સ્પોર્ટ્સ

IPLમાંથી હટશે વિવાદિત ઈમ્પેક્ટ પ્લેયર નિયમ? રોહિત-કોહલી બાદ BCCIએ ફ્રેન્ચાઈઝીઓ પાસેથી માગ્યા સૂચનો

31 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
IPLમાંથી હટશે વિવાદિત ઈમ્પેક્ટ પ્લેયર નિયમ? રોહિત-કોહલી બાદ BCCIએ ફ્રેન્ચાઈઝીઓ પાસેથી માગ્યા સૂચનો

Impact Player Rule: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સૌથી ચર્ચિત નિયમોમાંથી એક એવા ઈમ્પેક્ટ પ્લેયર રુલને લઈને ફરી એકવાર મોટો નિર્ણય લેવાઈ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPLની તમામ 10 ફ્રેન્ચાઈઝી ટીમો પાસેથી આ નિયમ અંગે સત્તાવાર ફીડબેક માગ્યો છે. ટીમોએ પોતાનો અભિપ્રાય 31 ઓગસ્ટ સુધીમાં બોર્ડને મોકલવાનો રહેશે. ત્યારબાદ મળેલા સૂચનોના આધારે આગામી IPL સીઝન માટે ઈમ્પેક્ટ પ્લેયર નિયમમાં ફેરફાર કરવો કે તેને યથાવત રાખવો તે અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

BCCIએ ફ્રેન્ચાઈઝીઓ પાસેથી માગ્યો લેખિત અભિપ્રાય
મે મહિનામાં BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે IPL 2026 પૂર્ણ થયા બાદ ઈમ્પેક્ટ પ્લેયર નિયમની સમીક્ષા કરવામાં આવશે. હવે બોર્ડે આ દિશામાં આગળ વધીને તમામ ફ્રેન્ચાઈઝીઓ પાસેથી લેખિત સૂચનો માગ્યા છે. અહેવાલો અનુસાર, BCCIએ ફ્રેન્ચાઈઝી ટીમો પાસેથી PMOA (Players and Match Officials Area), અમ્પાયરિંગ, પ્રેક્ટિસ સેશન અને પ્લેઈંગ કન્ડિશન્સ સહિત ક્રિકેટ સંબંધિત વિવિધ ઓપરેશનલ મુદ્દાઓ પર પણ સૂચનો માગ્યા છે. ટીમોને પોતાની ક્રિકેટ ઓપરેશન્સ યુનિટ સાથે ચર્ચા કર્યા બાદ સંયુક્ત અભિપ્રાય મોકલવા જણાવાયું છે.

ઈમ્પેક્ટ પ્લેયર નિયમ સામે કેમ ઉઠી રહ્યા છે સવાલ?
છેલ્લી કેટલીક IPL સીઝનથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમ સતત ચર્ચામાં રહ્યો છે. ખાસ કરીને IPL 2026 દરમિયાન મોટા સ્કોરવાળી મેચોની સંખ્યા વધતા આ નિયમની અસર અંગે ફરી સવાલો ઉઠ્યા હતા. નિયમના ટીકાકારોનું માનવું છે કે વધારાના ખેલાડીને મેચમાં ઉતારવાની તક મળવાથી ટીમની બેટિંગ વધુ મજબૂત બને છે. જેના કારણે બેટિંગ ટીમને ફાયદો થાય છે અને બોલરો માટે મુશ્કેલી વધી શકે છે. જોકે, નિયમના સમર્થકોનું કહેવું છે કે ઈમ્પેક્ટ પ્લેયર નિયમથી કેપ્ટનોને મેચની પરિસ્થિતિ પ્રમાણે વધારાના વ્યૂહાત્મક વિકલ્પો મળે છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ વ્યક્ત કરી હતી અસહમતી
ઈમ્પેક્ટ પ્લેયર નિયમ અંગે માત્ર ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતોએ જ સવાલો ઉઠાવ્યા નથી. ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ આ નિયમ અંગે પોતાની અસહમતી વ્યક્ત કરી ચૂક્યા છે. છેલ્લી સીઝન દરમિયાન યોજાયેલી એક બેઠકમાં અનેક IPL ટીમોના કેપ્ટનોએ પણ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ અંગે વાંધો વ્યક્ત કર્યો હોવાનું સામે આવ્યું હતું.

BCCI સચિવે અગાઉ શું કહ્યું હતું?
મે મહિનામાં BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે બોર્ડને IPL ફ્રેન્ચાઈઝીઓ તરફથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમ વિરુદ્ધ કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. તેમણે એ પણ જણાવ્યું હતું કે IPLમાં માત્ર 200થી વધુ રનવાળી મેચો જ જોવા મળી નથી, પરંતુ ઓછા સ્કોરવાળી મેચો અને બોલરોનું પ્રભાવશાળી પ્રદર્શન પણ જોવા મળ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, BCCI છેલ્લા બે વર્ષથી આ નિયમ અંગે ચર્ચા કરી રહ્યું છે. હવે ફ્રેન્ચાઈઝીઓ પાસેથી સીધું ફીડબેક માગવામાં આવતા સમીક્ષા પ્રક્રિયાએ વધુ વેગ પકડ્યો છે.

31 ઓગસ્ટ બાદ શું નિર્ણય લેવાઈ શકે?

તમામ ફ્રેન્ચાઈઝીઓ પાસેથી 31 ઓગસ્ટ સુધી સૂચનો મળ્યા બાદ BCCI સામે મુખ્યત્વે ત્રણ વિકલ્પ રહેશે:

  • હાલનો ઈમ્પેક્ટ પ્લેયર નિયમ યથાવત રાખવો

  • નિયમમાં જરૂરી ફેરફાર કરવો

  • ઈમ્પેક્ટ પ્લેયર નિયમ સંપૂર્ણપણે હટાવી દેવો

હાલમાં BCCIએ આમાંથી કોઈ વિકલ્પ અંગે અંતિમ નિર્ણય લીધો નથી. જો મોટાભાગની ફ્રેન્ચાઈઝીઓ નિયમમાં ફેરફાર અથવા તેને દૂર કરવાની માગ કરશે, તો આગામી IPL સીઝન પહેલાં મહત્વપૂર્ણ ફેરફાર થવાની શક્યતા વધી શકે છે.

Tags:
IPL ફ્રેન્ચાઈઝીBCCIવિરાટ કોહલીરોહિત શર્માIPL નિયમ બદલાશે
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026