સ્પોર્ટ્સ

શ્રીલંકાથી યજમાની છીનવાઈ, ભારતમાં યોજાશે મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી, તારીખ અને વેન્યુ જાહેર

2 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
શ્રીલંકાથી યજમાની છીનવાઈ, ભારતમાં યોજાશે મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી, તારીખ અને વેન્યુ જાહેર

India to host Womens Champions Trophy 2027: ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027ને લઈને ભારતીય ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રથમ વખત યોજાનારી આ ટૂર્નામેન્ટની યજમાની અગાઉ શ્રીલંકાને સોંપવામાં આવી હતી, પરંતુ શ્રીલંકન ક્રિકેટ બોર્ડમાં વધતા રાજકીય હસ્તક્ષેપને પગલે હવે તેનું આયોજન ભારતમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ICC દ્વારા ટૂર્નામેન્ટની તારીખો અને સ્થળોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઐતિહાસિક ટૂર્નામેન્ટ 14 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન રમાશે. સમગ્ર સ્પર્ધાનું આયોજન મુંબઈ અને વડોદરામાં કરવામાં આવશે. મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી T20 ફોર્મેટમાં રમાશે, જેના કારણે ક્રિકેટ ચાહકોને ટૂંકા ફોર્મેટમાં અનેક રોમાંચક મુકાબલા જોવા મળશે.

મેચો ન્યુટ્રલ વેન્યુ પર યોજવાની સ્થિતિ ઊભી થઈ
પાકિસ્તાનની મહિલા ટીમ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે. જો પાકિસ્તાનની ટીમ ક્વોલિફાય થઈ હોત તો ભારત-પાકિસ્તાનના રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને તેની મેચો ન્યુટ્રલ વેન્યુ પર યોજવાની સ્થિતિ ઊભી થઈ શકતી હતી. જોકે, પાકિસ્તાન બહાર રહેતાં હવે ટૂર્નામેન્ટની તમામ મેચો ભારતમાં જ રમાશે. સ્પર્ધામાં ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સહિત છ ટીમો ભાગ લેશે અને રાઉન્ડ રોબિન ફોર્મેટમાં દરેક ટીમ અન્ય પાંચ ટીમો સામે રમશે.

ટીમોને પોતાની રેન્કિંગ સુધારવા માટે પણ પ્રોત્સાહન મળશે
ICC ચેરમેન જય શાહે મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીને મહિલા ક્રિકેટ માટે નવા અધ્યાયની શરૂઆત ગણાવી છે. તેમના મતે આ ટૂર્નામેન્ટથી વિશ્વની ટોચની ટીમો વચ્ચે સ્પર્ધા વધશે અને અન્ય ટીમોને પોતાની રેન્કિંગ સુધારવા માટે પણ પ્રોત્સાહન મળશે. વનડે વર્લ્ડ કપ બાદ ઘરઆંગણે આ ટ્રોફી જીતવાની તક ભારતીય મહિલા ટીમ માટે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક બની શકે છે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandanક્રિકેટ અપડેટ્સગૌરવપૂર્ણ ક્ષણ#સ્પોર્ટ્સગુજરાતી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026