સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડ ક્રિકેટમાં ફરી ‘નાઇટ ક્લબ કાંડ’! સ્ટાર બોલર બ્રાઇડન કાર્સેની અટકાયત, અગાઉ બેટિંગ કેસમાં થયો હતો સસ્પેન્ડ

24 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
ઇંગ્લેન્ડ ક્રિકેટમાં ફરી ‘નાઇટ ક્લબ કાંડ’! સ્ટાર બોલર બ્રાઇડન કાર્સેની અટકાયત, અગાઉ બેટિંગ કેસમાં થયો હતો સસ્પેન્ડ

England Cricket Controversy: પાકિસ્તાન સામે 27 ઓગસ્ટથી લોર્ડ્સ ખાતે શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ પહેલાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને લઈને વિવાદ સર્જાયો છે. ઇંગ્લેન્ડ અને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમી ચૂકેલા 31 વર્ષીય ઝડપી બોલર બ્રાયડન કાર્સ ડર્બી સ્થિત નાઇટક્લબ બહાર બનેલી ઘટનાને કારણે ચર્ચામાં આવ્યા છે. શનિવારે મોડી રાત્રે નાઇટક્લબની બહાર પોલીસે કાર્સને થોડા સમય માટે હથકડી પહેરાવી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ મામલાની તપાસ શરૂ કરી છે.

નાઇટક્લબ બહાર શું થયું?
મળતી માહિતી મુજબ, બ્રાયડન કાર્સ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ડરહામ તરફથી ડર્બીશાયર સામે મેચ રમી રહ્યા હતા. ડરહામની જીત બાદ ટીમના ખેલાડીઓ ઉજવણી માટે બહાર ગયા હતા. રિપોર્ટ અનુસાર, નાઇટક્લબમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ કાર્સ પર ડ્રિંક ઢોળી દેતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ક્લબની બહાર હાજર પોલીસે સ્થિતિ શાંત પાડવા માટે કાર્સને થોડા સમય માટે હથકડી પહેરાવી હતી. વાયરલ વીડિયોમાં કાર્સના હાથમાં હથકડી જોવા મળે છે. તેમની સાથે ડરહામના ખેલાડી મેથ્યુ પોટ્સ અને ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ પણ પોલીસ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. જો, કે ઉપલબ્ધ માહિતી અનુસાર કાર્સની ઔપચારિક ધરપકડ કરવામાં આવી નહોતી અને થોડા સમય બાદ તેઓ ટીમ હોટેલ પર પરત ફર્યા હતા.

ECBએ શરૂ કરી તપાસ
બ્રાયડન કાર્સ ECBના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ હોવાથી આ ઘટના બોર્ડની આચારસંહિતા હેઠળ આવી શકે છે. ECBએ ઘટનાની માહિતી મળ્યાની પુષ્ટિ કરી છે અને મામલાની તપાસ શરૂ કરી છે. તપાસ બાદ જરૂરિયાત મુજબ આ મામલો ક્રિકેટના સંબંધિત રેગ્યુલેટરી અધિકારીઓને પણ સોંપવામાં આવી શકે છે.

અગાઉ પણ સટ્ટાબાજીના કારણે થઈ ચૂક્યા છે સસ્પેન્ડ
બ્રાયડન કાર્સ અગાઉ પણ ક્રિકેટ વિવાદમાં સપડાઈ ચૂક્યા છે. 2024માં ક્રિકેટમાં સટ્ટાબાજીના નિયમોના ભંગ બદલ તેમના પર ત્રણ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે તેમણે 2017થી 2019 દરમિયાન ક્રિકેટ મેચો પર સટ્ટો લગાવ્યો હતો. આ ઉપરાંત 2023માં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન મેદાન બહારના વર્તનને લઈને પણ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ હતી. હવે નાઇટક્લબ બહારની તાજી ઘટના બાદ ECBની તપાસ પર સૌની નજર છે. ખાસ કરીને પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં બનેલી આ ઘટના ઇંગ્લેન્ડ ટીમ માટે વધુ એક માથાનો દુખાવો બની શકે છે.

Tags:
મેથ્યુ પોટ્સબેન સ્ટોક્સબ્રાયડન કાર્સ સટ્ટાબાજીપાકિસ્તાન સામે ટેસ્ટECB તપાસ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026