સ્પોર્ટ્સ

ભારત- બાંગ્લાદેશ વચ્ચે યોજાશે ODI અને T20I મેચોની સીરિઝ, ખરાબ પરિસ્થિતિ છતાં શું ભારત કરશે આ પ્રવાસ ?

2 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
ભારત- બાંગ્લાદેશ વચ્ચે યોજાશે ODI અને T20I મેચોની સીરિઝ, ખરાબ પરિસ્થિતિ છતાં શું ભારત કરશે આ પ્રવાસ ?

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરિઝ મૂળ 2025માં યોજાવાની હતી, પરંતુ તે સમયે મુલતવી રાખવામાં આવી હતી. હવે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ અંગે એક મોટું નિવેદન જારી કર્યું છે. બાંગ્લાદેશે આ વર્ષ માટે તેનું ઘરેલું કેલેન્ડર પણ રીલીઝ કર્યું છે. ભારતીય ટીમ ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન આ ટૂર પર રહેશે, જ્યાં ODI અને T20I મેચોની સીરિઝ રમાશે. જોકે, BCCI દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કેલેન્ડર કર્યું રીલીઝ
બાંગ્લાદેશે તેનું 2026 કેલેન્ડર જાહેર કરી દીધું છે. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત, ભારતીય ટીમ પણ ત્યાં ટૂર કરશે. માહિતી અનુસાર, ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશમાં ત્રણ ODI અને ત્રણ T20I મેચ રમશે. કેટલાક સૂત્રોએ શેડ્યૂલ જાહેર કર્યો છે, પરંતુ BCCI એ હજુ સુધી તેને જાહેર કર્યું નથી.

વન-ડે સીરિઝ 1 સપ્ટેમ્બરથી શૂરું થશે
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ઓપરેશન્સ હેડ શહરયાર નફીસે જણાવ્યું હતું કે મૂળ 2025 માટે નિર્ધારિત સીરિઝને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયા 28 ઓગસ્ટે બાંગ્લાદેશ પહોંચશે. પ્રથમ વનડે 1 સપ્ટેમ્બરે રમાશે. સીરિઝની બીજી વનડે 3 સપ્ટેમ્બરે રમાશે અને ત્રીજો અને અંતિમ વનડે 6 સપ્ટેમ્બરે રમાશે.

T20 સીરિઝનો શેડ્યૂલ
ત્રણ મેચની T20 સીરિઝનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે સીરિઝની પહેલી મેચ 9 સપ્ટેમ્બરે, બીજી મેચ 12 સપ્ટેમ્બરે અને છેલ્લી T20 મેચ 13 સપ્ટેમ્બરે રમાશે. જોકે, બાંગ્લાદેશમાં હાલમાં પરિસ્થિતિ ખરાબ છે, તેથી ટીમ ઇન્ડિયા ત્યાં ટૂર કરશે કે નહીં તે સ્પષ્ટ નથી. એવું માનવામાં આવે છે કે BCCI સીરિઝ પહેલા રિપોર્ટ માંગશે. વધુમાં, આ શેડ્યૂલ બાંગ્લાદેશ દ્વારા પ્રદાન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી BCCI સીરિઝની જાહેરાત ન કરે ત્યાં સુધી ચોક્કસ કંઈ કહેવું અશક્ય છે.

Tags:
પ્રવાસની અનિશ્ચિતતામેચ શેડ્યુલ#ગુજરાતીસમાચાર#ક્રિકેટ#INDvsBAN
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026