સ્પોર્ટ્સ

હાથમાં તિરંગો લઈને અચાનક મેદાનમાં ઘૂસ્યો ચાહક, પાસે આવતા જ વિરાટે જે કર્યું તે જોઈ સૌ કોઈ ચોંકી ગયા!

16 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
હાથમાં તિરંગો લઈને અચાનક મેદાનમાં ઘૂસ્યો ચાહક, પાસે આવતા જ વિરાટે જે કર્યું તે જોઈ સૌ કોઈ ચોંકી ગયા!

Team India match fan moment: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન મેદાન પર એક ખૂબ જ મજેદાર અને ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. મેચ દરમિયાન અચાનક સુરક્ષા ઘેરો તોડીને એક ચાહક ભારતીય તિરંગો લઈને સીધો જ મેદાનમાં ઘૂસી ગયો. આ આખી ઘટના દરમિયાન ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બેટર વિરાટ કોહલીનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેને જોઈને સૌ કોઈ પોતાનું હસવાનું રોકી નથી શકતા.

અચાનક મેદાનમાં આવ્યો ચાહક અને...
મેચ દરમિયાન એક ચાહક સુરક્ષાકર્મીઓને થાપ આપીને મેદાનની અંદર ઘૂસી ગયો અને ખૂબ જ ઝડપથી ખેલાડીઓની તરફ આગળ વધવા લાગ્યો. આ દરમિયાન તમામ લોકોની નજર મેદાનમાં ઘૂસી ગયેલા આ યુવક તરફ હતી. આ યુવકના હાથમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ હતો અને તે સીધો જ ખેલાડીઓની તરફ આગળ વધી રહ્યો હતો.

ખેલાડીઓનું રિએક્શન થયું વાયરલ
મેદાનમાં અચાનક ઘૂસેલા આ ચાહકને જોઈને ખેલાડીઓનું રિએક્શન પણ જોવા લાયક હતું. જોકે, આ દરમિયાન વિરાટ કોહલીના અનોખા અંદાજે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. મેદાનમાં હંમેશા જોશમાં જોવા મળતા વિરાટે આ ચાહકને પોતાની તરફ આવતા જોઈને દોટ મૂકી હતી. પહેલાં કોહલીએ તેની તરફ ઈશારો કર્યો અને બાદમાં એક સ્મિત સાથે રમૂજી અંદાજમાં કહ્યું 'ઓયે યાર...'. જોકે, બાદમાં જરાય મોડું કર્યા વિના પાછળની તરફ જૉગિંગ કરતા વિરાટે દોડવાનું શરૂ કરી દીધું. મેદાન પર કોહલીનું આ લાઇટહાર્ટેડ રિએક્શન જોઇને ફેન્સ પણ પોતાનું હસવાનું રોકી ન શક્યા. જોકે, કોહલીએ સુરક્ષાના ધોરણોને ધ્યાને રાખીને દૂર રહેવાનું જ પસંદ કર્યું હતું.

સુરક્ષાકર્મીઓએ ચાહકને કાઢ્યો બહાર
આ આખીય ઘટના બાદ મેદાનમાં મામલો થોડો ગંભીર બન્યો અને સુરક્ષાકર્મીઓ પણ એલર્ટ થઈ ગયા હતા. એક સુરક્ષીકર્મી પાછળથી દોડીને આવ્યા અને મેદાનમાં ઘૂસેલા યુવકને પકડીને જમીન પર પાડી દીધો. ત્યારબાદ બાકીના સુરક્ષાકર્મી પણ તુરંત ત્યાં પહોંચ્યા અને પકડીને તેને બહાર કાઢી દીધો. આ નાનકડી રૂકાવટ બાદ મેચ ફરી શરૂ થઈ અને ભારતે શાનદાર પ્રદર્શન કરીને 22 રન સાથે જીત હાંસલ કરી. મેચમાં ભારતીય બોલર્સે ફરી એકવાર શાનદાર પરફોર્મન્સ આપીને ન્યૂઝીલેન્ડના બેટર્સને બેકફૂટ પર ધકેલવાનું કામ કર્યું હતું.

Tags:
King Kohli viral videoVirat Kohli news todayTeam India match fan momentVirat Kohli fan security breachpitch invader Virat Kohli viral video
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026