સ્પોર્ટ્સ

પાકિસ્તાનની ફિલ્ડિંગ જોઈને ચાહકો ચોંક્યા, ત્રણ ખેલાડીઓ વચ્ચે કેચ ડ્રોપ!

9 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
પાકિસ્તાનની ફિલ્ડિંગ જોઈને ચાહકો ચોંક્યા, ત્રણ ખેલાડીઓ વચ્ચે કેચ ડ્રોપ!

IND vs PAK U19 Asia Cup 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી અંડર-19 એશિયા કપની મેચમાં પાકિસ્તાનની નબળી ફિલ્ડિંગ ચર્ચાનો વિષય બની છે. મેચ દરમિયાન પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ એક સરળ કેચ પકડવા માટે દોડ્યા હતા, પરંતુ ત્રણેયમાંથી કોઈ ખેલાડી બોલ પકડી શક્યો નહોતો. પરિણામે ભારતીય બેટ્સમેન કાવ્યા પટેલને જીવનદાન મળ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ત્રણ ખેલાડીઓ કેચ પકડવા દોડ્યા, છતાં બોલ થયો ડ્રોપ

આ ઘટના ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતની ઇનિંગની 44મી ઓવર દરમિયાન બની હતી. મોહમ્મદ સૈયમના બોલ પર કાવ્યા પટેલે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બોલ બેટની ટોચે વાગીને હવામાં ઊંચો ગયો હતો. આ દરમિયાન પાકિસ્તાનના મોહમ્મદ સૈયમ, વિકેટકીપર હમઝા ઝહૂર અને ઉસ્માન ખાન કેચ પકડવા માટે દોડ્યા હતા. ત્રણેય ખેલાડીઓ બોલની નીચે પહોંચ્યા હોવા છતાં કોઈએ કેચ પકડ્યો નહોતો. આ રીતે ભારતીય બેટ્સમેનને મોટું જીવનદાન મળ્યું હતું.

પાકિસ્તાને 3 વિકેટથી મેળવી જીત

ભારત તરફથી અર્જુન રાજપૂતે શાનદાર બેટિંગ કરતાં સદી ફટકારી હતી. તેણે માત્ર 85 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 107 રન બનાવ્યા હતા. જોકે, અર્જુનના આઉટ થયા બાદ ભારતીય ઇનિંગ લથડી હતી અને આખી ટીમ 46.3 ઓવરમાં 208 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી અલી રઝા, રિઝવાનુલ્લાહ અને નિકાબ શફીફે 3-3 વિકેટ ઝડપી હતી.

હમઝા ઝહૂરની સદીએ પાકિસ્તાનને અપાવી જીત
209 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે 7 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. વિકેટકીપર બેટ્સમેન હમઝા ઝહૂરે શાનદાર સદી ફટકારીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એક તરફ પાકિસ્તાને મેચ જીતી લીધી, તો બીજી તરફ ત્રણ ખેલાડીઓ દ્વારા સરળ કેચ છોડવાની ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

Tags:
ક્રિકેટ વિડિઓફિલ્ડિંગ ભૂલPakistan TeamPak vs NZSports Updates
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026