 બોલમાં 10 રન બનાવ્યા હતા. રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં સંજુ ફક્ત 6 રન બનાવી શક્યો હતો. ગુવાહાટીમાં ટીમ ઈન્ડિયાએ સીરિઝ પોતાના નામે કરી હતી. જોકે, સંજુ તે મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. વિશાખાપટ્ટનમમાં રમાયેલી ચોથી મેચમાં સંજુએ થોડું સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ તે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. તે 15 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. અને શનિવારે તેના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં સંજુ ફક્ત 6 રન બનાવી શક્યો હતો.

Tags:
Samson Formસેમસન ફોર્મCricket Fansક્રિકેટ ફેન્સGujarati News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026