સ્પોર્ટ્સ

પાકિસ્તાન સામે ભારતની હાર પર કેપ્ટન તિલક વર્માનું મોટું નિવેદન, કહ્યું- મારા માટે ટીમની જીત જ સૌથી મહત્ત્વની

23 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
પાકિસ્તાન સામે ભારતની હાર પર કેપ્ટન તિલક વર્માનું મોટું નિવેદન, કહ્યું- મારા માટે ટીમની જીત જ સૌથી મહત્ત્વની

IND A vs PAK A: મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં પાકિસ્તાન-એ સામે ભારત-એ ટીમને 48 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મુકાબલામાં ભારતીય કેપ્ટન તિલક વર્માએ શાનદાર સદી ફટકારીને અંત સુધી ટીમની જીતની આશા જીવંત રાખી હતી, પરંતુ અન્ય બેટ્સમેનોનો પૂરતો સાથ ન મળતાં ભારત લક્ષ્ય સુધી પહોંચી શક્યું નહોતું. મેચ બાદ તિલક વર્માએ હારનાં કારણો અંગે ખુલાસો કર્યો હતો. તેમણે શાહબાઝ અહેમદની વિકેટને મેચનો નિર્ણાયક વળાંક ગણાવ્યો હતો અને પાકિસ્તાની બોલરોની પણ પ્રશંસા કરી હતી.

શાહબાઝ અહેમદના આઉટ થતાં ભારતની આશા તૂટી
પાકિસ્તાન-એ દ્વારા આપવામાં આવેલા 314 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. વૈભવ સૂર્યવંશી અને આયુષ બદોની વહેલા આઉટ થઈ ગયા હતા. જોકે, અભિષેક શર્માએ 70 રનની શાનદાર ઇનિંગ રમીને તિલક વર્માને સાથ આપ્યો હતો. અભિષેકના આઉટ થયા બાદ ભારતીય બેટિંગ લાઇનઅપ દબાણમાં આવી ગઈ હતી અને ટીમે માત્ર 129 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં તિલક વર્મા અને શાહબાઝ અહેમદે સાતમી વિકેટ માટે 112 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીએ ભારતને ફરી જીતની રેસમાં લાવી દીધું હતું. જોકે, શાહબાઝ અહેમદ આઉટ થતાં ભારતીય ટીમની આશાઓને મોટો ઝટકો લાગ્યો હતો. તિલકના મતે, શાહબાઝ જો બે ઓવર વધુ ક્રિઝ પર ટકી રહ્યો હોત તો મેચનું પરિણામ અલગ આવી શક્યું હોત.

તિલકે પાકિસ્તાની ફાસ્ટ બોલરોને આપ્યો જીતનો શ્રેય
મેચ બાદ તિલક વર્માએ પાકિસ્તાનના ફાસ્ટ બોલરોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે બીજી ઇનિંગની શરૂઆતની 10 ઓવરમાં પિચ પરથી બોલરોને સારો સ્વિંગ મળી રહ્યો હતો. પાકિસ્તાનના બંને ફાસ્ટ બોલરોએ સચોટ લાઇન અને લેન્થ પર બોલિંગ કરીને ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા. તિલકે સ્વીકાર્યું હતું કે વચ્ચેની ઓવરોમાં સતત વિકેટો પડતાં ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી. તેમના મતે, જો ભારતીય બેટ્સમેનોએ મધ્યની ઓવરોમાં વિકેટો ગુમાવવાનું ટાળ્યું હોત તો મેચ 47મી કે 48મી ઓવરમાં પૂરી થઈ શકી હોત.

149 બોલમાં સદી છતાં તિલક પોતાની ઇનિંગથી ખુશ નથી
આ મુકાબલામાં તિલક વર્માએ 149 બોલમાં 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમની ઇનિંગમાં એક છગ્ગો અને સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં એક છેડો સાચવી રાખ્યો હતો અને ટીમને જીતની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ ભારત તરફથી અંતિમ વિકેટ તરીકે આઉટ થયા હતા. જોકે, પોતાની આ ઇનિંગને તાજેતરની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક ગણાવવા અંગે પૂછવામાં આવતાં તિલકે સ્પષ્ટ કર્યું હતું કે તેમના માટે વ્યક્તિગત સિદ્ધિ કરતાં ટીમની જીત વધુ મહત્ત્વ ધરાવે છે. તેમણે કહ્યું, "મારા માટે કોઈ પણ વ્યક્તિગત સિદ્ધિ કરતાં ટીમની જીત વધુ મહત્વની છે. જો મારી ઇનિંગ છતાં ટીમ મેચ જીતી ન શકે, તો હું તેને મારું શ્રેષ્ઠ પ્રદર્શન નહીં કહું." તિલકે વધુમાં જણાવ્યું કે તેમનો પ્રયાસ હંમેશા મેચને શક્ય તેટલી લાંબી ખેંચવાનો અને અંત સુધી જીતની આશા જીવંત રાખવાનો હોય છે. જો અન્ય કોઈ બેટ્સમેને થોડો વધુ સમય સાથ આપ્યો હોત તો તેઓ મેચ ફિનિશ કરી શક્યા હોત. કેપ્ટન તરીકે મુશ્કેલ પરિસ્થિતિમાંથી ટીમને બહાર કાઢવાની જવાબદારી પોતાની હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.

Tags:
GujaratVandanTilak Varma CenturyRising Stars Asia Cup 2026Pakistan A CricketIndia A Defeat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026