સ્પોર્ટ્સ

સ્ટેડિયમમાં જ ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડી ફાતિમા સના, વુમન્સ એશિયા કપ 2026ની સેમિફાઇનલમાં શ્રીલંકા સામે પાકિસ્તાનની હાર

12 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
સ્ટેડિયમમાં જ ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડી ફાતિમા સના, વુમન્સ એશિયા કપ 2026ની સેમિફાઇનલમાં શ્રીલંકા સામે પાકિસ્તાનની હાર

Fatima Sana Crying Video: પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ફાતિમા સના માટે વુમન્સ એશિયા કપ 2026ની સેમિફાઇનલ મેચ દર્દનાક સાબિત થઈ હતી. પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડવા માટે ફાતિમાએ બેટ અને બોલથી પૂરતા પ્રયાસ કર્યા છતા જીતી ન શક્યા. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલા આ રોમાંચક મુકાબલામાં શ્રીલંકાએ પાકિસ્તાનને 4 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. મેચ સમાપ્ત થયા બાદ ફાતિમા પોતાની જાત પર કાબૂ રાખી શકી નહોતી અને મેદાન પર જ તે રડવા લાગી હતી.

અસહ્ય ગરમી અને ક્રૅમ્પ્સ વચ્ચે કેપ્ટન ફાતિમાની જુસ્સાદાર બેટિંગ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઊતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને સતત વિકેટો પડવાને કારણે ટીમ ભારે દબાણમાં આવી ગઈ હતી. આવા મુશ્કેલ સમયે ફાતિમા સનાએ સુકાની તરીકે જવાબદારીપૂર્વક બેટિંગ કરી હતી. તેણે 36 બોલમાં અણનમ 47 રન બનાવ્યા હતા. ભારે ગરમી વચ્ચે તેને મસલ ક્રૅમ્પ્સની તકલીફ પણ થઈ રહી હતી, છતાં તેણે હાર ન માની અને અંત સુધી ક્રીઝ પર ટકી રહી હતી. તુબા હસન સાથે મળીને તેણે આખરી ઓવરોમાં ઝડપી રન બનાવી પાકિસ્તાનનો સ્કોર 130/6 સુધી પહોંચાડ્યો હતો.

શ્રીલંકા સામે બોલિંગમાં પણ વિકેટોની ઝડપથી શરૂઆત
130 રનના સ્કોરનો બચાવ કરવા ઊતરેલી પાકિસ્તાની ટીમને ફાતિમા સનાએ બોલિંગમાં પણ શાનદાર શરૂઆત અપાવી હતી. પોતાની પ્રથમ જ ઓવરમાં તેણે સતત બોલ પર શ્રીલંકન કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને સંજના કાવિંદીને પેવેલિયન ભેગી કરી દીધી હતી. એક તબક્કે શ્રીલંકાના 33 રન પર 4 વિકેટ પડી ગઈ હતી અને મેચ પાકિસ્તાનના હાથમાં જતી દેખાતી હતી પરંતુ, હર્ષિથા સમરવિક્રમા (36 રન) અને કવિશા દિલહારી (33 રન) વચ્ચે થયેલી 67 રનની નિર્ણાયક ભાગીદારીએ મેચનું પાસું પલટી નાખ્યું હતું.

છેલ્લી ઘડી સુધી સંઘર્ષ અને 'પ્લેયર ઓફ ધ મેચ'
મેચમાં વાપસી કરતાં ફાતિમા સનાએ પોતાની ત્રીજી ઓવરમાં હર્ષિથા અને કવિશા બંનેને આઉટ કરીને મેચમાં પોતાની 4 વિકેટ પૂરી કરી હતી. પરંતુ અંતમાં કૌશાની નુત્યાંગના (અણનમ 10) અને નીલાક્ષિકા ડી સિલ્વા (અણનમ 18) એ સંયમપૂર્વક બેટિંગ કરીને શ્રીલંકાને વિજય અપાવ્યો હતો. આ મુકાબલામાં અણનમ 47 રન બનાવવા ઉપરાંત 4 વિકેટ ઝડપવા બદલ ફાતિમાને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવી હતી, પરંતુ આ સિદ્ધિ પણ ટીમની હારનું દર્દ ઓછું કરી શકી નહોતી. મેચ બાદ ફાતિમાએ સ્વીકાર્યું હતું કે ફિલ્ડિંગમાં થયેલી ભૂલો અને બેટિંગમાં સુધારાનો અભાવ ટીમને ભારે પડ્યો હતો.

ભારત સામે શ્રીલંકાનો મહામુકાબલો અને એશિયા કપનો ઇતિહાસ
સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે શ્રીલંકાની મહિલા ટીમની આ સતત ત્રીજી જીત હતી, જે દર્શાવે છે કે એશિયન ક્રિકેટમાં શ્રીલંકાનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. હવે રવિવારે રમાનારી ફાઇનલમાં શ્રીલંકાનો સામનો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સામે થશે. ભારતીય ટીમે બીજી સેમિફાઇનલમાં વિજય મેળવીને ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ ફાઇનલ મેચ અત્યંત રોમાંચક બનવાની ધારણા છે, કારણ કે બંને ટીમો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ ફોર્મમાં રહી છે અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના આ સૌથી મોટા મંચ પર ટ્રોફી જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.

Tags:
એશિયા ક્રિકેટACC મહિલા ક્રિકેટસ્કોરકાર્ડવાયરલ ક્રિકેટમેચ રીઝલ્ટ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026