Despite rape allegations: કાઉન્ટી ચેમ્પિયનશિપ માટે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર સ્કોટ કુગેલેઇજન સાથે કરાર કરનાર હેમ્પશાયર ક્રિકેટ ક્લબે હવે તેને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. કુગેલેઇજનના ટીમમાં સમાવેશ સામે ચાહકો અને સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ ક્લબની ટીકા થઈ રહી હતી અને દુષ્કર્મના આરોપોનો સામનો કરી ચૂકેલા ખેલાડીને ટીમમાં સામેલ કરવા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
સ્કોટ કુગેલેઇજન હવે ક્લબ તરફથી રમશે
વિરોધ બાદ હેમ્પશાયરે સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે સ્ટાફ અને સમર્થકોના પ્રતિસાદને ધ્યાનમાં લીધા બાદ સ્કોટ કુગેલેઇજન હવે ક્લબ તરફથી રમશે નહીં. ક્લબે પોતાના ચાહકોના અભિપ્રાયને મહત્વ આપવાની વાત કહી હતી અને સિઝનની બાકીની ચાર કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચોમાં ટીમને સમર્થન આપવા અપીલ કરી હતી.
કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો
સ્કોટ કુગેલેઇજન પર 2015માં દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો, જોકે બાદમાં તેને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ ન્યૂઝીલેન્ડની ટીમમાં તેની પસંદગી વખતે વિરોધ જોવા મળ્યો હતો. કુગેલેઇજન IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી ચૂક્યો છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ સાથે નેટ બોલર તરીકે પણ જોડાઈ ચૂક્યો હતો.
T-20 આંતરરાષ્ટ્રીય મેચનો સમાવેશ થાય
કુગેલેઇજનની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 3 ટેસ્ટ, 2 વનડે અને 18 T-20 આંતરરાષ્ટ્રીય મેચનો સમાવેશ થાય છે, જેમાં તેણે કુલ 27 વિકેટ ઝડપી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 114 મેચોમાં 379 વિકેટ લીધી છે. બોલિંગ ઉપરાંત તે બેટિંગમાં પણ ઉપયોગી સાબિત થયો છે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લગભગ 4,000 રન સાથે ચાર સદી ફટકારી છે.








