Manu Bhaker ISSF Athletes Committee: ભારતીય નિશાનેબાજી અને હરિયાણા માટે એક ખૂબ જ ગૌરવશાળી ઐતિહાસિક પળ સામે આવી છે. પેરિસ ઓલિમ્પિકમાં પોતાની ઉત્કૃષ્ટ સફળતાથી ઈતિહાસ રચનાર મનુ ભાકર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયાભરના નિશાનેબાજોનો અવાજ બનશે. મનુ ભાકરને આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ ખેલ મહાસંઘ (ISSF - International Shooting Sport Federation) ની એથલિટ સમિતિના 2026-2030 ના કાર્યકાળ માટે સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત વૈશ્વિક જવાબદારી સાથે મનુ ભાકર આ સમિતિમાં સ્થાન મેળવનાર પહેલી ભારતીય મહિલા બન્યા છે. ભારતીય નિશાનેબાજીના ઈતિહાસમાં આના પહેલાં દિગ્ગજ ઓલિમ્પિયન મેડલ વિજેતા અભિનવ બિંદ્રાએ 2010 થી 2020 સુધી ISSF એથલિટ સમિતિમાં પોતાની સેવાઓ આપી હતી અને 2014 થી 2018 સુધી તેના અધ્યક્ષ રહ્યા હતા.
ભારત માટે એક અભૂતપૂર્વ ઉપલબ્ધિ
ISSF એ મનુ ભાકરના આ ઐતિહાસિક પસંદગીની જાણકારી આપી છે.અભિનવ બ્રિંદા બાદ હવે મનુ ભાકર આ પ્રતિષ્ઠિત સિમિતિમાં સૌથી વધુ મત સાથે ચૂંટાયા છે. મહિલા નિશાનેબાજોના વર્ગમાં આ ભારત માટે એક અભૂતપૂર્વ ઉપલબ્ધિ છે, જે વૈશ્વિક ખેલ પ્રશાસનમાં ભારતીય ખેલાડીઓના વધતાં પ્રભાવ અને નેતૃત્વ ક્ષમતાને દર્શાવે છે. નોંધનીય છે કે, દુનિયાભરના વિભિન્ન દેશોના સક્રિય નિશાનેબાજો દ્વારા મતદાનના માધ્યમથી આ સમિતિના સભ્યોની પસંદગી કરવામાં આવી છે.
પિતાએ ગર્વ વ્યક્ત કર્યો
દીકરીની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ પર પરિવાર અને આખા ક્ષેત્રમાં જશ્નનો માહોલ છે. મનુનાં પિતા રામ કિશન ભાકરે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ચૂંટણીમાં કૂલ 10 ઉમેદવારોમાંથી 9 સભ્યની પસંદગી થવાની હતી. અત્યાર સુધી જે સૂચના મળી છે તે મુજબ, દુનિયાભરના ખેલાડીઓના મતદાનમાં સૌથી વધુ મત મનુ ભાકરને મળ્યા છે, જે ન ફક્ત પરિવાર પરંતુ આખા દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે.
માટીથી વૈશ્વિક ફલકની સફર અને નેતૃત્વ
ઝજ્જરના ગોરિયા ગામની મનુ ભાકરની આ ઉપલબ્ધિ ગામડામાંથી નીકળીને વૈશ્વિક ખેલ પ્રશાસનની ટોચ પર પહોંચવાની એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ વ્યક્તિગત અને મિશ્રિત ટીમ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતના ઈતિહાસમાં એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી આ પહેલી ખેલાડી હતી. હવે મનુ ભાકર ખેલ પ્રશાસનના નીતિગત સ્ટેજ પર પણ ભારતનું ગૌરવ વધારશે. નોંધનીય છે કે, ISSF ની એથલિટ સમિતિ આંતરરાષ્ટ્રીય નિશાનેબાજીના પ્રશાસન અને ખેલાડીઓ વચ્ચે એક મુખ્ય કડીના રૂપે કામ કરે છે. મનુ ભાકરની આ પસંદગી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, તે આંતરરાષ્ટ્રીય મંચ પર ખેલાડીઓની સમસ્યા, જરૂરિયાત અને ભલામણોને પ્રમુખતાથી મૂકશે.








