સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત: મિસ્ટ્રી સ્પિનરે નિવૃત્તિ જાહેર કરી, IPLમાં એબી ડી વિલિયર્સને આઉટ કરી મચાવ્યો હતો હલચલ

12 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત: મિસ્ટ્રી સ્પિનરે નિવૃત્તિ જાહેર કરી, IPLમાં એબી ડી વિલિયર્સને આઉટ કરી મચાવ્યો હતો હલચલ

KC Cariappa Announces Retirement: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વન-ડે શ્રેણીના ઉત્સાહ વચ્ચે ભારતીય ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. IPLમાં પોતાની રહસ્યમય સ્પિન બોલિંગથી દિગ્ગજ બેટ્સમેનોને હંફાવનાર કર્ણાટકના સ્પિનર કેસી કરિયપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વડોદરા વન-ડેમાં ભારતની જીત બાદ તુરંત જ કરિયપ્પાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી ચાહકોને આ ચોંકાવનારા સમાચાર આપ્યા હતા.

સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ
કેસી કરિયપ્પાએ સોશિયલ મીડિયા પર પોતાની સફરને યાદ કરતા લખ્યું કે, "જે શેરીઓમાંથી આ સફર શરૂ થઈ હતી ત્યાંથી લઈને સ્ટેડિયમની ઝાકઝમાળ અને જર્સી પહેરવા સુધી, મેં એક સમયે જોયેલું સ્વપ્ન આજે જીવી લીધું છે. આજે હું સત્તાવાર રીતે BCCI ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું." તેણે વધુમાં ઉમેર્યું કે આ સફરમાં મળેલી જીતે તેને હસાવ્યા છે અને હારે ઘણું શીખવ્યું છે. તેણે માર્ગદર્શન આપવા બદલ કર્ણાટક ક્રિકેટ એસોસિએશન (KSCA) અને પડખે ઉભા રહેવા બદલ મિઝોરમ ક્રિકેટ એસોસિએશનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

₹2.4 કરોડનો એ ‘મિસ્ટ્રી સ્પિનર’ જેણે રાતોરાત ચર્ચા જગાવી
કેસી કરિયપ્પાની કારકિર્દી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. વર્ષ 2015માં જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ તેને ₹2.4 કરોડની મોટી રકમમાં ખરીદ્યો, ત્યારે તેની પાસે ઘરેલુ ક્રિકેટનો કોઈ ખાસ અનુભવ નહોતો. કર્ણાટક પ્રીમિયર લીગમાં તેના શાનદાર પ્રદર્શને ગૌતમ ગંભીર અને KKRના મેનેજમેન્ટનું ધ્યાન ખેંચ્યું હતું. તેને ‘મિસ્ટ્રી સ્પિનર’ તરીકે ઓળખવામાં આવતો હતો. પોતાની ડેબ્યૂ મેચમાં જ તેણે વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સની વિકેટ ઝડપીને આખી દુનિયાને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.

IPL અને ઘરેલુ ક્રિકેટના આંકડા
કરિયપ્પા આઈપીએલમાં KKR ઉપરાંત કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) અને રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમ્યો હતો. તેણે પોતાની આઈપીએલ કારકિર્દીની 11 મેચોમાં 8 વિકેટ ઝડપી હતી. ઘરેલુ ક્રિકેટમાં તેની સફર વધુ પ્રભાવશાળી રહી હતી, જ્યાં તેણે 14 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 75 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત 20 લિસ્ટ-A મેચોમાં 24 વિકેટ અને T20 ફોર્મેટમાં કુલ 58 વિકેટ સાથે તેણે પોતાની કારકિર્દીને વિરામ આપ્યો છે. ભારત ભલે કરિયપ્પાને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્લુ જર્સીમાં રમતા ન જોઈ શક્યું, પરંતુ આઈપીએલના ઈતિહાસમાં એક એવા ખેલાડી તરીકે તેનું નામ હંમેશા યાદ રાખવામાં આવશે જેણે અજાણ્યા હોવા છતાં પોતાની બોલિંગથી મોટા સ્ટાર્સને મુશ્કેલીમાં મુક્યા હતા.

Tags:
Cricket Fansક્રિકેટ ચાહકોSpin Bowlerસ્પિન બોલરKarnataka Cricket
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026