સ્પોર્ટ્સ

'શૂન્યથી શુરૂઆત કરવી પડશે..', 10,000 રનનો ઈતિહાસ રચ્યા બાદ સ્મૃતિ મંધાનાએ આપ્યું ચોંકાવનારું નિવેદન

29 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
'શૂન્યથી શુરૂઆત કરવી પડશે..', 10,000 રનનો ઈતિહાસ રચ્યા બાદ સ્મૃતિ મંધાનાએ આપ્યું ચોંકાવનારું નિવેદન

Smriti Mandhana : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ રવિવારે શ્રીલંકા સામેની ચોથી T20 મેચમાં શાનદાર ઇનિંગ રમી, 80 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પણ પૂર્ણ કર્યા. આ સિદ્ધિ મેળવનારી તે બીજી ભારતીય અને વિશ્વની ચોથી મહિલા બેટ્સમેન છે. આ સીમાચિહ્ન પર પહોંચ્યા પછી મંધાનાનું પહેલું રીએક્શન સામે આવ્યું છે.

સૌથી મોટી ભાગીદારી
તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રીલંકા સામેની ચોથી મેચમાં મંધાનાએ 48 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા. તેણે શેફાલી વર્મા સાથે મળીને પ્રથમ વિકેટ માટે 162 રનની ભાગીદારી કરી, જે મહિલા T20I ક્રિકેટમાં ભારત માટે કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. શેફાલીએ આ મેચમાં 46 બોલનો સામનો કરીને 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 79 રન બનાવ્યા.

'શૂન્યથી શરૂઆત કવરી પડશે'
મેચ પછી, મંધાનાએ કહ્યું કે 10,000 રન બનાવ્યા પછી પણ, તેણે આગામી મેચમાં શૂન્યથી શરૂઆત કરવી પડશે. તેણીએ કહ્યું કે ક્રિકેટમાં ક્યારેય એવું નથી થતું કે તમે પાછલી મેચમાં જે કર્યું તે આવતીકાલની મેચમાં ઉપયોગી થશે. BCCI એ ભારતીય ક્રિકેટ ટીમના ઇન્સ્ટાગ્રામ પેજ પર મંધાનાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં મંધાનાએ કહ્યું છે કે, "એવું ક્યારેય નથી થતું કે અમે પાછલી મેચોમાં જે કર્યું તે આગામી મેચમાં ઉપયોગી થશે. ક્રિકેટમાં, તમારે શૂન્યથી શરૂઆત કરવી પડશે. સ્કોરબોર્ડ હંમેશા શૂન્ય હોય છે. એવું નથી થતું કે તમે પાછલી મેચમાં કે પાછલી સીરિઝમાં જે પણ રન બનાવ્યા તે ઉપયોગી થશે.'

અપેક્ષાઓ અલગ-અલગ છે
મંધાનાએ કહ્યું કે દરેક ફોર્મેટ માટે તેની અપેક્ષાઓ અલગ અલગ હોય છે. "ત્રણેય ફોર્મેટ માટે મારી અપેક્ષાઓ અલગ અલગ હોય છે. તેણીએ કહ્યું. "T20 એક એવી જગ્યા છે જ્યાં તમે તમારી જાતને વધારે દોષી ઠેરવી શકતા નથી કારણ કે તમે એવી ગતિએ રમી રહ્યા છો જ્યાં એવા દિવસો આવશે જ્યારે તમે સારું પ્રદર્શન નહીં કરો.'

Tags:
Start From Zeroશૂન્યથી શરૂઆત#GujaratiNews#ગુજરાતીસમાચાર#CricketUpdate
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026