સ્પોર્ટ્સ

13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન! પ્રીટોરિયસે T20 ક્રિકેટમાં ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

3 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન! પ્રીટોરિયસે T20 ક્રિકેટમાં ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

Luan-Dre Pretorius T20 Record: દક્ષિણ આફ્રિકાના 20 વર્ષીય યુવા બેટ્સમેન લુઆન-ડ્રે પ્રીટોરિયસે T20 ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. CSA T20 ચેલેન્જમાં ટાઇટન્સ તરફથી રમતા પ્રીટોરિયસે નાઇટ્સ સામે માત્ર 79 બોલમાં અણનમ 188 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 13 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે તેણે ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી પુરુષોની T20 ક્રિકેટમાં સૌથી મોટા વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ગેલનો 175 રનનો રેકોર્ડ તૂટ્યો
આ પહેલાં પુરુષોની T20 ક્રિકેટમાં સૌથી મોટા વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ગેલે 2013ની IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતાં પુણે વોરિયર્સ સામે અણનમ 175 રનની ઇનિંગ રમી હતી. આ રેકોર્ડ 13 વર્ષથી યથાવત હતો, પરંતુ હવે પ્રીટોરિયસે 188* રન બનાવી તેને પાછળ છોડી દીધો છે.

24 બોલમાં ફિફ્ટી, 40 બોલમાં સદી
પ્રીટોરિયસે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. તેણે માત્ર 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ વધુ 16 બોલમાં સદી સુધી પહોંચી ગયો હતો. એટલે કે માત્ર 40 બોલમાં તેણે 100 રન પૂરા કર્યા હતા. 150 રનનો આંકડો પણ તેણે માત્ર 58 બોલમાં પાર કરી લીધો હતો. 79 બોલની અણનમ ઇનિંગ દરમિયાન પ્રીટોરિયસે 13 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. તે ડબલ સદીની નજીક પહોંચી ગયો હતો, પરંતુ 20 ઓવર પૂરી થતાં 188 રન પર અણનમ રહ્યો. ડબલ સદી માટે તેને માત્ર 12 રનની જરૂર હતી.

ટાઇટન્સે 20 ઓવરમાં 267 રન બનાવ્યા
પ્રીટોરિયસની રેકોર્ડબ્રેકિંગ ઇનિંગના કારણે ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 267 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ CSA T20 ચેલેન્જના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ટીમ સ્કોર છે. અગાઉ આ જ ટૂર્નામેન્ટમાં ડેવાલ્ડ બ્રેવિસે 162 રનની ઇનિંગ રમીને સૌથી મોટા વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો, જે હવે પ્રીટોરિયસે પાછળ છોડી દીધો છે.

શાનદાર ફોર્મમાં છે પ્રીટોરિયસ
પ્રીટોરિયસ માટે આ રેકોર્ડબ્રેકિંગ ઇનિંગ અચાનક આવી નથી. તાજેતરમાં તેણે ઝિમ્બાબ્વે સામે 94 અને નામિબિયા સામે 101 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ CSA T20 ચેલેન્જની 2026-27 સિઝનની પ્રથમ જ મેચમાં તેણે 188* રનની ઐતિહાસિક ઇનિંગ રમીને T20 ક્રિકેટના રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. ટાઇટન્સે આ મેચમાં નાઇટ્સને 124 રનથી હરાવ્યા હતા. નાઇટ્સની ટીમ 17.2 ઓવરમાં 143 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Tags:
#CricketNews#Pretorius#T20RecordCricket UpdatesT20 Century
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026