સ્પોર્ટ્સ

'કરો અથવા મરો...' ટીમ ઇન્ડિયાએ સેમિફાઇનલની ટિકિટ ગુમાવી તો બરબાદ થઈ જશે આ 4 ખેલાડીઓના કરિયર

26 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
'કરો અથવા મરો...' ટીમ ઇન્ડિયાએ સેમિફાઇનલની ટિકિટ ગુમાવી તો બરબાદ થઈ જશે આ 4 ખેલાડીઓના કરિયર

India vs Zimbabwe T20 World Cup 2026 : ભારતીય ક્રિકેટ ટીમ આજે 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે સુપર-8 મુકાબલો રમવા ઉતરી રહી છે. આવા સમયે ભારતે આ મુકાબલો તો જીતવો જ પડશે, સાથે એ પણ પ્રાર્થના કરવી પડશે કે સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝને હરાવે જેથી તેની આશાઓ જીવંત રહે, પરંતુ જો આજે કોઈ પણ કારણસર ટીમ ઇન્ડિયા સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ જાય તો પછી ઘણા ખેલાડીઓના ટી20 કરિયર પર પણ જોખમ આવી શકે છે.

સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી
સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યા પછી ભારત અને ઝિમ્બાબ્વે બંને માટે 26 ફેબ્રુઆરીની ગ્રુપ 1ની સુપર 8 મેચ ખૂબ જ મહત્વની બની ગઈ છે. ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે આ મેચ જીતવા માગશે. ભારત પર તો આ મુકાબલાને લઈને અલગ જ પ્રકારનું દબાણ છે. ભારતીય ટીમને તે પણ પ્રાર્થના કરવી પડશે કે દિવસની પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમને સાઉથ આફ્રિકા હરાવે, ત્યારબાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝને હરાવે. કારણ કે વેસ્ટ ઇન્ડિઝનો નેટ રન રેટ 5થી વધુ છે, જ્યારે સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ +3.800 છે.

ભારતીય ટીમ પર ડબલ દબાણ
ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને પોતાના ઘરે રમે છે, તેથી તેના પર ડબલ દબાણ છે. સાઉથ આફ્રિકા સામે હાર્યા પછી ભારતીય ટીમનો નેટ રન રેટ -3.800 પર છે. તેથી સુર્યા ઈચ્છશે કે ગણિત તેમના પક્ષમાં રહે. જો વેસ્ટ ઇન્ડિઝ આફ્રિકાને હરાવે તો ભારતનું સેમિફાઇનલનું સમીકરણ બગડી શકે છે.

ઘણા ખેલાડીઓના ટી20 કરિયર પર જોખમ
સુપર 8માં આજે દિવસની મેચ બપોરે 3 વાગ્યે અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે છે. ત્યાં બે પોઈન્ટ માટે મુકાબલો થશે, પરંતુ અમદાવાદથી લગભગ 2,000 કિલોમીટર દૂર ચેન્નઈમાં ભારત અને ઝિમ્બાબ્વેની ટીમો આ મેચ પર નજર રાખશે. જો આજે ભારતીય ટીમ સાથે તેમની અપેક્ષા મુજબ નહીં બને તો ઘણા એવા ખેલાડીઓ છે જેમના ટી20 કરિયર પર જોખમ આવી શકે છે, કારણ કે બેન્ચ પાસે ઘણા વિકલ્પ તૈયાર છે.

અભિષેક શર્મા
હાલમાં ભારતમાં જો કોઈ ખેલાડીની સૌથી વધુ ટીકા થઈ રહી છે તો તે અભિષેક શર્મા છે. જેમણે ટી20 વર્લ્ડ કપ 2026ની 4 મેચોમાં માત્ર 15 રન બનાવ્યા છે. આ 15 રન પણ તેમણે સાઉથ આફ્રિકા સામેના છેલ્લાં ટી20માં બનાવ્યા હતા. શરૂઆતના ટી20માં તો તેમણે 3 વખત ઝીરો રન બનાવ્યા હતા. અભિષેક શર્મા હાલમાં ટી20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન છે, પરંતુ તેમના તાજેતરના ફોર્મે ટીમ ઇન્ડિયાની ચિંતા વધારી છે. 1 જાન્યુઆરી 2025થી અત્યાર સુધીના ટી20 આંકડા જોવામાં આવે તો અભિષેક શર્મા ભારતીય ટીમના સૌથી સફળ બેટ્સમેન છે. તેમણે અત્યાર સુધી 30 મેચની 30 ઇનિંગ્સમાં 1056 રન 37.71ની સરેરાશ અને 196.64નો સ્ટ્રાઈક રેટ બનાવ્યો છે. આ વાતમાં કોઈ શંકા નથી કે આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સૌથી નબળી કડી તરીકે તેઓ સામે આવ્યા છે. એક આંકડો જોવામાં આવે તો પહેલા વિકેટ માટે ભારતની સરેરાશ 6.80 છે, જે 20 ટીમોમાં સૌથી ઓછી છે. અભિષેક જો આગળ પણ નિષ્ફળ જાય તો તેમના વિકલ્પ તરીકે યશસ્વી જયસવાલ અને વૈભવ સૂર્યવંશી છે. વૈભવ આવનારી 27 માર્ચે સિનિયર ટીમ ઇન્ડિયામાં પસંદગી માટે પાત્ર બની જશે. વૈભવ હાલમાં 14 વર્ષના છે અને ICCના નિયમ મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ખેલાડીની ન્યૂનતમ ઉંમર 15 વર્ષ હોવી જોઈએ.

તિલક વર્મા
હાલના ટી20 વર્લ્ડ કપમાં તિલક વર્મા પણ ભારતીય ટીમની નબળી કડી બનીને સામે આવ્યા છે. તેઓ ટીમની મહત્વપૂર્ણ નંબર 3 પોઝિશન પર રમે છે. તેમણે 5 ઇનિંગ્સમાં 107 રન બનાવ્યા છે. જેમાં તેમની એવરેજ 21.40 અને સ્ટ્રાઈક રેટ 118.88 છે, જે નંબર 3 બેટ્સમેન માટે યોગ્ય માનવામાં આવતો નથી. તેમની જગ્યાએ શ્રેયસ અય્યર જેવા બેટ્સમેન પણ વિકલ્પ તરીકે છે. સાઉથ આફ્રિકા સામે તેઓ જેમ આગળ આવીને શોટ મારવા જતા આઉટ થયા, ત્યારબાદ સુનીલ ગાવસ્કરે પણ તેમની ટીકા કરી હતી.

રિંકુ સિંહ
ટી20 વર્લ્ડ કપ 2026માં રિંકુ સિંહે અત્યાર સુધી રમેલા 5 મેચોમાં માત્ર 29 બોલ રમ્યા છે અને ફક્ત 24 રન બનાવ્યા છે. રિંકુએ અમેરિકા સામે 14 બોલમાં 6 રન, નામિબિયા સામે 6 બોલમાં 1 રન, પાકિસ્તાન સામે 4 બોલમાં નોટઆઉટ 11 રન અને નેધરલેન્ડ્સ સામે 3 બોલમાં નોટઆઉટ 6 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા સામે તેમણે રમ્યા, પરંતુ ખાતું ખોલ્યા વગર આઉટ થયા. જોકે ક્રિકેટ જાણકારોના એક વર્ગનું માનવું છે કે રિંકુને પૂરતો મોકો મળ્યો નથી, તેથી તેમના પર પ્રશ્ન ઉઠાવવો યોગ્ય નથી. રિંકુની જગ્યાએ પણ ટીમમાં ઘણા ખેલાડીઓ વિકલ્પ રૂપે છે.

સુર્યકુમાર યાદવ
આ ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના કેપ્ટન સુર્યકુમાર યાદવ છે, પરંતુ તેમનું ફોર્મ પણ તેમના જાણીતા સ્તર મુજબ નથી. જો ભારતીય ટીમની સફર વર્લ્ડ કપમાં અહીં પૂર્ણ થાય તો 35 વર્ષના સુર્યાના કરિયર પર બ્રેક લાગી શકે છે. સુર્યા આ વર્લ્ડ કપમાં ભલે ભારતીય ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેમણે 5 મેચની 5 ઇનિંગ્સમાં 1 વખત નોટઆઉટ રહીને 180 રન 45.00ની સરેરાશ અને 127.65ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 84* હતો, જે તેમણે ઓપનિંગ મેચમાં અમેરિકા સામે બનાવ્યો હતો, પરંતુ સુર્યાનો ટી20 ઇન્ટરનેશનલ કરિયરની સ્ટ્રાઈક રેટ 162.77 અને સરેરાશ 37.32 છે, જે વર્લ્ડ કપ માટે ઓછો છે.

Tags:
Cricket Fansક્રિકેટ ફેન્સIndiaભારતSports
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026