Kabir Bahia MS Dhoni Rishabh Pant Party Viral Video: ઈન્ટરનેટ પર હાલમાં એક હાઈ-પ્રોફાઈલ પાર્ટીનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત એકસાથે જોવા મળી રહ્યા છે પરંતુ, આ ક્રિકેટરોની પાર્ટીમાં જેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે છે બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનનના રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા. કબીર બહિયા પણ ક્રિકેટરો સાથે ફુલ પાર્ટી મોડમાં જોવા મળ્યા હતા.
વાયરલ વીડિયોમાં શું છે?
વાયરલ થઈ રહેલી આ ક્લિપ કોઈ પ્રાઈવેટ પાર્ટીની હોવાનું કહેવાય છે. વીડિયોમાં ઋષભ પંત ખૂબ જ ચિલ અને મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે, જ્યારે કબીર બહિયા પોતાના ફોનમાં વ્યસ્ત જોવા મળે છે. મહેન્દ્ર સિંહ ધોની એક પરફેક્ટ હોસ્ટ તરીકે તમામ મહેમાનોનું ધ્યાન રાખી રહ્યા છે. ધોની અને પંત વચ્ચેની વાતચીતનો ક્ષણ પણ કેમેરામાં કેદ થયો છે. ટેબલ પર ડ્રિંક્સ રાખેલા છે અને ફુલ પાર્ટી ચાલી રહી છે. ફેન્સ વચ્ચે આ વીડિયોને લઈને ભારે ચર્ચા જાગી છે, જોકે આ વીડિયો બિલકુલ નવો છે કે જૂનો તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ધોની પરિવાર સાથે કબીર બહિયાનું ખાસ કનેક્શન
તમામ ચાહકો જાણે છે કે કબીર બહિયા અને એમ.એસ. ધોની વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો છે. ધોનીની અનેક પ્રાઈવેટ પાર્ટીઓ અને ફેમિલી આઉટિંગમાં કબીર અગાઉ પણ અનેકવાર જોવા મળ્યા છે. કબીરના કારણે જ બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન પણ ધોનીના ફ્રેન્ડ સર્કલ સાથે જોડાઈ ગઈ છે. કૃતિ સેનન પણ ધોની પરિવાર સાથે સારો બોન્ડ શેર કરે છે અને તેને ધોનીની પુત્રી જીવા સાથે પણ અનેકવાર સ્ટેડિયમમાં મસ્તી કરતા જોવામાં આવી છે.
કોણ છે કબીર બહિયા?
કબીર બહિયા લંડન (UK) સ્થિત કરોડપતિ બિઝનેસમેન છે.
વ્યવસાય: તેઓ વર્લ્ડવાઈડ એવિએશન એન્ડ ટૂરિઝમ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે ફરજ બજાવે છે.
શિક્ષણ: તેમણે લંડનની મિલફિલ્ડ સ્કૂલ અને રીજન્ટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં અભ્યાસ કર્યો છે.
પરિવાર: તેમના પિતા કુલજિંદર બહિયા યુકેની જાણીતી ટ્રાવેલ એજન્સી 'સાઉથોલ ટ્રાવેલ' (Southall Travel)ના ફાઉન્ડર છે.
હાઈ-પ્રોફાઈલ સર્કલ: કબીરના ફ્રેન્ડ સર્કલમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા, ઋષભ પંત અને ધોની જેવા દિગ્ગજો સામેલ છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના 159Kથી વધુ ફોલોઅર્સ છે.
કૃતિ સેનન અને કબીરની કેમિસ્ટ્રી
કૃતિ સેનન અને કબીર બહિયાએ હજુ સુધી પોતાના રિલેશનશિપ વિશે સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ, બંને અવારનવાર વેકેશન અને આઉટિંગ પર સાથે જોવા મળે છે. 2026માં જ્યારે કૃતિની બહેન નુપૂર સેનનના લગ્ન યોજાયા હતા, ત્યારે પણ કબીર સેનન પરિવાર સાથે તમામ પ્રસંગોમાં હાજર જોવા મળ્યા હતા.
કબીર બહિયા અને સેલિબ્રિટી કનેક્શન અંગે વિશેષ માહિતી
દુબઈ ન્યૂ યર સેલિબ્રેશન: કબીર બહિયા અગાઉ પણ એમએસ ધોની, સાક્ષી ધોની અને કૃતિ સેનન સાથે દુબઈમાં ન્યૂ યર સેલિબ્રેટ કરતી વખતે ચર્ચામાં આવ્યા હતા.
હાર્દિક પંડ્યા સાથે ગાઢ મિત્રતા: કબીર માત્ર ધોની અને પંત જ નહીં પરંતુ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પણ ખૂબ નજીકના મિત્ર માનવામાં આવે છે અને ટી-20 વર્લ્ડ કપના વિજય બાદ પણ તેઓ ભારતીય ક્રિકેટરો સાથે સેલિબ્રેશનમાં જોવા મળ્યા હતા.








