સ્પોર્ટ્સ

ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર, બુમરાહને પાછળ છોડી સ્ટાર્ક બન્યો નંબર વન

26 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર, બુમરાહને પાછળ છોડી સ્ટાર્ક બન્યો નંબર વન

ICC rankings: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે લેટેસ્ટ ICC ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું નંબર વન સ્થાન ગુમાવ્યું છે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં બુમરાહ ન રમતાં તેના રેન્કિંગ પર અસર પડી છે. 638 દિવસ સુધી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યા બાદ હવે બુમરાહ બીજા સ્થાને સરકી ગયો છે. તેની જગ્યાએ ઓસ્ટ્રેલિયાનો અનુભવી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક વિશ્વનો નંબર વન ટેસ્ટ બોલર બન્યો છે.

સ્ટાર્કે બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું
મિશેલ સ્ટાર્કે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરતાં કુલ 10 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનનો સીધો ફાયદો તેને ICC ટેસ્ટ રેન્કિંગમાં મળ્યો છે. 36 વર્ષીય સ્ટાર્ક હવે 872 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે જસપ્રીત બુમરાહ ઉપરાંત ન્યૂઝીલેન્ડના મેટ હેનરીને પણ પાછળ છોડી દીધો છે.

પહેલીવાર ટેસ્ટમાં નંબર વન બન્યો સ્ટાર્ક
મિશેલ સ્ટાર્ક માટે આ ઉપલબ્ધિ ખાસ છે, કારણ કે તેની ટેસ્ટ કારકિર્દીમાં આ પહેલીવાર છે જ્યારે તે ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર વન બન્યો છે. જોકે, તે અગાઉ વનડે ફોર્મેટમાં પણ વિશ્વનો નંબર વન બોલર રહી ચૂક્યો છે. T20 ક્રિકેટમાં તેનું સર્વશ્રેષ્ઠ ICC રેન્કિંગ ત્રીજું સ્થાન રહ્યું છે.

445 ટેસ્ટ વિકેટ સાથે શાનદાર કારકિર્દી
મિશેલ સ્ટાર્કે અત્યાર સુધી પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 445 વિકેટ ઝડપી છે અને તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ડાબોડી ફાસ્ટ બોલર છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 19 વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી છે, જ્યારે ચાર વખત એક જ ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. બુમરાહ હવે બીજા સ્થાને હોવાથી આગામી મેચોમાં તેના પ્રદર્શન પર ફરી નંબર વન સ્થાન મેળવવાની નજર રહેશે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનસ્પોર્ટ્સ ન્યૂઝરમતગમતLatest Sports News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026