સ્પોર્ટ્સ

પત્રકારે સ્મિથને યાદ અપાવી બોલ ટેમ્પરિંગની ઘટના, જવાબમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટને "માસ્ટરમાઇન્ડ" પર કર્યો શાબ્દિક પ્રહાર

20 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
પત્રકારે સ્મિથને યાદ અપાવી બોલ ટેમ્પરિંગની ઘટના, જવાબમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટને "માસ્ટરમાઇન્ડ" પર કર્યો શાબ્દિક પ્રહાર

Steve Smith :
એશિઝ ટેસ્ટ પહેલા, ઓસ્ટ્રેલિયાના કાર્યકારી કેપ્ટન સ્ટીવ સ્મિથે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ​​મોન્ટી પાનેસર પર એવી કટાક્ષપૂર્ણ ટિપ્પણી કરી કે પ્રેસ કોન્ફરન્સ હાસ્યથી ગુંજી ઉઠી. આ પ્રસંગ પાનેસર ની ટિપ્પણીનો જવાબ હતો, જેમાં તેણે ઇંગ્લેન્ડના ખેલાડીઓ અને મીડિયાને વિનંતી કરી હતી કે તેઓ સ્મિથને 2018ના બોલ-ટેમ્પરિંગ કૌભાંડ (સેન્ડપેપરગેટ) ની યાદ અપાવતા રહે અને તેને દોષિત ઠેરવે. પરંતુ સ્ટીવ સ્મિથે સેન્ડપેપરગેટનો કોઈ જવાબ આપ્યો નહીં, તેણે પાનેસર ની બીજી "વાયરલ' ઘટના ઉઠાવીને આખું વાતાવરણ બદલી નાખ્યું.

"માસ્ટરમાઇન્ડ" તરફથી સીધો હુમલો!
જ્યારે એક પત્રકારે સ્મિથને પાનેસર ની ટિપ્પણીઓ વિશે પૂછ્યું, ત્યારે ઓસ્ટ્રેલિયન સ્ટાર હસ્યો અને કહ્યું, "હું થોડો વિષયથી દૂર જઈ રહ્યો છું... અહીં કેટલા લોકોએ મોન્ટી પાનેસર ને "માસ્ટરમાઇન્ડ" માં જોયો છે? જો તમે જુઓ, તે ખરેખર મજેદાર છે.' પછી સ્મિથે હુમલો કર્યો અને કહ્યું, "જો કોઈ એવું માને છે કે એથેન્સ જર્મનીમાં છે અથવા ઓલિવર ટ્વિસ્ટ એક ઋતુ છે અને અમેરિકા એક શહેર છે... તો તેના શબો થી મને ફરક નથી પડતો .' ઍઅ ટિપ્પણી સામે આવતાની સાથે જ, સેલિબ્રિટી માસ્ટરમાઇન્ડ 2019ની વાયરલ ક્લિપ, જેમાં પાનેસરે કેટલાક ખૂબ જ વિચિત્ર જવાબો આપ્યા હતા, તે સોશિયલ મીડિયા પર ફરવા લાગી.

શું કહ્યું હતું પાનેસરે ?
ભૂતપૂર્વ ઇંગ્લિશ સ્પિનરે એશિઝ પહેલા કહ્યું હતું કે ઇંગ્લેન્ડના ખેલાડીઓ અને ઇંગ્લિશ મીડિયાએ સેન્ડપેપરગેટ અંગે સ્મિથ પર દબાણ ચાલુ રાખવું જોઈએ. તેણે કહ્યું કે જો સ્મિથને કેપ્ટનશીપ મળે તો તેને "ગિલ્ટ ટ્રીપ' અનુભવાવવો જોઈએ.

સ્મિથે કહ્યું, "હું શાંત છું
'આ બધા વચ્ચે, સ્મિથે પોતાની ટીમની જાહેરાત કરી અને સંકેત આપ્યો કે આ તેની નવમી અને કદાચ છેલ્લી એશિઝ હોઈ શકે છે. તેણે કહ્યું, "હું હવે વધુ શાંત છું. મેં પેડી (પેટ કમિન્સ) ની જગ્યાએ થોડી મેચોમાં કેપ્ટનશીપ કરી છે અને મારી પોતાની શૈલીમાં ટીમનું નેતૃત્વ કરીશ. મારે ફક્ત છોકરાઓને મુક્તપણે રમવા દેવાની જરૂર છે.'

સેન્ડપેપરની ઘટના શું હતી?
માર્ચ 2018માં દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટનો સૌથી કુખ્યાત અધ્યાય બન્યો, જ્યારે કેમેરામાં કેમેરોન બેનક્રોફ્ટને સેન્ડપેપરનો ઉપયોગ કરીને બોલ સાથે રંગે હાથે છેડછાડ કરતા કેદ કરવામાં આવ્યા. આ ફૂટેજ વાયરલ થતાં, ઓસ્ટ્રેલિયા વિશ્વભરમાં ખૂબ જ શરમજનક સ્થિતિમાં મુકાયું અને દેશભરમાં ટીકાઓનું વાવાઝોડું શરૂ થયું. ચોથા દિવસે મેચ પૂરી થયા પછી તરત જ સ્મિથે કેપ્ટનશીપ છોડી દીધી અને વોર્નરે ઉપ-કેપ્ટનશીપ છોડી દીધી. ત્રણેય ખેલાડીઓએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ભૂલો સ્વીકારી, જેના પગલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો, જ્યારે બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ કૌભાંડ હજુ પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઇતિહાસના સૌથી મોટા ડાઘમાંનું એક માનવામાં આવે છે.

મેચ માટે સ્મિથ હળવા મૂડમાં
ઓસ્ટ્રેલિયન ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ હળવું છે, કેપ્ટન હળવા મૂડમાં છે... અને એશિઝ શરૂ થાય તે પહેલાં પણ, તેણે માઇન્ડ ગેમ્સમાં ઇંગ્લેન્ડને થોડું પાછળ ધકેલી દીધું છે. ઓપનર જેક વેધરહોલ્ડ અને ફાસ્ટ બોલર બ્રેન્ડન ડોગેટને 21 નવેમ્બરથી શરૂ થતી પર્થ ટેસ્ટમાં ડેબ્યૂ કરવામાં આવ્યું છે. સ્મિથના નેતૃત્વમાં બંને પહેલી વાર ટેસ્ટ કેપ પહેરશે.

ઓસ્ટ્રેલિયા XI
જેક વેધરલ્ડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ, બ્રેન્ડન ડોગેટ.

ઇંગ્લેન્ડની 12 સદસ્ય
બેન સ્ટોક્સ (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, શોએબ બશીર, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ (વિકેટકીપર), માર્ક વુડ.

Tags:
રમતગમત સમાચારક્રિકેટ અપડેટ્સGujarati NewsKhel JagatSports
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026