સ્પોર્ટ્સ

શું રોનાલ્ડો સાઉદી અરેબિયા છોડી રહ્યા છે? વધતા તણાવ વચ્ચે ફૂટબોલ સ્ટારની જેટ ફ્લાઇટે અટકળો વધારી

3 માર્ચ, 2026•
GVGujaratvandan team
શું રોનાલ્ડો સાઉદી અરેબિયા છોડી રહ્યા છે? વધતા તણાવ વચ્ચે ફૂટબોલ સ્ટારની જેટ ફ્લાઇટે અટકળો વધારી

Ronaldo Georgeina Rodriguez travel: ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેમની પાર્ટનર જ્યોર્જિના રૉડ્રિગેઝ અંગે મધ્યપૂર્વમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે સંશયજનક અટકળો તેજ થઇ ગઈ છે. સમાચાર અનુસાર, તેમના £61 મિલિયનના લક્ઝરી ખાનગી જેટએ મધ્યરાત્રિએ સાઉદી અરેબિયાથી મેડ્રિડ ઉડાન ભરી હોવાનું કહેવાય છે. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ 6500એ રાત્રે 8 વાગ્યે રિયાધથી ઉડાન ભરી અને લગભગ સાત કલાક પછી 1 વાગ્યે મેડ્રિડમાં લેન્ડિંગ કર્યું.

અનેક વિદેશી નાગરિકોએ મધ્યપૂર્વ છોડવાનું શરૂ કર્યું
રિયાધ, જે છેલ્લા દિવસોમાં હુમલાઓનો સામનો કરી રહ્યું છે ત્યાં 41 વર્ષીય રોનાલ્ડો તેમના પાંચ બાળકો અને જ્યોર્જિના રૉડ્રિગેઝ સાથે રહે છે. અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલાની જાણ થઈ છે અને અનેક વિદેશી નાગરિકોએ મધ્યપૂર્વ છોડવાનું શરૂ કર્યું છે. ફ્લાઇટ ડેટા દર્શાવે છે કે રોનાલ્ડોનું જેટ ઇજિપ્ત અને ભૂમધ્ય સમુદ્ર ઉપરથી થઈને સ્પેન પહોંચ્યું હતું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સુરક્ષા જોખમોનો ઉલ્લેખ કરીને નાગરિકોને મધ્ય પૂર્વના ઘણા દેશો ખાલી કરવાની સલાહ પણ આપી હતી. રિયાધ જતી ઘણી ફ્લાઇટ્સ હવામાં જ પાછી ફરતી હોવાના અહેવાલ છે.

2024માં ખરીદ્યું હતું 'બ્લેક બીસ્ટ' જેટ
રોનાલ્ડોએ 2024માં પોતાના જૂના Gulfstream G200ને વેચીને નવા Bombardier Global Express 6500 જેટને ખરીદ્યું હતું, જેનો ખર્ચ આશરે £61 મિલિયન છે. આ ઓલ-બ્લેક જેટમાં 15 પ્રવાસીઓની ક્ષમતા છે. તેમાં લક્ઝરી સીટિંગ વિસ્તાર, ડબલ બેડવાળા સુઇટ અને અલગ શાવર એરિયા જેવી સુવિધાઓ છે. જેટ પર તેમના લોગો અને ગોલ સેલિબ્રેશનની સિલુએટ કસ્ટમાઈઝ કરેલી છે. તાજેતરમાં જ જ્યોર્જિનાએ આ જેટથી મિલાનની મુસાફરી કરતી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

રોનાલ્ડો ઘાયલ, ક્લબ મેચ સ્થગિત
રોનાલ્ડો હાલમાં સાઉદી પ્રો લીગમાં Al-Nassr FC માટે રમે છે અને અહેવાલ મુજબ તે દરરોજ લગભગ £4.88 લાખ કમાય છે. શનિવારે Al Fateh SC સામે 3-1થી જીત દરમિયાન સ્નાયુમાં ઈજા થવાને કારણે રોનાલ્ડોને મેદાન છોડવાની ફરજ પડી હતી. વધતા તણાવને કારણે અલ-નાસરની એશિયન ચેમ્પિયન્સ લીગ 2 ક્વાર્ટર ફાઇનલ મેચ પણ મુલતવી રાખવામાં આવી છે.

શું તે ખરેખર સાઉદી અરેબિયા છોડીને ગયા છે?
જેટની ઉડાનને કારણે સંશયો વધ્યા છે, પરંતુ સ્પષ્ટ નથી કે રોનાલ્ડો પોતે સાઉદી છોડી ગયા છે કે નહીં? ઘણીવાર ખેલાડીઓ પોતાના વિમાનનો ઉપયોગ પરિવાર અથવા અન્ય કારણોથી પણ કરે છે. સત્તાવાર પુષ્ટિ વગર કહેવું મુશ્કેલ છે કે તેઓ કાયમ માટે સાઉદી છોડે છે કે માત્ર તાત્કાલિક સુરક્ષા પગલાં માટે ઈયુરોપમાં છે. મધ્યપૂર્વમાં ચાલુ સંઘર્ષ અને વૈશ્વિક રાજકારણ વચ્ચે રોનાલ્ડોની આ ઉડાન રમત કરતાં વધુ ભૂ-રાજનૈતિક ચર્ચામાં આવી ગઈ છે. હવે જોવું રહ્યું કે તેઓ જલ્દી સાઉદી પરત ફરશે કે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી યુરોપમાં જ રહેશે.

Tags:
Middle East Footballમધ્ય પૂર્વ ફૂટબોલCR7CR7Football Star
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026