સ્પોર્ટ્સ

'તમે વર્લ્ડ કપ નહીં જીતી શકો...' પાકિસ્તાની ફેન્સની શરમજનક હરકત! હાર બાદ કેપ્ટનની પત્ની અને પુત્રને કહ્યા અપશબ્દો

25 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
'તમે વર્લ્ડ કપ નહીં જીતી શકો...' પાકિસ્તાની ફેન્સની શરમજનક હરકત! હાર બાદ કેપ્ટનની પત્ની અને પુત્રને કહ્યા અપશબ્દો

T20 World Cup 2026: પાકિસ્તાની ટીમની T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 મુકાબલામાં ઈંગ્લેન્ડ સામે મળેલી નજીવી હાર બાદ ટીમની સેમીફાઈનલની રાહ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. સલમાન અલી આગાની કેપ્ટન્સી હેઠળની પાકિસ્તાની ટમને મંગળવારે પલ્લેકેલેમાં રમાયેલા મુકાબલામાં ઈંગ્લેન્ડે બે વિકેટે હરાવ્યું. 165 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડે 19.1 ઓવરમાં 166/8 બનાવીને મેચ પોતાના નામે કરી લીધી.

જીતના હીરો કેપ્ટન હેરી બ્રૂક
આ જીતના હીરો ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન હેરી બ્રૂક રહ્યો, જેણે દબાણભર્યા મુકાબલામાં શાનદાર સદી ફટકારીને ટીમને સેમીફાઈનલમાં પહોંચાડી દીધી. આ જીત સાથે ઈંગ્લેન્ડ અંતિમ-4 માં સ્થાન મેળવનારી પહેલી ટીમ બની ગઈ છે.

પરિવાર સુધી પહોંચ્યો ગુસ્સો, પત્નીએ તોડ્યું મૌન
બીજી તરફ, આ મેચ હાર્યા બાદ સોશિયલ મીડિયા પર ટીકાઓએ અત્યંત ખરાબ સ્વરૂપ ધારણ કર્યું છે. કેપ્ટન સલમાન અલી આગાના પરિવારને પણ નિશાન બનાવવામાં આવ્યો. તેની પત્ની સબા મંઝરે ઇન્સ્ટાગ્રામ પર એક કડક સંદેશ શેર કર્યો છે, જેમાં સબાએ તે પાકિસ્તાની ફેન્સને ખરી-ખરી સંભળાવી જેઓ તેને અને તેના પુત્રને સોશિયલ મીડિયા પર અપશબ્દો બોલી રહ્યા હતા. સબાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'મને કે મારા નિર્દોષ પુત્રને અપશબ્દો કહીને તમે વર્ડ કપ જીતી શકવાના નથી.' તેણીની પોસ્ટે ઓનલાઈન વર્તન અંગે ચર્ચા જગાવી છે, જેમાં ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ વયક્તિગત હુમલાઓની ટીકા કરી.

પાકિસ્તાન સામે હવે શૂ સમીકરણ છે?
પાકિસ્તાનની સેમિફાઇનલની આશાઓ હવે સંપૂર્ણપણે ગણિત અને અન્ય મેચોના પરિણામો પર ટકેલી છે. તેમણે શ્રીલંકા સામેની છેલ્લી સુપર-8 મેચ કોઈપણ કિંમતે જીતવી જ પડશે. ન્યુઝીલેન્ડના પરિણામો પણ મહત્વના રહશે. જો ન્યુઝીલેન્ડ જીતે, તો પાકિસ્તાનને નેટ રન રેટ પણ સુધારવો પડશે. મતલબ હવે ફક્ત જીત જ પૂરતી નથી પણ મોટી જીતની જરૂરત છે. એક સમયે પાકિસ્તાન સેમિફાઇનલનો મજબૂત દાવેદાર માનવામાં આવતું હતું. પણ પાકિસ્તાન હવે આવી સ્થતિમાં નથી, જ્યાં તેમણે પોતાની જીત સાથે બીજાની હારની પણ પ્રાર્થના કરવી પડશે. સુપર-8ની આ હર ટીમ માટે મુશ્કેલ બની રહી છે.

Tags:
Respect Playersખેલાડીઓનું સન્માનGujarati Newsગુજરાતી સમાચાર#T20WorldCup2024
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026