સ્પોર્ટ્સ

ન્યુઝીલેન્ડ નાઈટક્લબ વિવાદમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકનું યુ-ટર્ન, કહ્યું. 'મેં ખોટું બોલ્યું...'

31 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
ન્યુઝીલેન્ડ નાઈટક્લબ વિવાદમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકનું યુ-ટર્ન, કહ્યું. 'મેં ખોટું બોલ્યું...'

Harry Brook U-Turn On New Zealand Nightclub Incident: ઈંગ્લેન્ડના વ્હાઇટ-બોલ કેપ્ટન હેરી બ્રુકે શુક્રવારે કહ્યું કે તેણે ગયા વર્ષના અંતમાં ન્યૂઝીલેન્ડમાં એક નાઈટક્લબ બાઉન્સર સાથે થયેલા ઝઘડા વિશે ખોટું બોલ્યું હતું, હેરી બ્રુકે કહ્યું કે તે એકલો હતો, જેથી તે તેના સાથી ખેલાડીઓને બચાવી શકે અને તે ઘટનામાંથી શીખી રહ્યો છે.

બાઉન્સર પર હુમલો કરવાનો આરોપ
અહેવાલ મુજબ, 31 ઓક્ટોબર, 2025ના રોજ નાઇટક્લબમાં પ્રવેશ ન મળતાં એક બાઉન્સર સાથે બ્રુકનો ઝઘડો થયો હતો. તે સમયે ઇંગ્લેન્ડની ટીમ ન્યુઝીલેન્ડમાં રમી રહી હતી. 26 વર્ષીય બ્રુકે પાછળથી પોતાના વર્તન માટે માફી માંગી, જેના કારણે તેને અને તેની ટીમને ટીકાઓનો સમનો કરવો પડ્યો હતો.

બ્રુકે ખોટું બોલ્યું હતું
શુક્રવાર, 31 જાન્યુઆરી, 2026ના રોજ, એક નિવેદનમાં હેરી બ્રુકે સ્વીકાર્યું કે તે ખોટું બોલ્યો હતો અને તે ઘટનાસ્થળે હાજર રહેનાર એકમાત્ર અંગ્રેજી ખેલાડી નહોતો. શ્રીલંકામાં T20 સીરિઝમાં ઇંગ્લેન્ડનું નેતૃત્વ કરી રહેલા 26 વર્ષીય બ્રુકે કહ્યું, 'હું વેલિંગ્ટનમાં મારી કર્યોની જવાબદારી લઉં છું અને સ્વીકારું છું કે તે સાંજે અન્ય લોકો પણ હાજર હતા.'

'હું શીખી રહ્યો છું'
બ્રુકે આગળ કહ્યું, 'મને મારી ભૂતકાળની ટિપ્પણીઓ પર પસ્તાવો છે અને મારો હેતુ મારા સાથી ખેલાડીઓને મારા પોતાના નિર્ણયોને કારણે થયેલી પરિસ્થિતિમાં ફસાવવાથી બચાવવાનો હતો. મેં માફી માંગી છે અને આ બાબતે ચિંતન કરવાનું ચાલુ રાખીશ. આ મારી કારકિર્દીનો મુશ્કેલ સમય રહ્યો છે, પરંતુ હું તેમાંથી શીખી રહ્યો છું.'

મેદાનની બહારની જવાબદારીઓ વિશે શીખવાનું બાકી
બ્રુકે કહ્યું, 'મારું માનવું છે કે મને લીડરશિપ અને કેપ્ટનશીપ સાથે આવતી મેદાનની બહારની જવાબદારીઓ વિશે વધુ શીખવાનું બાકી છે.' બ્રુકે શ્રીલંકામાં ODI સીરિઝમાં ઇંગ્લેન્ડને વિજય અપાવ્યો હતો અને તેઓ તેમના યજમાન સામે આગામી T20 સીરિઝ 1-0થી આગળ છે. બ્રુક અને તેની ટીમ 8 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે T20 વર્લ્ડ કપ 2026ના તેમના અભિયાનની શરૂઆત કરશે.

Tags:
Sports Worldરમત જગતNew Zealandન્યુઝીલેન્ડPlayer Controversy
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026